રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ

રાજ્ય સરકારની છૂટછાંટ અંગેની જાહેરાત બાદ આજે રંગીલા રાજકોટ (rajkot) માં બે મહિના બાદ રોનક જોવા મળી. રાજકોટમાં બે મહિના બાદ તમામ માર્કેટોમાં રોનક જોવા મળી. બે મહિના બાદ આજે તમામ નાના-મોટા વ્યસાયો શરૂ થયા. કપડાંના બજાર ખૂલતા લોકો નવા કપડાં લેવા પણ પહોંચ્યા. એક તરફ લગ્ન પ્રસંગનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પ્રસંમાં નવા કપડાં ખરીદવા સવારથીજ કપડાંની દુકાનોમાં લોકો જોવા મળ્યા. પહોંચ્યા. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ દુકાનમાં ગ્રાહકોએ નવા કપડાંની ખરીદી કરી હતી. 2 મહિના બાદ દુકાન ખૂલતા વેપારી અને ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી. 
રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ

સત્યમ હંસોરા/રાજકોટ :રાજ્ય સરકારની છૂટછાંટ અંગેની જાહેરાત બાદ આજે રંગીલા રાજકોટ (rajkot) માં બે મહિના બાદ રોનક જોવા મળી. રાજકોટમાં બે મહિના બાદ તમામ માર્કેટોમાં રોનક જોવા મળી. બે મહિના બાદ આજે તમામ નાના-મોટા વ્યસાયો શરૂ થયા. કપડાંના બજાર ખૂલતા લોકો નવા કપડાં લેવા પણ પહોંચ્યા. એક તરફ લગ્ન પ્રસંગનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પ્રસંમાં નવા કપડાં ખરીદવા સવારથીજ કપડાંની દુકાનોમાં લોકો જોવા મળ્યા. પહોંચ્યા. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ દુકાનમાં ગ્રાહકોએ નવા કપડાંની ખરીદી કરી હતી. 2 મહિના બાદ દુકાન ખૂલતા વેપારી અને ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી. 

નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શકાશે

શહેરમાં બે મહિના બાદ હેર સલૂન તેમજ બ્યૂટી પાર્લર ખૂલ્યા છે. શહેરના અમીન માર્ગ પર આવેલ સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે યુવતીઓ પહોંચી હતી. સલૂનના માલિકો દ્વારા નિયમોનું પાલન કરીને કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહકોને સૌપ્રથમ સૅનેટાઇઝ કરી તેની ટ્રીટમેન્ટ PPE કીટ પેહરીને કરવામાં આવી રહી છે.

ગાઠિયાની દુકાનોમાં પણ લાઈન 
રાજકોટ પાન માવાની દુકાનો ઉપરાંત ગાઠિની દુકાનો ઉપર પણ લાંબી લાઈનો લાગી હતી. ગરમા ગરમ ફાફડા-ગાઠિયા-જલેબી લેવા લોકોની પડાપડી થયેલી જોવા મળી. ગ્રાહકોએ પણ ગાઠિયા લેતા સમયે કહ્યું કે, આજે તો મોજ આવી આવી 2 મહિના પછી...

સુરતમાં બે મહિના બંધ રહેલી દુકાનો ખૂલી, પણ કાપડ-હીરા ઉદ્યોગ આજે શરૂ નહિ થાય

હેર સલૂનમાં ભીડ ઉમટી 
56 દિવસ બાદ રાજકોટમાં હેર સલુન ખૂલતા જ મોટી સંખ્યામાં લોકો હેર કટિંગ અને શેવિંગ કરાવવા પહોંચ્યા હતા. સલૂન સુપર સ્પ્રેડર ન બને તેની પણ કાળજી રાખવામાં આવી રહી છે. ગ્રાહકો આવે ત્યારે તેનું તાપમાન ચકાસી, ફોર્મ ભરાવી અને તેઓને સેનેટાઇઝ કરી બાદમાં સલૂનમાં પ્રવેશ આપવામાં આવે છે. 150 ફૂટ રિંગ રોડ પર ફ્રેન્ડ્સ હેર સલૂનમાં ગાઇડલાઇનનું પાલન કરી સલૂન શરૂ કરાયું છે.

બીડી લેવા પણ મહિલાઓ લાઈનમાં ઉભા રહ્યાં 
રાજકોટમાં શિવાજી બીડી માટે મહિલાઓની લાઈન લાગી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ શિવાજી બીડી લેવા ઉમટી પડી. શહેરના પરા બજારમાં મહિલાઓ બીડી લેવા માટે ઉમટી પડી. પોતાના ઘરવાળા માટે બીડીની જુડી લેવા માટે મહિલાઓ ઉમટી પડી હતી. 

લોકડાઉન બાદ વડોદરામાં ચાની કીટલીઓ પણ ખૂલી, રસ્તા પર રીક્ષાઓ દોડતી થઈ 

તો રાજકોટમાં પાનની દુકાનો બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયેલા જોવા મળ્યા. ત્યારે આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે નિવેદન આપતા જણાવ્યું કે, આ ચલાવી લેવામાં નહિ આવે. પોલીસ કમિશ્નર આ અંગે જાહેરનામું બહાર પાડી કડક અમલ કરાવશે.

રાજકોટ સાધુ વાસવાણી રોડ પર હોકર્સ ઝોન બંધ કરવામાં આવશે. શાક માર્કેટ પર સોસીયલ ડિસ્ટનસિંગ ન જળવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઇકાલે સાધુવાસવાણી રોડ પર એક સગીરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોમ ડીલેવરી કરતા લોકોને હેલ્થ કાર્ડ આવતીકાલ સુધી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news