વોટ્સએપ ચેટ

મોતના 6 દિવસ પહેલા સુશાંતે 'આ' ગંભીર મુદ્દે બહેન સાથે કરી હતી વાત, જુઓ વોટ્સએપ ચેટ

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં જ્યાં એકબાજુ લોકો તેની બહેનો અને પરિવારના સભ્યો પર જાતજાતના આરોપ લગાવી રહ્યાં છે ત્યાં સુશાંત અને તેની બહેન પ્રિયંકાની વોટ્સએપ ચેટ કઈક બીજી જ કહાની કહે છે. હવે સુશાંત અને તેની બહેન પ્રિયંકાની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં તેની બહેન પ્રિયંકા મેડિસિનને લઈને સુશાંતની મદદ કરતી જોવા મળી રહી છે. આ ચેટથી સ્પષ્ટ થાય છે કે સુશાંત તેના પરિવારથી જરાય દૂર નહતાં. તે પોતાની દરેક પરેશાની પરિવાર સાથે ડિસ્કસ કરતા હતાં. આ ચેટ સુશાંતના મોતના માત્ર 6 દિવસ પહેલાની છે. 

Sep 1, 2020, 01:59 PM IST

Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં Zee Newsએ મોટો ખુલાસો કર્યો છે. Zee News પાસે સુશાંત સિંહ રાજપૂત અને તેમના મિત્ર કુશલ ઝવેરીની એક્સક્લુઝિવ વોટ્સએપ ચેટ છે. જેનાથી ખબર પડે છે કે સુશાંત મોત પહેલા ડિપ્રેશનમાં નહતો. આ વોટ્સએપ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. 

Aug 17, 2020, 02:05 PM IST

સુશાંત કેસ: આત્મહત્યાના ચાર દિવસ પહેલાની 'વોટ્સએપ ચેટ' સામે આવી, જાણો શું લખ્યું છે?

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી દરેક જણ સ્તબ્ધ છે. સુશાંતના ચાહકો હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. દિવંગત અભિનેતાની મોટી બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) પણ સતત પોતાના ભાઈને યાદ કરીને તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. આ વખતે શ્વેતાએ સુશાંતની યાદમાં જૂના કિસ્સાઓથી ભરેલી એક લાંબી લચક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે બાળપણની વાતો અને તસવીરો મૂકી છે. 

Jul 28, 2020, 09:19 AM IST

લોકોની નજરથી બચાવો તમારી whatsapp Chat, ફિંગર પ્રિન્ટથી કરી શકશો Lock અને UnLock

ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ (whatsapp) પર આપણે રોજ હજારો લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ જો તમે તમારા ચેટને બીજાની નજરથી દૂર રાખવા માંગો છો તો તેના માટે વોટ્સએપ દ્વારા હાલમાં જ એક અપડેટ આપવામાં આવ્યું છે. જેને ફિંગરપ્રિન્ટ (fingerPrint) લોક કહેવાય છે. તે તમને વોટ્સએપ પર તમારી ચેટ (whatsapp Chat) સિક્યોર કરવામાં મદદ કરશે. 

Sep 24, 2019, 02:11 PM IST

MP: એક કલેક્ટરે ડે.કલેક્ટર સાથે કરી આવી વોટ્સએપ ચેટ? સ્ક્રિન શોટ થયો ખુબ વાઈરલ 

મધ્ય પ્રદેશના શહડોલના કલેક્ટર અનુભા શ્રીવાસ્તવ અને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારી વચ્ચેની વોટ્સએપ ચેટનો સ્ક્રિનશોટ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જે મુજબ શહડોલના કલેક્ટર ડે.કલેક્ટરને વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવાનું કહી રહ્યાં છે. આ ચેટ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હતી. આ મામલે ડે.કલેક્ટર પૂજા તિવારીએ ત્રણ દિવસ પહેલા જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જો કે ઝી ન્યૂઝ આ ચેટની પુષ્ટિ કરતું નથી. 

Jan 19, 2019, 10:40 AM IST