નીકિતા હત્યા કેસ: મહાપંચાયત બાદ ભારે હંગામો, નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો

નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે આ કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી. 

નીકિતા હત્યા કેસ: મહાપંચાયત બાદ ભારે હંગામો, નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો

ફરીદાબાદ: હરિયાણા (Hariyana) ના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢમાં વિદ્યાર્થીની નીકિતાની હત્યા કેસમાં આજે મહાંપંચાયત બેઠી હતી. જો કે ત્યારબાદ ભારે બબાલ થઈ. મહાપંચાયતમાં આવેલા લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માગણી લઈને હોબાળો શરૂ કરી દીધો. આ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વેરવિખેર કરી નાખી. 

A 'mahapanchayat' was called by people of 36 communities in Ballabhgarh today over the murder of the woman. pic.twitter.com/ydjrxAEXP0

— ANI (@ANI) November 1, 2020

નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે આ કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી. 

અત્રે જણાવવાનું કે 4 દિવસ પહેલા મેવાતથી કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ અહેમદના ભત્રીજા તૌસીફે તેના સાથી રેહાન સાથે મળીને કોલેજમાં પરીક્ષા આપીને  બહાર નીકળી રહેલી નીકિતા તોમરનું કારમાં અપહરણ કરવાની કોશિશ કરી હતી. જ્યારે તે નિષ્ફળ ગયો તો તેણે તમંચો કાઢીને નીકિતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં નીકિતાનું મોત થઈ ગયું. 

પોલીસે તૌસીફ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. નીકિતાના પરિવારનું કહેવું છે કે તૌસીફ બાહુબળનો ઉપયોગ કરીને ઘણા સમયથી તેમની પુત્રીને હેરાન કરતો હતો. તેણે પહેલા પણ અપહરણ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પરિવારે ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તૌસીફના પરિવારે માફી માંગી લેતા ફરિયાદ પાછી ખેંચી હતી. 

આ કેસમાં આજે સર્વસમાજ મહાપંચાયતનું આયોજન કરાયું હતું. બલ્લભગઢના દશેરા મેદાનમાં બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં લવ જેહાદ વિરુદ્ધ આંદોલન પર ચર્ચા થવાની હતી. આ બધા વચ્ચે મહાપંચાયતમાં સામેલ કેટલાક યુવકો રસ્તા પણ આવી ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક પથ્થરમારો થવાથી રસ્તા પર ભાગદોડ મચી અને પોલીસે લાઠીચાર્જ કરીને ઉપદ્રવી યુવકોને ત્યાંથી ભગાડી દીધા. હવે પોલીસ એ વાતની ભાળ મેળવવામાં લાગી છે કે આખરે પથ્થરમારો કરનારા કોણ હતા અને આ ઘટના પાછળ શું ઉદ્દેશ્ય હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news