લોકડાઉનનો 39મો દિવસ News

સુરતથી નીકળેલા યુપી-બિહારના પરપ્રાંતિયો રસ્તામાં અનેક સ્થળોએ અટવાયા
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતીયોને જવાની છૂટછાટ આપવામાં આવી ત્યારથી તેઓ પોતાના વતન જવા તત્પર બન્યા છે. પણ તેઓને વિવિધ પોતાના વતનમાં પહોંચવા માટે વિવિધ પ્રોસેસનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતથી વતન જવા નીકળેલા પરપ્રાંતયો (migrants) આજે વડોદરામા અટવાયા હતા. પોલીસ દ્વારા દરજીપુરા મેદાનમાં વાહનો રોકી દેવામા આવ્યા હતા. પાસ પરમીટ હોવા છતા વડોદરા પોલીસે રોકતા પરપ્રાંતીઓ રોષે ભરાયા હતા. પરપ્રાંતિયોની બસો અને ટ્રકો વડોદરા રોકવામા આવી હતી. યુપી બિહાર તરફ જવા નીકળેલા પરપ્રાંતિયો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ અકળાયેલા પરપ્રાંતિયો હાઈવે પર આવી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સોશિયલ મીડિયા માં વિડીયો વાઇરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું.
May 2,2020, 17:00 PM IST
અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત, આજે સુરત-અમદાવાદથી ટ્રેન
લોકડાઉન લાગ્યા બાદ દરેક રાજ્યમાં પરપ્રાંતીયોને કેન્દ્ર સરકારે રાહત આપતા સમાચાર આપ્યા હતા. તેઓને પોતાના વતન જવાની છૂટ આવી હતી. આ માટે જે તે રાજ્યોને વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું હતું. ત્યારે આખરે ગુજરાતમાંથી પરપ્રાંતીયોને લઈ જવા માટે ટ્રેન નીકળવાની છે. બે દિવસમા મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ જવા માટે આરજી કરી હતી. ત્યારે સુરત અને અમદાવાદ સ્ટેશન પરથી આજે ટ્રેનો દોડાવાની છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આજે સુરતથી એક ટ્રેન ઓરિસ્સા જઈ રહી છે. તો અમદાવાદથી 2 ટ્રેન ઉત્તરપ્રદેશ જઈ રહી છે. પરપ્રાંતીય મજૂરો માટે 1077 નંબર પર કોલ કરવાનો રહેશે. 1077 પર કોલ કરી તેઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
May 2,2020, 15:10 PM IST
લોકડાઉનના ધજ્જિયા ઉડાવતી રાજકોટની સરકારી સ્કૂલ, 100 વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લેવા બો
એક તરફથી રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉન (Lockdown Extended)ની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે 3 મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન હવે 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગઈકાલે જ રાજકોટ (rajkot) ને ઓરેન્જ ઝોનમાં સમાવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના આ સમયગાળા દરમિયાન ભારતભરમાં વિમાનીસેવા, રેલ સેવા, મેટ્રો સેવા, શાળા-સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી, મલ્ટિપ્લેક્સ મોલ, સિનેમા, નાટ્યગૃહ તમામ બંધ રહેશે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના પારડી ગામે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા lockdown નો ભંગ કરવામાં આવ્યો હતો. ધોરણ એક થી આઠના 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા શાળાએ બોલાવવામાં આવ્યા હતા.
May 2,2020, 12:29 PM IST
અમદાવાદ-ગાંધીનગરમાં કોરોના વોરિયર્સના સન્માનમાં Air Forceની ફ્લાયપાસ્ટની તૈયારી શરૂ
કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યાં એરફોર્સના હેલિકોપ્ટરે દ્વારા આવતીકાલે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્રણેય પાંખના વડા દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે, આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન કોરોના યોદ્ધાઓનું પુષ્પ વર્ષાથી અભિવાદન અને સન્માન કરાશે. 
May 2,2020, 12:17 PM IST
સુરત જિલ્લા પોલીસનું પરપ્રાંતીયો માટે બેજવાબદાર વર્તન, ‘બે દિવસ છે.. સુરતથી જતા રહો.
May 2,2020, 10:28 AM IST
5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી
May 2,2020, 9:27 AM IST

Trending news