ન્યૂયોર્ક ટાઈમ્સ News

બાબા રામદેવ ભારતના ડોનાલ્ડ ટ્રમ્પ, બની શકે છે દેશના વડાપ્રધાન, જાણો કોણે ક
2018માં થોડા સમય પહેલા પૂર્વ નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભારત સરકારના અનેક મંત્રીઓ ઉપરાંત જાણીતી હસ્તીઓ ભેગી થઈ હતી. આ બધા એક અલગ પ્રકારની વ્યસ્તિની  બાયોપિક ફિલ્મ જોવા માટે આવ્યાં હતાં જેનો પહેલો શો પહેલીવાર તે સાંજે બતાવવામાં આવનાર હતો. મંચ વચ્ચે રાજનેતાઓ અને કેબિનેટના સભ્યો વચ્ચે એક એવી હસ્તી પણ બેઠી હતી જેના જીવન પર આ ફિલ્મ કેન્દ્રીત હતી. શરીર પર કેસરિયા ધોતી, લાંબી દાઢી, છાતી પર ભરાવદાર વાળ અને વાળની જટા બાંધીને બેઠેલા આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ બાબા રામદેવ હતાં. આ વાતો ન્યૂયોર્ક ટાઈમ્સ નામના અમેરિકાના પ્રસિદ્ધ અખબારે પોતાના રિપોર્ટમાં વર્ણવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રામદેવ ભારતના ટ્રમ્પ જેવા છે અને પીએમ બની શકે છે.
Jul 28,2018, 8:36 AM IST

Trending news