સેટેલાઇનાં વેપારી સાથે પોલીસીનાં નામે 11 કરોડ રૂપિયાની છેતરપીંડી

આજકાલ રાજ્યમાં ઓનલાઈન છેતરપીંડીના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો ગુજરાતમાં નોંધાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના સેટેલાઈટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઘટનામાં સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.
સેટેલાઇનાં વેપારી સાથે પોલીસીનાં નામે 11 કરોડ રૂપિયાની છેતરપીંડી

જાવેદ સૈયદ/અમદાવાદ: આજકાલ રાજ્યમાં ઓનલાઈન છેતરપીંડીના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન છેતરપિંડીનો સૌથી મોટો કિસ્સો ગુજરાતમાં નોંધાતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના સેટેલાઈટના વેપારી સાથે રૂપિયા 11 કરોડની ઓનલાઈન છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ ઘટનામાં સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલીસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.

ઓનલાઈન છેતરપિંડીનો ગુજરાતમાં સૌથી મોટો કિસ્સોમાં અમદાવાદના સેટેલાઈટના વેપારીને જુદી જુદી પોલિસીમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચર્યું હોવાની વાત સામે આવી રહી છે.ફ્રોડ કરનારે HDFC ઓફિસના અધિકારીની ઓળખ આપી સેટેલાઈટના વેપારીને છેતર્યો હતો. અલગ – અલગ ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવીને સેટેલાઈટના વેપારીને મોકલીને તેની સાથે છેતરપિંડી આચરી હતી. વેપારીને છેતરવા માટે જુદા – જુદા અધિકારીઓની સહી – સિક્કાનો ઉપયોગ કર્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news