રાજકોટ

કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત

કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) આજે રાજકોટ પહોંચ્યા છે. પાંચ મહિના બાદ સીએમ રૂપાણી રાજકોટ (Rajkot) પધાર્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક શરૂ થઈ છે. વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં છે. મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો (Corona virus) અને મૃત્યુઆંક ચિંતાજનક છે. 

Jul 29, 2020, 11:00 AM IST

કોરોના મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે મુન્નાભાઈ MBBSને ઝડપ્યા

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે બોગસ તબીબને ઝડપી પાડ્યા છે. રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા મનોજ જોટંગિયાને બાતમીના આધારે SOG પોલીસે ઝડપી પડ્યો છે. જ્યારે રેલનગર વિસ્તારમાંથી શૈલેષ સૂચક નામના બોગસ તબીબને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા તેમજ બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Jul 29, 2020, 08:15 AM IST

કોરોના સંક્રમણઃ વિજય રૂપાણી અને નીતિન પટેલ બુધવારે રાજકોટ-વડોદરાની એક દિવસની મુલાકાત લેશે

રાજકોટ અને વડોદરામાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ બંન્ને શહેરની મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરશે. 

Jul 28, 2020, 09:35 PM IST

રાજકોટ: ચાલુ ફરજે તબિયત લથડતા ઘરે નિકળેલા કોન્સ્ટેબલનું બાઇક અથડાતા મોત

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હેટ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ મદ્રેસાણીયાની આજે ચાલુ ફરજે તબિયત બગડી હતી. જેથી તે પોતાનાં ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ચક્કર આવતા બાઇક થાંભલા સાથે અથડાતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેનું મોત નિપજ્યું હતું.

Jul 27, 2020, 05:43 PM IST

Corona: રાજકોટમાં નવા 42, અમરેલીમાં 22 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સંક્રમિતોનો આંકડો 1500ને પાર પહોંચી ગયો છે. 
 

Jul 27, 2020, 03:15 PM IST

ચોમાસુ: ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ, જસદણ અને ગોંડલમાં ધોધમાર

સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. જુનાગઢમાં 10 એમએમ, રાણાવામાં 6 અને ગીર સોમનાથમાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો. 

Jul 26, 2020, 11:04 PM IST

જાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV

વિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડતીની ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીનીઓની જાતિય સત્તામણીને રોકવા યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવેથી યુનિવર્સિટીના અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા મૂકવામાં આવશે. ભવનના વડા સીસીટીવીનું મોનિટરીંગ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો સામે સતત લાગેલા આરોપો બાદ યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.  

Jul 26, 2020, 03:43 PM IST

‘વિજય રૂપાણી મારા માસા છે’ કહીને રાજકોટમાં એક યુવકે યુવતીને બેફામ ગાળો ભાંડી

રાજકોટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવતી સાથે જીભાજોડી કરવાના કેસમાં સીએમ રૂપાણીનું નામ આવ્યું છે. રાજકોટમાં એક યુવતીની સાઈકલને એક યુવકે ટક્કર મારી હતી. જેના બાદ યુવકે દબંગાઈ ઠોકતા કહ્યું કે, મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે. આમ, હાલ રાજકોટનો આ કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢી છે. 

Jul 26, 2020, 03:14 PM IST

રાજકોટ કાકાને ગાડીની બ્રેકના બદલે એક્સલેટર પર પગ મુકી દેતા બાળકીનું મોત

રાજકોટમાં 2 અલગ અલગ સ્થળોએ અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. રાજકોટમાં વિનાયક વાટીકામાં રહેતો પુત્ર દર્શન પરમાર (ઉ.વ 17) સવારે માધાપર ચોકરી પાસે તેના પિતા રાજેશ પરમારને મુકવા માટે આવ્યો હતો. તે સમયે ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા પિતાની નજર સામે જ પુત્ર દર્શનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ કુંકાવાના બાટવા દેવાળીમાં કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા સામેથી આવી રહેલી 5 વર્ષની ભત્રીજી કચડાઇ ગઇ હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Jul 25, 2020, 07:06 PM IST

સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, પરીક્ષા બાદ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે ટ્રીટમેન્ટ માટે 1 લાખની સહાય કરાશે

રાજકોટ-કોરોના વાયરસ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષાઓ શરૂ થઈ છે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરકાર અને UGC ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરીને એન્ટ્રી અપાશે. માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. એક પરીક્ષા ખંડમાં 50 ટકા એટલે કે 15 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથી દવાઓ આપવામાં આવશે. 

Jul 25, 2020, 01:03 PM IST

Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય

સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 

Jul 23, 2020, 12:53 PM IST

કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 

Jul 22, 2020, 03:16 PM IST

રાજકોટ ડેરીની 14 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર, 450 જેટલા મતદારો મતદાન કરશે

રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓની એક બાદ એક તારીખ જાહેર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી) ની 14 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 28 ઓગસ્ટના રોજ રાજકોટ અને મોરબી જિલ્લાની મળી કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં આશરે 450 જેટલા મતદારો મતદાન કરશે. આ ચૂંટણી અધિકારી પદે ધોરાજીના પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડેરીની વર્તમાન ચૂંટાયેલી બોડીની 15 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર્ણ થઇ રહી છે અને જેમાં હાલના સમયે ગોવિંદ રાણપરીયા જૂથનું શાસન છે. 

Jul 22, 2020, 12:00 PM IST

રાજકોટ રેલવેમાં પહોંચ્યો કોરોના, હેડ ટ્રેન ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી વડાને કોરોના પોઝિટિવ બાદ રેલવે વિભાગમાં પણ કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટ રેલવેના ઓપરેટિંગ વિભાગમાં કામ કરતા હેડ ટ્રેન ક્લાર્કનો કોરોના રિપોર્ટ સોમવારના રોજ પોઝિટિવ જાહેર થતા રેલવે વિભાગમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યાં કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ કર્મીને ક્વોરેન્ટાઇન કરવા મુદ્દે વિવાદ સર્જાયો છે.

Jul 22, 2020, 07:47 AM IST

રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રેક્ટિસ કરતા ઉંટ વૈદ્યને SOG એ ઝડપી પાડ્યો

* રાજકોટમાં થી વધુ એક મુન્નાભાઈ MBBS ની ધરપકડ 
* SOG પોલીસે બદ્રી નામના બોગસ તબીબની કરી ધરપકડ 
* પોલીસે બોગસ તબીબની પાસેથી એલોપેથી દવાનો જથ્થો કર્યો કબજે

Jul 21, 2020, 11:23 PM IST

રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી

રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

Jul 21, 2020, 04:42 PM IST

રાખડીમાં નવો ટ્રેન્ડ, પીઝા, બર્ગર, મિક્સ મિઠાઈ, ઢોસા જેવી ફૂડ રાખી બની આકર્ષણનું કેન્દ્ર

કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન ઇમિટેશનની માર્કેટમાં મંદીનો માહોલ છે. તેવામાં કારીગરો પોતાની આગવી કલા મુજબ બાળકોના પ્રિય ફૂડની રાખી તૈયાર કરી રાજકોટની જનતાને કંઈક નવું આપવા પ્રયત્ન કરેલ છે.

Jul 20, 2020, 03:14 PM IST

રાજકોટઃ નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવતા સ્થાનિકોનો વિરોધ

શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીં સ્થાનિકો આ કોવિડ સેન્ટરને લઈને વિરોધ કરી રહ્યાં છે. 

Jul 20, 2020, 11:26 AM IST

રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડા ડોક્ટર પણ આવ્યા કોરોના પોઝિટિવ

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Jul 19, 2020, 11:54 PM IST

રાજ્યમાં 3 ટાઉન પ્લાનિંગ સ્કીમને મળી મંજૂરી, રાજકોટની 1 અને અમદાવાદની 2

રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ર૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી મળતા સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ર૧ હજાર ૩ર૪ ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે. 

Jul 19, 2020, 02:24 PM IST