‘મહા’ વાવાઝોડું હવે ગુજરાતને નહિ પજવે, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

મહા ચક્રવાતે (maha cyclone) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતીઓના શ્વાસ અદ્ધર રાખ્યા હતા. આખરે આ સંકટ ગઈકાલે ટળ્યું હતું. ત્યારે મહા ચક્રવાતને લઈને હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. તો સાથે જ ગુજરાતમાં હવે વરસાદનું વિધ્ન પણ આડે નહિ આવે. ત્યારે ગુજરાતી માટે આ અપડેટ રાહતના સમાચાર બનીને આવ્યા છે.

‘મહા’ વાવાઝોડું હવે ગુજરાતને નહિ પજવે, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

ગૌરવ પટેલ/અમદાવાદ :મહા ચક્રવાતે (maha cyclone) છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતીઓના શ્વાસ અદ્ધર રાખ્યા હતા. આખરે આ સંકટ ગઈકાલે ટળ્યું હતું. ત્યારે મહા ચક્રવાતને લઈને હવામાન ખાતાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. તો સાથે જ ગુજરાતમાં હવે વરસાદનું વિધ્ન પણ આડે નહિ આવે. ત્યારે ગુજરાતી માટે આ અપડેટ રાહતના સમાચાર બનીને આવ્યા છે.

શાકભાજીના ભાવમાં છપ્પરફાડ વધારો, જુઓ માર્કેટમાં કેવા ભાવ વેચાઈ રહી છે...

હવામાન ખાતાએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાથી મહા વાવાઝોડનું સંકટ હવે ટળી ગયું છે. પરંતુ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. બે દિવસ બાદ ગુજરાતમાં વાતાવરણ સામાન્ય બનશે. તો સાથે જ શિયાળાની વિધિવત શરૂઆત પણ 15 નવેમ્બરથી થશે તેવી વાત કરી છે. શરૂઆતના તબક્કે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. 

ઓખામાં 3 નંબરનું સિગ્નલ હટાવાયું
કચ્છમાં ઓખા બંદર પર લગાવાયેલું ૩ નંબરનું સિગ્નલ હવે હટાવી લેવાયું છે. મહા વાવાઝોડાના ટકરાવાની શક્યતા હવે દૂર થતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડે સિગ્નલ હટાવી લીધું છે. તમામ વાવાઝોડા પવન અને વરસાદની શક્યતાઓ પણ ન હોવાથી બંદર પર રાબેતા મુજબ કામગીરી શરૂ થઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news