રશિયામાં રૂપાણી: રશિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ભાગી દારીથી ગુજરાતને થશે લાભ
મુખ્યમંત્રી વિજય રુપાણીની રશિયા પ્રવાસની બીજા દિવસે વિવિધ બેઠકો યોજાઇ હતી. જેમાં ભારત- રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વિકાસ દ્રષ્ટિકોણની રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાતની ભાગીદારી પર વિશેષ જોર આપવામાં આવ્યું હતું.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રુપાણીની રશિયા પ્રવાસની બીજા દિવસે વિવિધ બેઠકો યોજાઇ હતી. જેમાં ભારત- રશિયા કો-ઓપરેશન ઇન ધ રશિયન ફાર ઇસ્ટ સેમિનારમાં ગુજરાતના વિકાસ દ્રષ્ટિકોણની રજૂઆત કરવામાં આવી હતી. ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાતની ભાગીદારી પર વિશેષ જોર આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડાયમંડ ઉદ્યોગની ભાગીદારી મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રશિયાના રફ ડાયમંડના એકસપોર્ટમાં અગ્રેસર પ્રાંત સાથે ગુજરાતે એમઓયુ પણ કર્યા છે જેથી કરીને તેનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લાભ મળી શકે. સુરતમાં વિશ્વની સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રે રશિયા-ગુજરાતની આ ભાગીદારી મહત્વપૂર્ણ ઉપયુક્ત બની રહેશે તેવો મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ૨૮ જેટલા વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં રશિયાના પ્રવાસે ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંબોધન કર્યું હતું . જેમાં તેમણે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે બહુ લાંબા સમયથી ગાઢ મિત્રતા રહી છે. પાછલા સાત દસકથી રશિયા સાથે ભારતના સંબંધો ભાવનાત્મક રહ્યા છે.
અમદાવાદ: હવે વાહનોની ગતિ નક્કી, કર્યો ભંગ તો થશે કાયદાકીય કાર્યવાહી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની રશિયા યાત્રા અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રાના પરિપાકરૂપે દ્વિપક્ષીય સંબંધોને નવી દિશામાં આગળ વધવાના છે. જેમાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. મુખ્યમંત્રીએ ગુજરાત સાથેના સંબંધો સુદ્રઢ કરવાના રશિયા દ્વારા લેવાયેલાં પગલાઓની સરાહના કરતાં જણાવ્યું કે, વાયબ્રન્ટ સમિટની 2017 અને 2019ની બે શ્રૃંખલામાં રશિયાનું 60 થી વધુ સભ્યોનું ડેલિગેશન સહભાગી થયું હતું. 2019ની તાજેતરની વાઈબ્રન્ટ સમિટમાં એનર્જી સેક્ટરની રશિયાની અગ્રણી કંપની રોઝનેફટ દ્વારા ભારતમાં સૌથી મોટા વિદેશી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત
ગુજરાતની વાડીનાર રિફાઇનરીમાં સીંગલ પ્રોજેક્ટ નાયરા એનર્જી માટે કર્યો હતો જેનો લાભ ગુજરાતને મળ્યો છે. રશિયન ફાર ઇસ્ટ રીજિયનમાં મશીન ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ એન્ડ માઈનિંગ, ડાયમંડ, ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક્સ જેવા સેકટર્સ ભારત અને ગુજરાત માટે રસના ક્ષેત્રો છે. મુખ્યમંત્રીએ રશિયાના આ રીજિયન સાથે ગુજરાતની ડાયમન્ડ સેકટર સહિતના વિવિધ ક્ષેત્રોની સહભાગિતા માટે જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અને સ્કિલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થવાની પ્રબળ અપેક્ષા પણ દર્શાવી હતી.
વરસાદી આફક બાદ વડોદરા શહેરમાં સર્જાઇ તારાજી, જુઓ તસવીરો
કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને સિરામિક્સ જેવા પારંપરિક ક્ષેત્રમાં અગ્રણી ગુજરાત છેલ્લા એક દાયકાથી 10 %થી વધારે આર્થિક વૃદ્ધિ દર સાથે અગ્રિમ રાજ્ય છે એમ તેમણે કહ્યું હતું. સૌથી લાંબો સમુદ્ર કિનારો અને 40 થી વધુ પોર્ટસ ધરાવતું ગુજરાત ગેટ વે ઓફ ઇન્ડિયા બન્યું છે. તેની ભૂમિકા આપતા એમ પણ કહ્યું કે, દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ગુજરાતની ઔદ્યોગિક આર્થિક પ્રગતિ નવા શિખરે પહોંચવાની છે. તેમણે ગુજરાતીઓની ઉદ્યમશીલતા અને વેપારકુશળતાને પરિણામે આફ્રિકન દેશો, મધ્ય પૂર્વ, યુરોપ કે અમેરીકા બધે જ ગુજરાતીઓએ સન્માન મેળવ્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે