બાબા રામદેવ ભારતના ડોનાલ્ડ ટ્રમ્પ, બની શકે છે દેશના વડાપ્રધાન, જાણો કોણે કહ્યું?
Trending Photos
નવી દિલ્હી: 2018માં થોડા સમય પહેલા પૂર્વ નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભારત સરકારના અનેક મંત્રીઓ ઉપરાંત જાણીતી હસ્તીઓ ભેગી થઈ હતી. આ બધા એક અલગ પ્રકારની વ્યસ્તિની બાયોપિક ફિલ્મ જોવા માટે આવ્યાં હતાં જેનો પહેલો શો પહેલીવાર તે સાંજે બતાવવામાં આવનાર હતો. મંચ વચ્ચે રાજનેતાઓ અને કેબિનેટના સભ્યો વચ્ચે એક એવી હસ્તી પણ બેઠી હતી જેના જીવન પર આ ફિલ્મ કેન્દ્રીત હતી. શરીર પર કેસરિયા ધોતી, લાંબી દાઢી, છાતી પર ભરાવદાર વાળ અને વાળની જટા બાંધીને બેઠેલા આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ બાબા રામદેવ હતાં. આ વાતો ન્યૂયોર્ક ટાઈમ્સ નામના અમેરિકાના પ્રસિદ્ધ અખબારે પોતાના રિપોર્ટમાં વર્ણવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રામદેવ ભારતના ટ્રમ્પ જેવા છે અને પીએમ બની શકે છે.
અખબારે લખ્યું છે કે ભારે જનસમૂહ વચ્ચે બાબા રામદેવે માઈક લીધુ અને ત્યાં બેઠેલા બ્રહ્મચારી વિદ્યાર્થીઓનો પરિચય કરાવ્યો. દરેકે ભારતમાતાની જયના નારા લગાવ્યાં. ત્યાં હાજર લોકોએ પોતાના હાથ ઉઠાવીને કહ્યું, ભારત મહાન છે. એક એક કરીને બધા લોકોએ બાબા રામદેવના અસાધારણ જીવન પર પ્રકાશ નાખ્યો. એ પણ જણાવવામાં આવ્યું કે કેવી રીતે તેમણે યોગ કેમ્પ ચલાવીને ભારતના મિડલ ક્લાસમાં ફિટનેસ લાવવાનું કામ કર્યું. કેવી રીતે તેમણે ઔષધિ અને કન્ઝૂમર ગુડ્સ કંપની પતંજલિ આયુર્વેદ બનાવી અને કેવી રીતે તેમણે કરોડોનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું.
યોગથી વિશ્વની દિશા બદલી
એક વક્તાએ કહ્યું કે સ્વામીજીએ વિશ્વની દિશા બદલી નાખી છે. બીજા વક્તાએ કહ્યું કે સ્વામીજીએ દેશને બદલ્યો છે, જે પશ્ચિમની સભ્યતા તરફ જઈ રહ્યો હતો. તેમણે પોષાક, ભોજન, સંસ્કૃતિની સાથે સાથે યોગની દિશા પણ બદલી છે. ત્યારબાદ એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી. જેમાં રામદેવના જીવનના શરૂઆતના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.
બિલી ગ્રેહામ જેવા છે રામદેવ
રિપોર્ટમાં કહેવાયું છે કે રામદેવની સરખામણી દક્ષિણ-પૂર્વના બાપટિસ્ટ ફાયરબ્રાન્ડ બિલી ગ્રેહામ સાથે કરવામાં આવે છે. જે અમેરિકાના અનેક રાષ્ટ્રપતિઓને સલાહ આપતા રહે છે અને જેમણે ખ્રિસ્તિ ધર્મને નવી ઉર્જા આપી. કઈંક એવા જ પ્રકારના દ્રશ્યો અહીં પણ છે. રામદેવ હિંદુઓના અધિકારોની સશક્ત અવાજ છે.
