બલ્લભગઢ
નીકિતા હત્યા કેસ: મહાપંચાયત બાદ ભારે હંગામો, નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો
નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે આ કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી.
Nov 1, 2020, 01:32 PM ISTઅત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત
બલ્લભગઢ (Ballabhgarh) ના નીકિતા હત્યાકાંડ (Nikita Murder Case) ના આરોપી તૌસીફે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેણે વેબ સિરીઝ 'મિર્ઝાપુર' જોયા બાદ જ નીકિતાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આ સીરિઝમાં મુન્નાભૈયા (દિવ્યેન્દુ શર્મા) પણ એકતરફી પ્રેમમાં એક યુવતી સ્વીટી (શ્રેયા પિલગાંવકર)ને ગોળી મારી દે છે અને ત્યારબાદ તેનું મોત થઈ જાય છે.
Nov 1, 2020, 06:31 AM ISTનીકિતા હત્યાકાંડ: આરોપી તૌસીફ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પરિવારે આપ્યું આ નિવેદન
નિકિતા તોમર હત્યાકાંડ (Nikita Tomar murder case) માં પોલીસે હત્યામાં ઉપયોગમાં લીધેલા ગેરકાયદેસર પિસ્તોલ જપ્ત કરી છે. તૌસીફ અને રેહાન જે I-20 કારથી નીકિતાની હત્યા કરવા પહોંચ્યા હતા તે દિલ્હીના કોઈ વ્યક્તિના નામ પર રજિસ્ટર્ડ છે. આ વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે અને કાર પણ જપ્ત કરી લેવાઈ છે. આ બધા વચ્ચે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે તૌસીફે ગેરકાયદેસર રીતે મેળવેલી પિસ્તોલથી નીકિતાની ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી તૌસીફનો ફોન પોલીસને હજુ મળ્યો નથી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીએ ફોન તોડીને ક્યાંક ફેકી દીધો છે.
Oct 28, 2020, 03:01 PM ISTનીકિતાના પરિજનોનો આરોપ, ખુબ વગદાર છે તૌસીફનો પરિવાર, સોનિયા ગાંધી સુધી છે પહોંચ
હરિયાણાના બલ્લભગઢમાં લવ જેહાદનો ભોગ બનેલી દીકરી નીકિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. મેવાત વિસ્તારમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને મચેલા હોબાળા વચ્ચે પરિવારજનોએ ભગ્ન હ્રદયે દીકરીને અંતિમ વિદાય આપી.
Oct 28, 2020, 08:38 AM ISTVIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ
પોલીસે આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપી તૌફીકની ધરપકડ કરી લીધી છે.
Oct 27, 2020, 12:38 PM IST