ફી માફી
શિક્ષણ મંત્રી અને વાલી મંડળની ગાંધીનગરમાં મળશે બેઠક
Education Minister And Vali Mandal Will Meet In Gandhinagar
Sep 29, 2020, 04:00 PM ISTશિક્ષણમંત્રી અને વાલી મંડળની બેઠક અંગે અસમંજસ
Confusion Over The Meeting Of Education Minister And Vali Mandal
Sep 29, 2020, 03:55 PM ISTમેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા
મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.
Aug 11, 2020, 11:18 AM ISTગુજરાત શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને ઉતાવળીયો નિર્ણય ગણાવ્યો છે. જોકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સરકારે રાજ્યના જુદા જુદા મંડળો સાથે વાત કરીને સંપૂર્ણ ફી ના લેવા અંગેના નિર્ણય પર વિચારવાની જરૂર હતી. ‘ફી નહિ તો શિક્ષણ નહીં...’ કહેનાર સંચાલકો બિનઅનુભવી સાબિત થયા છે.
Jul 23, 2020, 12:44 PM ISTજિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત
અમદાવાદની ખાનગી શાળાઓની ફી માફ કરવાની માગ સાથે NSUIએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી માગી રહી છે. જેને લઇ NSUI દ્વારા 6 મહિનાની ફી માફ કરવા માગ કરાઈ હતી. આ ઘટનાને પગલે DEO કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીઇઓ કચેરી ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.
Jul 4, 2020, 04:13 PM ISTફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી
કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના વાલીઓ ફી માફી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેમ છતાં સ્કૂલ સંચાલકો ટસના મસ થતા નથી. આવામાં અરવલ્લીના બાયડની લઘુમતી શાળાએ મોટો નિર્ણય લીધો છે. ધોરણ ૯ થી ૧૧ના વિદ્યાર્થીઓની ફી માફ કરાઈ છે. સમીર એજ્યુકેશન ટ્રસ્ટની સારસ્વત હાઈસ્કૂલ દ્વારા આ નિર્ણય કરાયો છે. કોરોનાને લઇ મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ મિર્ઝા દ્વારા આ ઉમદા નિર્ણંય લેવાયો છે. જે મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની આખા વર્ષની ફી નહિ લેવામાં આવે. અરવલ્લીની જનતાએ પણ હાઈસ્કૂલના નિર્ણંયને વધાવ્યો છે.
Jul 2, 2020, 02:09 PM IST