વિપક્ષના નેતાનો સરકારને સણસણતો સવાલ ‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે અતિવૃષ્‍ટિના કારણે લગભગ સમગ્ર રાજ્‍યમાં લીલા દુષ્‍કાળની સ્‍થિતિ સર્જાયેલ છે અને શિયાળુ પાક (winter crop) નું વાવેતર પણ થઈ શક્યું નથી. હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયેલ છે. આવા સંજોગોમાં સરકારે વીમા કંપનીઓની તરફદારી કરવાના બદલે ખેડૂતોની ચિંતા કરી તેમને થયેલ નુકશાનીનું પૂરેપૂરું વળતર તાત્‍કાલિક ચૂકવવું જોઈએ. જમીન સુધારણા માટે તાત્‍કાલિક સહાય આપવી જોઈએ. તેમણે ઉમેર્યુ કે રાજ્‍યમાં જ્‍યારે પણ કુદરતી આફત સર્જાય છે, ત્‍યારે સરકાર દ્વારા જાહેરાત થાય છે કે, આટલા દિવસોમાં સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવશે. પરંતુ આવી જાહેરાતોની અમલવારી થતી નથી. તેમણે માંગણી કરી કે અસરગ્રસ્‍ત 168 તાલુકાઓ તેમજ અન્‍ય તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વે માટે ટીમો બનાવી સરવેની કામગીરી સત્‍વરે પૂર્ણ થાય અને રાજ્‍યના તમામ અસરગ્રસ્‍ત ખાતેદારોને તાકીદે તેઓના પાક નિષ્‍ફળ જવાના કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, લાઈટ, પાણી, મજુરીનું પૂરેપૂરું વળતર ચૂકવવું અને જમીન ધોવાણ માટે તુંરત જ સહાય ચૂકવવી જોઈએ.

Updated By: Nov 8, 2019, 03:20 PM IST
વિપક્ષના નેતાનો સરકારને સણસણતો સવાલ ‘ખેડૂતોને નુકસાન ચૂકવવાની જાહેરાતો તો થાય છે, પણ અમલવારી થતી નથી’

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માંગ કરી છે. પરેશ ધાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે અતિવૃષ્‍ટિના કારણે લગભગ સમગ્ર રાજ્‍યમાં લીલા દુષ્‍કાળની સ્‍થિતિ સર્જાયેલ છે અને શિયાળુ પાક (winter crop) નું વાવેતર પણ થઈ શક્યું નથી. હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયેલ છે. આવા સંજોગોમાં સરકારે વીમા કંપનીઓની તરફદારી કરવાના બદલે ખેડૂતોની ચિંતા કરી તેમને થયેલ નુકશાનીનું પૂરેપૂરું વળતર તાત્‍કાલિક ચૂકવવું જોઈએ. જમીન સુધારણા માટે તાત્‍કાલિક સહાય આપવી જોઈએ. તેમણે ઉમેર્યુ કે રાજ્‍યમાં જ્‍યારે પણ કુદરતી આફત સર્જાય છે, ત્‍યારે સરકાર દ્વારા જાહેરાત થાય છે કે, આટલા દિવસોમાં સર્વે કરાવી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવામાં આવશે. પરંતુ આવી જાહેરાતોની અમલવારી થતી નથી. તેમણે માંગણી કરી કે અસરગ્રસ્‍ત 168 તાલુકાઓ તેમજ અન્‍ય તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વે માટે ટીમો બનાવી સરવેની કામગીરી સત્‍વરે પૂર્ણ થાય અને રાજ્‍યના તમામ અસરગ્રસ્‍ત ખાતેદારોને તાકીદે તેઓના પાક નિષ્‍ફળ જવાના કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, લાઈટ, પાણી, મજુરીનું પૂરેપૂરું વળતર ચૂકવવું અને જમીન ધોવાણ માટે તુંરત જ સહાય ચૂકવવી જોઈએ.

