પાન મસાલા 0

12 રૂપિયાનો માવો 5 રૂપિયામાં મળશે... ધારાસભ્ય લલિત વસોયાના નામે વાયરલ થયો આ મેસેજ

વિધાનસભા ચૂંટણી પહેરા જ આક્ષેપોપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો હતો. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ માવા-મસાલા પર રાજનીતિની રમત રમાઈ રહી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ના નામે એક સોગંધનામુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખાયુ છે કે, જે તેઓ જીતશે તો 12 રૂપિયાના માવાની કિંમત 5 રૂપિયા કરી દેશે. ત્યારે લલિત વસોયાના નામે વાયરલ થયેલા ફેક એફિડેવિટ (fake news) વિશે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જાગી છે. 

Dec 10, 2021, 02:40 PM IST

પાન-મસાલાની આદત છૂટી જાય તેવા સમાચાર, પકડાઈ નકલી પડીકા બનાવવાની ફેક્ટરી

આણંદ જિલ્લાના ઓડ ગામના દેવરામપુરા સીમમાં નકલી પાન મસાલો બનાવતુ કારખાનુ પકડાયું છે. કોપી રાઈટ કંપની અને આણંદની એલસીબી પોલીસે સંયુક્ત છાપો મારીને એક બ્રાન્ડની નકલી પાન મસાલા પડીકીઓ બનાવવાની મિની ફેકટરી ઝડપી પાડી છે. પડીકી બનાવવાની મશીનરી, નકલી પાન મસાલાનો જથ્થો અને પાન મસાલા પાઉચનાં રોલ મળી કુલ 1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મકાન માલિક અને નકલી વિમલ બનાવનાર મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

Nov 15, 2021, 01:52 PM IST

GUJARAT: આવતી કાલથી પાન મસાલાનાં ગલ્લાઓ થઇ રહ્યા છે બંધ, સ્ટોક કરી લેજો નહી તો...

ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ થતો જાય છે ત્યારે ગુજરાતની સ્થિતી પણ ખુબ જ વિકટ બની છે. તેવામાં લોકડાઉન થશે કે કેમ તે અંગે ભારે અવઢવ જોવા મળી રહી છે. જો લોકડાઉન થાય તો ગત્ત વખતે લોકડાઉન સમયે પાન મસાલા અને સિગરેટનાં બંધાણીઓએ જેવું વેઠવાનું આવ્યું હતું તેવું વેઠવાનું ન આવે તે માટે અત્યારથી સ્ટોર કરવો કે કેમ તે અંગે ભારે અવઢવ જોવા મળી રહી છે. 

Apr 9, 2021, 06:54 PM IST

ચર્ચાના ચગડોળે ચડ્યો આ કિસ્સો, ગુટકા લેવા નસવાડીમાં છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા લોકો

ગુજરાતમાં હાલ એક કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. નસવાડીમા લોકડાઉનની અફવાને લઈ ગુટકા લેવા ભારે લોકો ઉમટી પડ્યા હતા. જેના બાદ વેપારીની દુકાન મામલતદાર દ્વારા બંધ કરાઈ હતી. સ્થાનિક વેપારી અને ગ્રાહક વચ્ચે છુટા હાથની મારામારી સર્જાઈ હતી. તો આ ઘટનાના વીડિયો વાયરલ થયા છે.

Jun 13, 2020, 10:43 AM IST

અમદાવાદઃ ચિલોડામાં ઢાબામાં પાન-મસાલા વેચતા પોલીસે કરી એકની ધરપકડ

નાના ચિલોડામાં એક ઢાબામાં પાન-મસાલા વેચાઈ રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 
 

