દિલ્હી તોફાનો થકી આખા દેશને ભડકે બાળીને મોદી સરકારને ઉથલાવવાનું હતુ ષડયંત્ર

ભારત સરકાર (મોદી સરકાર) ને ઉથલાવી પાડવાનાં ષડયંત્ર હેઠળ દિલ્હી તોફાનો (Delhi Riots) નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી હિંસાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તેમણે જણઆવ્યું કે, ષડયંત્રકારીઓએ પૈસા અને લોજિસ્ટિકને એક સમજી વિચારીને રચાયેલા કાવત્રા હેઠળ ઉપયોગ કરીને તોફાનીનો સ્ક્રિપ્ય તૈયાર કરી હતી.
દિલ્હી તોફાનો થકી આખા દેશને ભડકે બાળીને મોદી સરકારને ઉથલાવવાનું હતુ ષડયંત્ર

નવી દિલ્હી : ભારત સરકાર (મોદી સરકાર) ને ઉથલાવી પાડવાનાં ષડયંત્ર હેઠળ દિલ્હી તોફાનો (Delhi Riots) નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી હિંસાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તેમણે જણઆવ્યું કે, ષડયંત્રકારીઓએ પૈસા અને લોજિસ્ટિકને એક સમજી વિચારીને રચાયેલા કાવત્રા હેઠળ ઉપયોગ કરીને તોફાનીનો સ્ક્રિપ્ય તૈયાર કરી હતી.

તોફાનો દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા પેટ્રોલબોમ્બ, એસિટ એટેક, લોખંડના હાથાવાલી તલવારો, ધારદાર ચાકુ, પત્થર અને મરચાનો પાવડર વગેરેનો પણ કાવત્રાખોરો દ્વારા એક ખાસ સમાજના લોકોને નિશાન બનાવીને તેમને ડરાવવા માટે ઉપયોગ કર્યો હતો. કાવત્રાખોરોની એક જ મંશા હતી કે, તેઓ ભારત સરકારને ઉથલાવી પાડવા માંગે છે અને સંસદની તે પાર્ટીને પણ ગોઠણીયે બેસાડી દેવા માંગે છે જે આ કાયદો લઇને આવી હતી. 

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત
કાવત્રાખોરો જાણતા હતા કે, એવું કરવા માટે સરકારને અસ્થિર કરવી પડશે જેથી લોકશાહીનો પાયો જ હલી જાય. એટલા માટે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) ની મુલાકાતનો સમય પસંદ કર્યો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં આગ ચંપી કરી હતી. જો કે સરકારને ઘુંટણીયે પાડવાનું આ કાવત્રુ સંપુર્ણ નિષ્ફળ રહ્યું. જો કે કાવત્રાખોરો પોતાના મનસુબાઓમાં ફળ થઇ ગયા હોત તો દેશમાં સ્થિતી ખુબ જ અસ્થિર પેદા થઇ ગઇ હોત અને વિશ્વમાં મેસેજ ગયો હોત કે ભારતની સરકાર લોકોનાં જાન માલની રક્ષા કરી શકી નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news