ટ્રમ્પ સાથે સરખામણી
બિઝનેસ અને રાજકારણમાં ભૂમિકાને જોઈએ તો એક પ્રકારે બાબા રામદેવ ભારતના ડોનાલ્ડ ટ્રમ્પ છે અને એ વાતની સંભાવના વધુ છે કે તેઓ પોતે વડાપ્રધાન બનવાની દોડમાં સામેલ થઈ શકે છે. ટ્રમ્પની જેમ જ તેમની પાસે પણ અબજોનું સામ્રાજ્ય છે, ટ્રમ્પની જેમ જ તેઓ એ મોટું ટીવી પરની હસ્તી છે. મેમાં તેમણે આટા નૂડલ, અન્ય હર્બલ દવાઓ, ગૌમૂત્રથી બનેલા ફ્લોર ક્લિનર બાદ સ્વદેશી સિમકાર્ડ લાવવાની જાહેરાત કરી હતી. એક પ્રકારે જોવા જઈએ તો રામદેવ અનેક રીતે ટ્રમ્પ જેવા જ છે. ગત વર્ષે તેમની બાયોપિક રિલીઝ કરવા પર રોક લગાવવામાં આવી હતી. રામદેવ કોઈ પણ દેશના વડાપ્રધાન કરતા પણ વધુ પાવરફુલ છે.
પીએમ મોદીના નજીકના મિત્ર
અખબારે એ પણ લખ્યું છે કે રામદેવે 2014માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે અનેક અવસરો પર પીએમ મોદી સાથે મંચ શેર કર્યું. રામદેવે પીએમ મોદીને નજીકના મિત્ર ગણાવ્યાં હતાં અને પીએમ મોદી પણ પતંજલિના ઉત્પાદનોના વખાણ કરી ચૂક્યા છે.
હિંદુત્વને બદલ્યો
બાબા રામદેવ એક આધ્યાત્મિક ગુરુથી પણ આગળ ગણુ બધુ છે. રાજનીતિક સંરક્ષકથી વધુ રામદેવ તે મિડલ ક્લાસ વચ્ચે એક યોગ્ય સંદેશ પ્રચારક છે જેમનો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમાજવાદથી મોહ ભંગ થઈ રહ્યો છે. બાબા રામદેવ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવી ચૂક્યા છે. તેઓ સ્વદેશી વસ્તુઓ અને ભારતીય આર્થિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા વિદેશી કંપનીઓ વિરુદ્ધ મુહિમ પણ છેડી ચૂક્યા છે. સચ્ચાઈ એ છે કે રામદેવે હિન્દુત્વમાં અનેક ફેરફારો કર્યા છે. દેશભક્તિ, સ્વાસ્થ્ય અને ધર્મનિષ્ઠતાનો મેળ હિંદુ રાષ્ટ્રવાદને ઉભારે છે.
બાબા રામદેવના સામ્રાજ્યનું કેન્દ્ર હરદ્વાર છે. હિંદુ માન્યતા મુજબ તે એક પવિત્ર સ્થાન છે. હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે ગંગામાં ડુબકી લગાવવા આવે છે. ઋષિકેશ પણ અહીંથી બહુ દૂર નથી. જ્યાં 60ના દાયકામાં મહર્ષિ મહેશ યોગી કેન્દ્ર હતું. પતંજલિની મેઈન ઓફિસ કોઈ એરપોર્ટથી જરાય કમ નથી. તેની અંદર પાર્કિંગ લોટ્સ, લાંબા પહોળા કેફેટેરિયા, લોન અને ફુવારા છે. જો તમે અહીં પતંજલિ યુનિવર્સિટીના વિદ્યાર્થીોની 'યોગ વિજ્ઞાન વિભાગ' જરસીને નથી વાંચતી શક્યા તો બની શકે કે તમને એમ જ લાગે કે આ સિલિકોન વેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે