વાયુ વાવાઝોડું

ખેતી નિષ્ફળ જતા પોરબંદરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, પાક વીમાની કરી માંગ

મેઘરાજાએ રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારી મેઘ મહેર કરી છે. પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતીત બન્યા છે. તો જિલ્લાના બરડા પંથકના હજારો ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા નિષ્ફળ નિવડ્યો છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક પાક વીમા અંગેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાક વિમાની રકમ ચૂકવાય તે અંગેની માંગ સાથે ખેડૂતો જિલ્લા ખેતીવાડીની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

Jul 23, 2019, 08:50 AM IST
Samachar Gujarat 26062019 PT23M17S

સમાચાર ગુજરાત: જાણો ગુજરાતના ખૂણે ખૂણેથી સમાચાર

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજ અંગે વીજ કંપની દ્વારા ખુલાશો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીજ કંપનીઓ દ્વારા દોઢ ટનનું એસી 10,000માં આપવાના ફેલાયેલા મેસેજ અંગે વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓની આવી કોઈ યોજના ન હોવાની ખુલાસો કર્યો છે.

Jun 26, 2019, 11:00 AM IST
SPEED NEWS MORNING 20062019 PT13M50S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી.

Jun 20, 2019, 08:30 AM IST
Samachar Gujarat 19062019 PT23M35S

સમાચાર ગુજરાત: જાણો ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થતાની સાથે જ તંત્રની પોલ ખુલી છે. અનેક જગ્યાએ રોડ બેસી ગયાના બનાવો બન્યા છે, તો કેટલીક જગ્યાએ પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને રસ્તા પર ખોદકામ કરી અધૂરા મૂકવામાં આવ્યા છે. તો પ્રથમ વરસાદથી જ અનેક રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા. ગઈકાલે મોડી સાંજે વરસી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાથે જ રસ્તા અને સોસાયટીઓના રહીશો પરેશાન થયા હતા. સંખ્યાબંધ વાહનો પાણીમાં બંધ પડી જતાં અધવચ્ચે લોકો અટવાયા હતા, જેને કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Jun 19, 2019, 10:30 AM IST
MeT dept. Gives Information About Rain PT6M1S

વાયુ વાવાઝોડું ધીમે ધીમે પડ્યું નબળું: હવામાન વિભાગ

રાજ્યમાં હજુ 24 કલાક વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ચોમાસાના વરસાદની સાનુકુળ સ્થિતિ ઉભી થઈ છે.

Jun 18, 2019, 05:10 PM IST
Air Stroms in Kutch Disrupted Avoid the Danger rain Forecast PT3M25S

વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું, પવન સાથે વરસાદની આગાહી

ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે.

Jun 18, 2019, 11:10 AM IST
Samachar Gujarat 18062019 PT9M17S

સમાચાર ગુજરાત: જાણો ગુજરાતના ખૂણે ખૂણેથી સમાચાર

અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ ગુજરાતનું આરટીઓ તંત્ર મોડે મોડે જાગ્યું છે. આ ઘટનાને પગલે આરટીઓ પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઈવ હાથ ધરી છે અને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ આરટીઓ પોલીસ વિવિધ વિસ્તારોમાં તૈનાત થઈને સ્કૂલ વાન અને રીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ ભરવામાં આવી રહ્યા છે તેનું ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ, ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સ્કૂલ વાનના ચોંકાવનારા દ્રશ્યો કેદ થયાં હતા.

Jun 18, 2019, 10:00 AM IST
Rain in Ahmedabad PT8M

જુઓ અમદાવાદનાં કયા વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. પ્રહલાદનગર, એસજી હાઈવે વગેરે વિસ્તારોમાં વરસાદ. જ્યારે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાયો.

Jun 17, 2019, 06:05 PM IST

‘વાયુ’ વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોને મળી મોટી ખુશી, ખાસ મુહૂર્તમાં કરી શક્યા વાવણી

વેરાવળ સહિતના પંથકમાં વિદાય લેતા વાયુ વાવાઝોડાએ ખેડૂતોને જળ પ્રસાદ આપ્યો હોય તેમ 24 કલાકમાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડામાં અનઘારાર વરસાદ વરસાવ્યો હતો. હતો. સોરઠને વાયુ વાવાઝોડાએ પહેલા તો ઘમરોળ્યું, ડરાવ્યું પછી અનરાઘાર વરસાદ વરસાવી ખુશખુશાલ કરી દીધા છે. પવનદેવે વેરેલા વિનાશનો વરૂણદેવએ મન મૂકીને વરસી નુકસાન ભરપાઇ કરી દીઘું હોય તેમ સારા અને વાવણી લાયક વરસાદથી જગતના તાત એવા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ખાસ કરીને વર્ષો બાદ ભીમ અગિયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં હરખની હેલી સર્જાઇ હતી.

Jun 17, 2019, 11:41 AM IST
SPEED NEWS MORNING 17062019 PT25M41S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. જેને કારણે તંત્ર એલર્ટ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે. તો બીજી તરફ, વાયુને પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

Jun 17, 2019, 09:25 AM IST

'વાયુ'નો યુ ટર્ન, વાવાઝોડાને લઈને આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો

વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.. 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે. 

Jun 16, 2019, 06:35 PM IST

મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી. 

Jun 16, 2019, 02:42 PM IST

વાયુ વાવાઝોડુ ફંટાયા બાદ રાજ્યના હવામાનમાં પલટો, 29 તાલુકાઓમાં વરસાદ

હવામાન ખાતાએ છેલ્લા 12 કલાકોમાં વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડવા છતાં તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકતા કહ્યું છે કે વાયુની દિશા શનિવારે ગુજરાતના કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન ખાતાએ વાયુ વાવાઝોડું 17 જૂન સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન કર્યું છે.

Jun 15, 2019, 11:58 PM IST

BRAKING NEWS: ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પર સંકટ વધ્યું

અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે.

Jun 14, 2019, 09:32 PM IST

CMની 2.75 લાખ લોકો માટે સહાયની જાહેરાત, કહ્યું- આવતીકાલથી બધુ જ રાબેતા મજુબ શરૂ

ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં વાયુ વાવાઝોડું ફંટાયા બાદની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.

Jun 14, 2019, 12:31 PM IST

‘વાયુ’ની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર

વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Jun 14, 2019, 10:20 AM IST
JEE Advanced Effect: Past 24 hours rain statistics PT2M24S

ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની દિશા બદલતા હવે તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતના 57 તાલુકામાં પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

Jun 14, 2019, 10:00 AM IST
Cyclone Effect: GTU Today Exam cancel PT1M57S

GTUની આજની પરીક્ષાઓ રદ, નવી પરીક્ષાની જાહેરાત કરાશે

જીટીયુની હાલ સમર સેમેસ્ટર પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આ પરીક્ષાઓમાં ફરી એકવારવિક્ષેપ ઉભો થયો છે. સૌરાષ્ટ્રના દસ જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાની ભયંકર અસરને લઈને જીટીયુ દ્વારા ૧૨મી અને ૧૩મીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવામાં આવી હતી હવે ફરી એકવાર વાવાઝોડાના પગલે 14 જુનની પણ પરીક્ષા રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

Jun 14, 2019, 09:45 AM IST
Smachar Gujarat 14062019 PT17M46S

ઝી 24 કલાક: સમાચાર ગુજરાત

વાયુ વાવાઝોડાનુ સંકટ ભલે ગુજરાત પરથી દુર થયુ હોય પરંતુ તેની અસરની શક્યતાના પગલે સતત વહીવટી વિભાગ જોખમી સેવા અને વિભાગીય સેવા બંધ કરી રહ્યા છે. કંડલા,ભુજથી હવાઇ સેવા અને મુંબઇ જતી રેલ્વે સેવા બંધ કર્યા બાદ આજે નવો નિર્ણય ન આવે ત્યા સુધી કચ્છમાં તમામ એસ.ટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

Jun 14, 2019, 09:35 AM IST

જુઓ LIVE રૂટ: વિનાશકારી 'વાયુ' વાવાઝોડું આખરે ગુજરાતથી દૂર...

ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહેલા વાવાઝોડા વાયુએ અચાનક જ ગુરુવારે સવારે પોતાની દિશા બદલી. તે સમયે વાયુ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. વાયુ વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ ગયું. જો કે આમ છતાં તેની અસર ગુજરાતના  કાંઠા વિસ્તારો પર પડશે. 3 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. પરંતુ વાયુ વાવાઝોડું ગુજરાતને ટકરાશે નહિ, પણ તેની અસર જોવા મળશે. માત્ર વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં નહિવત કમોસમી વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પાણીમાં ભ્રમણ ચાલુ રાખશે. પરંતુ તટીય વિસ્તારોને હીટ કરવાની શક્યતા નબળતી થઈ નજર આવી રહી છે. ભીષણ ગંભીર ચક્રવાર વાયુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે. તોફાની હવાઓને કારણે નુકશાનની શક્યતાઓ પણ રહેલી છે. હવામાન એક્સપર્ટસ અનુસાર, નબળુ સ્ટીયરિંગ વાતાવરણ ચક્રવાત વાયુના ટ્રેકમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

Jun 13, 2019, 07:10 PM IST