શિવજી News

ભક્તિ સંગમ: મોરબીના ભોલેશ્વર મહાદેવ
સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોલેનાથના પ્રગટ્યામાં જીવ માત્રના કલ્યાણનો હેતુ હોય છે અને દરેક શિવ મંદિરની સાથે આવો જ ઈતિહાસ જોવા મળતો હોય છે અહી આપને વાત કરી રહ્યા છીએ મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવા મંદિરની કે જે મંદિર ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ જુનું છે જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ એવું કહેવાય છે કે, પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા અને સૌરાષ્ટ્રમાં તેના પુરાવાઓ પણ ઠેરઠેર મળી રહ્યા છે હાલમાં લોકોને મંદિરને શોભેશ્વર મહાદેવના મંદિરના નામથી જાણે છે તે જગ્યાએ વર્ષો પહેલા વિશાળ જંગલ હતું અને પાંડવો ત્યાં આવ્યા હતા તે સમય ધર્મરાજા યુધ્ધિષ્ઠરને શિવ પૂજા કર્યા પછી જ અન્નજળ લેવાની ટેક હતી જેથી રાફ્ળામાંથી શિવલિગ સ્વયંભુ પ્રગટ થયું હતું એન તે જગ્યાએ પાંડુ પુત્ર અને ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારથી આ મદિર છે અને મંદિરની બાજુના ભાગમાં નાગાબાવાઓનો અખાડાઓ પણ હતો
Aug 29,2019, 10:23 AM IST
ભક્તિ સંગમ: અમદાવાદના નિલકંઠ મહાદેવ
મંદિર 1000 વર્ષ જૂનું છે સ્વયંભૂ શિવલીગ છે હરિદાસ મહારાજ સ્વયંભૂ શિવલીગ ની સ્થાપના કરી મંદિર બનાવ્યું. મંદિરના ગર્ભ ગુહ માં ધોતી પહેરી જ પ્રવેશ આપવામાં આવે છે. આ મંદિર માં અખંડ ધુની છે..જે હરિદાસ મહંત એ પ્રગટાવી હતી. જે આજે પણ ચાલુ છે..મંદિર ના પરિસર માં ડાબી સુંઠના ગણપતિ નું મંદિર આવેલું છે તજ અન્નપુર્ણા માતા નું મંદિર આવેલું છે જે માત્ર રવિવારે જ ખોલવામાં આવે છે. નીલકંઠ મહાદેવ ની દૂધ, પાણી, બીલીપત્ર થી પૂજા કરવામાં આવે છે..અહીં આવનારા ભક્તોની મનોકામના દાદા પુરી કરે છે અને રક ને રાજા બનાવે છે. તે સિવાય આ મંદિર ની ખાસિયત એ છે કે જે મહંત અહીં ગાદી પતિ છે તે આ મંદિર પરિસર માંથી બહાર જઇ શકે નથી તે દેવલોક થાય તો તેમની સમાધિ પણ મંદિર પરિસર માં બનાવા માં.આવે છે. મંદિર માં ગૌશાળા આવેલી છે સંસ્કૃત વિદ્યાલય આવેલું છે જ્યાં બ્રાહ્મણ દીકરાઓ ને વેદ નું જ્ઞાન આપવામાં તેમજ નિરાધાર ને રોટલો અને ઓટલો બને આપવામાં આવે છે.
Aug 29,2019, 10:23 AM IST
ભક્તિ સંગમ: કરો મલ્લિકાઅર્જૂન જ્યોતિર્લિંગના દર્શન
આંધ્રપ્રદેશના કુન્નુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે. તે અનુસાર શિવગણ નંદીએ અહીં તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગનું મહાભારતમાં પણ વર્ણન છે. પાંડવોએ ‘પંચ પાંડવ’ લિંગની સ્થાપ્ના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યાં હતાં. ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતા હતા.
Aug 26,2019, 10:25 AM IST
ભક્તિ સંગમ: અમદાવાદના ગ્યાસપુરમાં આવેલા સોમનાથ મહાદેવ
અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલુ છે અતિ પ્રચીન અને પોરાણિક મહાદેવનું મદિર જે ઓળખાય છે સોમનાથ મહાદેવ ના નામ થી આ મદિર સાથે જોડાયેલો છે અનોખો ઈતિહાસ જેમાં આજ થી 1000 હજાર વર્ષ પહેલા અહી જૂની શાહવાડી ગામ આવેલું હતું જ્યાં માલધારી લોકો પોતાની ગયો ચરાવવા માટે આવતા હતા ત્યારે આ સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવની પૂજા કરતા હતા વણઝારા સમાજ ના લોકો અહી ગાયના દૂધ અને પાણી નો મહાદેવને અભિષેક કરતા હતા અને તે અભિષેક કરેલા પાણી દુધને જેના શરીર પર કોડ હોય તેના પર લગાવતા અને તેનાથી કોડ શરીર પરથી દુર થતા હતા ...સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભાવી ભક્તો ની વહેલી સવારથી જ ભીડ જોવા લોકો લાંબી લાઈન માં ઉભા રહી ભોળા નાથના મનોહર રૂપના દર્શન કરે છે આ મદિર માં દર સોમવારે સાજે ભગવાનને વિવિધ ફૂલોના શણગાર કરવામાં આવે છે મદિર માં હવન કુંડ આવેલા છે તેમજ મદિર દ્વારા ગોશાળા આવેલી છે જેમાં 40 ગાયો છે જેના દુધનો ભગવાનને અભિષેક કરવામાં આવે છે.
Aug 21,2019, 9:53 AM IST
ભક્તિ સંગમ: પોરબંદરના લંકેશ્વર મહાદેવ દૂર કરે છે ભક્તોના કષ્ટ
પોરબંદરમાં આવેલા પ્રાચિન લંકેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. અને એવુ પણ કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવના મંદિરે સાત નારીયળ અને ચુંદડી ચડાવી કોઈ પણ મનોકામના કરવામાં આવે તો લંકેશ્વર મહાદેવ તેમની મનોકામના જરુરુથી પૂર્ણ કરે છે. તો દુધેશ્વર મહાદેવનો પણ દુધ ચડાવી કોઈ પૂજા અર્ચના કરાતા તેઓની મનોકામના પૂર્ણ થાય છે તેથી શિવભક્તો સવારથી જ અહી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. તો એવુ પણ કહેવાય છે કે,સ્વામી વિવેકાનંદ જ્યારે પોરબંદરમાં આવ્યા હતા ત્યારે તેઓએ આ મંદિરના દર્શન કર્યા હોવાનો ઉલેખ્ખ પણ ઈતિહાસમાં જોવા મળે છે. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો લંકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ઘન્યતા અનુભવી રહ્યા હોવાનુ જણાવી રહ્યા છે.
Aug 14,2019, 9:25 AM IST

Trending news