પોલીસી

સેટેલાઇનાં વેપારી સાથે પોલીસીનાં નામે 11 કરોડ રૂપિયાની છેતરપીંડી

આજકાલ રાજ્યમાં ઓનલાઈન છેતરપીંડીના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો ગુજરાતમાં નોંધાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના સેટેલાઈટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઘટનામાં સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.

Jan 27, 2020, 11:59 PM IST

હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ થયો શરૂ

સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે. 

May 16, 2019, 09:24 PM IST

LIC નો આ છે ખાસ પ્લાન, દરરોજ 27 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 10.62 લાખ, ટેક્સમાં પણ થશે બચત

મોંઘવારીના આ જમાનામાં પોતાના પરિવારની ઇચ્છાઓ પુરી કરવી મુશ્કેલ થઇ જાય છે. ઘણીવાર આપણે પૈસાની બચત કરીએ છીએ પરંતુ કોઇના કોઇ કારણે તે ખર્ચ થઇ જાય છે. આખો દિવસ મહેનત કર્યા બાદ પણ જ્યારે જરૂરિયાતના સમયે હાથમાં પૈસા ન હોવા ખૂબ દુખદ હોય છે. એવામાં આપણે આજે તમને જીવન વીમા નિગમ (LIC)ની એવી સ્કીમ વિશે જણાવવવા જઇ રહ્યા છીએ તેના માધ્યાથી તમારા માટે તમારી જરૂરિયાતો પુરી કરવી સરળ થઇ જશે અને તમારું ભવિષ્ય સુધરી જશે. 

May 6, 2019, 03:33 PM IST