ધર્મેન્દ્રસિંહ જાડેજા

અલ્પેશ અને ધવલસિંહ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા આ નેતા, જાણો કોણ-કોણ છે યાદીમાં

કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ પહેરશે.

Jul 18, 2019, 10:20 AM IST
Gujarat: Changes in District In Charge Due to New Ministers PT6M24S

મંત્રીમંડળમાં સામેલ નવા મંત્રીઓને કારણે જિલ્લા પ્રભારીઓમાં થયો ફેરફાર, જુઓ વિગત

જવાહર ચાવડાને દ્વારકા અને પોરબંદરના પ્રભારી મંત્રી બનાવાયા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને અમરેલીના પ્રભારી મંત્રી બનાવાયા. યોગેશ પટેલને તાપીના પ્રભારી મંત્રી બનાવાયા.

Jun 10, 2019, 04:20 PM IST
Gandhinagar: New Ministers Of State Government Will Take Charge Today PT1M5S

ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે પદભાર

તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.

Mar 11, 2019, 12:05 PM IST

કોંગ્રેસમાંથી BJPમાં આવેલા જવાહર ચાવડાએ કેબિનેટ મંત્રીપદના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે તો તેમણે કેબિનેટ મંત્રીપદના શપથ પણ લીધા. જવાહર ચાવડાએ 12.39ના વિજય મુહૂર્તમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા.

Mar 9, 2019, 01:04 PM IST

ગુજરાત સરકારના મંત્રી મંડળનું થશે વિસ્તરણ, કોંગ્રેસ છોડનાર જવાહર ચાવડા, જાડેજા બનશે મંત્રી !!

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઇ ત્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થઇ રહી છે. માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા છે. અહીં તેમણે કહ્યું કે, પ્રજાના કામ કરવા માટે સરકારની પાર્ટીમાં આવ્યો છું. વધુમાં એમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં એવો કોઇ ખટરાગ ન હતો પરંતુ પાર્ટી દ્વારા અપાયેલ બધી જવાબદારી છોડીને આવ્યો છું. જુનો બધો હિસાબ કરીને આવ્યો છે. જોકે અહીં એવું કહેવાય છે કે, રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થનાર છે અને જવાહર ચાવડાને મંત્રી પદ મળી એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે

Mar 8, 2019, 04:11 PM IST