May 23, 2020, 11:06 AM IST

પાનમસાલા ખાઈને જાહેરમાં થૂંકનારાઓ માટે રાજકોટની કંપનીએ બનાવ્યા અનોખા ગ્લાસ

ગુજરાતમાં લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપવામાં આવી છે, જેના બાદ લોકોનું જીવન ફરીથી પાટા પર આવી ગયું છે. મળેલી છૂટછાટમાં બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કોઈ રસ્તા પર થૂંકશે અથવા માસ્ક પહેર્યા વગર દેખાશે તો તેને 200 રૂપિયાનો દંડ થશે. ગુજરાતમાં પાન-મસાલા કેટલા ખવાય છે તે લોકડાઉન દરમિયાન અને અને છૂટછાટ બાદ પાન પાર્લરની દુકાનો પર જામેલી ભીડથી માલૂમ પડી ગયું. આવામાં પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકવુ એ પણ ગુનો બની રહેશે. આવા લોકો માટે રાજકોટની એક કંપનીએ અનોખો તોડ શોધી નાંખ્યો છે. 

May 20, 2020, 05:19 PM IST

પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી

લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. આજે ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. પરંતુ આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા મળી હતી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકડાઉન ખૂલતા જ પાન-મસાલાના શોખીનો વહેલી સવારે દુકાન પર પહોંચી ગયા હતા અને લાઈન લગાવીને પાન-મસાલા ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે જોઈ લો, કે પાન-મસાલા તમ્બાકુ ખરીદવા માટે ક્યાં કેવી ભીડ જામી હતી. 

May 19, 2020, 03:58 PM IST

રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ

રાજ્ય સરકારની છૂટછાંટ અંગેની જાહેરાત બાદ આજે રંગીલા રાજકોટ (rajkot) માં બે મહિના બાદ રોનક જોવા મળી. રાજકોટમાં બે મહિના બાદ તમામ માર્કેટોમાં રોનક જોવા મળી. બે મહિના બાદ આજે તમામ નાના-મોટા વ્યસાયો શરૂ થયા. કપડાંના બજાર ખૂલતા લોકો નવા કપડાં લેવા પણ પહોંચ્યા. એક તરફ લગ્ન પ્રસંગનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પ્રસંમાં નવા કપડાં ખરીદવા સવારથીજ કપડાંની દુકાનોમાં લોકો જોવા મળ્યા. પહોંચ્યા. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ દુકાનમાં ગ્રાહકોએ નવા કપડાંની ખરીદી કરી હતી. 2 મહિના બાદ દુકાન ખૂલતા વેપારી અને ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી. 

May 19, 2020, 01:17 PM IST

આનંદો : પાન-મસાલા, સિગરેટ અને તંબાકુના વેચાણને પરવાનગી, સરકારે આ શરત સાથે આપી છુટ

 કોરોના સંકટથી બચવા માટે દેશમાં લોકડાઉન લાગુ છે. જો કે લોકડાઉનને હવે બે અઠવાડીયા માટે વધારી દેવામાં આવ્યું છે. 17 મે સુથી લાગુ કરી દેવાયું છે. જો કે આ વખતે વધારાયેલા લોકડાઉનમાં ઘણી છુટછાટ આપવામાં આવી છે. જેમાં દારૂનાં વેચાણને પણ મંજુરી આપવામાં આવી છે.

May 1, 2020, 08:48 PM IST

અમદાવાદમાં ચાના થર્મોસમાં પાન-મસાલા લઈ જતા પોલીસે એક શખ્સને ઝડપ્યો

જોકે લોકડાઉનના પગલે બિનજરૂરી બહાર નીકળી કોરોના વાઈરસને પગલે તકેદારી નહિ રાખવા બદલ પોલીસે જાહેરનામાના ગુનો પણ નોંધાયો હતો.
 

Apr 2, 2020, 09:30 PM IST

મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ

હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.

Nov 1, 2019, 01:06 PM IST
Rajkot RMC Decide To Slap E memo On Spiting On Road PT7M48S

હવે રાજકોટમાં પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો

હવે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાહેરમાં થુંકનારને 250થી 750 રુપિયા સુધીના દંડની જોગવાઈ

May 16, 2019, 04:15 PM IST