રપ૦% કરતાં વધુ વરસાદ થયેલ હોય તેવા ૩ તાલુકાઓ :
કવાંટ, છોટાઉદેપુર, અંકલેશ્વર

ર૦૦થી રપ૦% વરસાદ થયેલ હોય તેવા ૧૯ તાલુકાઓ :
અબડાસા, નખત્રાણા, ચુડા, ધ્રાંગધ્રા, લોધીકા, મોરબી, ટંકારા, વાંકાનેર, ધ્રોલ, જોડીયા, વિસાવદર, રાજકોટ, બોટાદ, ગઢડા, હાંસોટ, વાલીયા, નેત્રંગ, માંગરોળ (સુરત), ઉમરપાડા.

૧૪૦થી ર૦૦% વરસાદ થયેલ હોય તેવા  ૮૬ તાલુકાઓ :
અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્‍દ્રા, રાપર, હારીજ, પાટણ, રાધનપુર, ભાભર, સતલાસણા, ઉંઝા, હિંમતનગર, પોશીના, માલપુર, ધંધુકા, મહેમદાવાદ, મહુધા, નડિયાદ, વસો, આણંદ, બોરસદ, ખંભાત, ડભોઈ, વડોદરા, જેતપુર-પાવી, હાલોલ, જાંબુઘોડા, શહેરા, ચોટીલા, લખતર, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, પડધરી, હળવદ, માળીયા-મીયાણા, જામજોધપુર, કાલાવડ, ભાણવડ, કલ્‍યાણપુર, ખંભાળીયા, પોરબંદર, ભેંસાણ, જુનાગઢ, કેશોદ, માળીયા(હાટીના) માણાવદર, મેંદરડા, વંથલી, સુત્રાપાડા, તાલાલા, અમરેલી, બાબરા, બગસરા, ખાંભા, રાજુલા, ઘોઘા, ઉમરાળા, વલ્લભીપુર, બરવાળા, આમોદ, ભરૂચ, વાગરા, દેડીયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા, નિઝર, કુકરમુંડા, ઓલપાડ, ચીખલી, ખેરગામ, વાંસદા, કપરાડા, વાપી, વઘઈ

૧ર૦થી ૧૪૦% વરસાદ થયેલ હોય તેવા ૬૪ તાલુકાઓ :
સમી, સરસ્‍વતી, સિધ્‍ધપુર, દાંતા, દિયોદર, મહેસાણા, વિજાપુર, ખેડબ્રહ્મા,  પ્રાંતિજ, તલોદ, વિજયનગર, બાયડ, ધનસુરા, મેઘરજ, મોડાસા, દહેગામ, કલોલ, બાવળા, ધોળકા, સાણંદ, માતર, પેટલાદ, ઉમરેઠ, કરજણ, સિનોર, વાઘોડીયા, બોડેલી, ગોધરા, કાલોલ, ધાનપુર, ગરબાડા, સંજેલી, દસાડા, વિંછીયા, લાલપુર, દ્વારકા, કુતિયાણા, રાણાવાવ, કોડીનાર, ઉના, ધારી, લીલીયા, સાવરકુંડલા, વડીયા, મહુવા, પાલીતાણા, સિહોર, જંબુસર, સોનગઢ, ઉચ્‍છલ, વાલોડ, વ્‍યારા, ડોલવણ, ચોર્યાસી, મહુવા, માંડવી, પલસાણા, સુરત, ગણદેવી, જલાલપોર, નવસારી, પારડી, ઉમરગામ, વલસાડ.

પરેશ ધાનાણીએ માંગણી કરી છે કે, રાજ્યમાં કુલ 172 તાલુકાઓમાં ત્રણ વખત થયેલ અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તમામ પ્રકારના કઠોળ, મગફળી, કપાસ, ડાંગર વગેરે પાકો નાશ પામ્યા છે અને મગફળીનો પાક મહત્તમ નાશ પામેલ છે. તેમાં પણ જે મગફળીનું થોડું ઘણું ઉત્‍પાદન થયેલ છે તે મગફળી ખૂબ જ હલકી ગુણવત્તાવાળી છે. જેથી ટેકાના ભાવે આવી મગફળી ક્વોલિટીમાં બાંધછોડ કરીને ખરીદ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવા વિનંતી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube