સુશાંતસિંહ રાજપૂત

આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી

અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે

Oct 14, 2020, 08:26 AM IST

રિયા ચક્રવર્તીના ઊંચા ઊંચા શેખચીલ્લી સપનાનો આ વીડિયો જોઈને તમને ગુસ્સો આવી જશે

રિયાનો આ વાયરલ વીડિયો એક ઈન્ટરવ્યૂનો છે. જેમાં તેને પૂછવામાં આવે છે કે, તે પોતાની લાઈફમાં શું શું કરવા માંગે છે. તેના પર રિયા કહે છે કે, તે આઈલેન્ડ, પ્રાઈવેટ જેટ અને હોટલી જેવી ચીજો ખરીદવા માંગે છે

Aug 13, 2020, 10:33 AM IST

Sushant Suicide Case: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ પર નોંધાયો મની લોન્ડ્રિંગનો કેસ

હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Suicide Case) ના મોતના મામલામાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી વધુ ઘેરાતા જઈ રહ્યાં છે. હવે ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તીની વિરુદ્ધ મની લોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. તો #SushantSinghRajputના મોતના મામલા પર કેન્દ્રીય મંત્રી આરવી પાસવાને કહ્યું કે, આ મામલામાં બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની વચ્ચે વાત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી કોઈ એફઆઈઆર દાખલ ન થવાને કારણે રાજ્યોની વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. ચિરાગ પાસવાને મહારાષ્ટ્ર સીએમ ઠાકરે સાથે વાત કરી હતી કે, સીબીઆઈ તપાસ હોવી જોઈએ. તમામ રાજનીતિક નેતા આ મામલે માંગ કરી રહ્યાં છે કે, સીબીઆઈને કેસ સોંપવો જોઈએ. 

Jul 31, 2020, 05:22 PM IST

Sushant Suicide Case: અચાનક ગાયબ થયા રિયા અને તેનો ભાઈ, ફોન પણ બંધ

સુશાંત સિંહ રાજપૂતની મોતનો મામલો વધુ પેચીદો થઈ રહ્યો છે. બિહાર પોલીસ સતત રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક (Shovik) નો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનાથી સંપર્ક થઈ રહ્યો નથી. પોલીસની પાસે હાલના દસ્તાવેજમાં શોવિકનો એડ્રેસ છે, આ એડ્રેસ પર ZEE NEWS ના રિપોર્ટર આ એડ્રેસ પર પહોંચ્યા હતા, ત્યારે શોવિક સાથે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Jul 31, 2020, 01:52 PM IST

EXCLUSIVE: સામે આવ્યું સુશાંતના બેંક ડિટેઈલનું સત્ય, કરોડોનો વહેવાર થયો હતો

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડ મામલામાં નોંધાયેલી એફઆઈઆર બાદ તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસની એક ટીમે સુશાંત સિંહના ડોક્ટર કેસરી ચાવડાનું નિવેદન લીધું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, નવેમ્બર, 2019 થી તેઓ સુશાંતની સારવાર કરી રહ્યાં હતા. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી સુશાંતે ન તો દવા રેગ્યુલર લીધી હતી, પરંતુ ડોક્ટરની સલાહને પણ અવગણી હતી. તો, બિહાર પોલીસે બેંકથી સુશાંત સિંહના એકાઉન્ટ ડિટેઈલની માહિતી મેળવી છે. જેમાં તેના રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે. 

Jul 31, 2020, 12:40 PM IST

Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલામાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝી મીડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછપરછ દરમિયાન આ સ્પષ્ટ કર્યું છે કે, આત્મહત્યાની આગલી રાતે સુશાંતના ઘર પર કોઈ પાર્ટી થઈ ન હતી. સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે, 13 જૂનની રાત્રે ડિનર બાદ સુશાંત પોતાના બેડરૂમમાં જ હતા. 14 જૂનના રોજ સુશાંત રોજની જેમ સવારે વહેલી ઉઠી ગયા હતા. તે રાત્રે 9 વાગ્યે ક્યાંક બહાર ગયા હતા અને ન તો ઘરમાં કોઈ પાર્ટી થઈ હતી. 

Jul 31, 2020, 10:52 AM IST

Entertainment News: સુશાંતની યાદમાં રિયા ચક્રવર્તીએ કર્યું આ કામ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડથી દરેક જણ આઘાતમાં છે. આજથી બરાબર એક મહિના પહેલા સુશાંતે મુંબઈ (Mumbai) ના બાન્દ્રા ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને સતત પોસ્ટ થઈ રહી છે. કોઈ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે હવે સુશાંત આપણી વચ્ચે નથી. માત્ર 34 વર્ષની ઉંમરમાં સુશાંતનું આત્મહત્યા કરી લેવું દરેક જણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આખરે તેણે આવું અંતિમ પગલું કેમ લીધુ. મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. 

Jul 14, 2020, 10:04 AM IST

સુશાંતસિંહની એક્ટ્રેસે છોડ્યું મુંબઈ, જતા જતા લખી અત્યંત ભાવુક પોસ્ટ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનથી બોલિવુડમાં દરેક કોઈ શોકમાં છે. સુશાંતના નિધનના 18 દિવસ બાદ પણ તેના ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તે આપણી વચ્ચે રહ્યો નથી. સુશાંતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું તેઓએ કેમ કર્યું તેનો ખુલાસો કર્યો નથી. પણ તેઓ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. મુંબઈ પોલીસ હજી આ મામલાની તપાસ કરી રહ્યાં છે. 

Jul 2, 2020, 11:56 AM IST

Salman Khanને શેર કર્યો આ VIDEO અને PHOTO, રોષે ભરાયા Sushantના ફેન્સ

બોલિવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) પાછલા કેટલાક દિવસથી સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જૂથવાદ અને પરિવારવાદને લઇ ચર્ચામાં છે. સતત લોકો સલમાન પર સવાલો ઉઠાવી રહ્યાં છે. પરંતુ સલમાન ખાને કોઈને જવાબ આપ્યો નહીં. ત્યારે હવે રોષે ભરાયેલા સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput)ના ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સલમાન ખાને (Salman Khan) એક વીડિયો અને એક ફોટો શેર કર્યો. હવે સલમાનની સોશિયલ મીડિયા પર ઘણી ટીક્કા થઈ રહી છે.

Jun 27, 2020, 03:44 PM IST

Sushant Singh Rajput ની પરેશાની વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે. 

Jun 18, 2020, 09:28 AM IST

સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, વિલે પાર્લેમાં થયા અંતિમ સંસ્કાર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુશાંત સિંહનો પાર્થિવ દેહ પવનહંસ સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Jun 15, 2020, 04:26 PM IST

અલવિદા સુશાંત: પવનહંસ સ્મશાન ઘાટ પર થશે અંતિમ સંસ્કાર, પિતા અને પરિજનો પહોંચ્યા મુંબઇ

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મનોરંજન જગત અને તેમના પ્રશાંસકો આ દુ:ખદ સમાચાર જાણીને સ્તબ્ધ રહી ગયાં. સુશાંતની આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું જણાવાઈ રહ્યું છે. આ કેસમાં તપાસમાં લાગેલી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. સુશાંત સિંહના પાર્થિવ શરીરના આજે અંતિમ સંસ્કાર થશે.

Jun 15, 2020, 06:35 AM IST

જૂનાગઢમાં ચાલી રહ્યું છે જ્હોન અબ્રાહમની ફિલ્મનું શૂટિંગ, એક ઝલક મેળવવા લોકોની જામી ભીડ

"RAW" એટલે કે "રોમીઓ અકબર વોલ્ટર" ફિલ્મ સ્ટોરી અંગે વાત કરીયે તો ફિલ્મમાં જહોન અબ્રાહમની સાથે સુશાંતસિંહ રાજપૂત અને જેકી શ્રોફ પણ કામ કરી રહ્યો છે.

Jul 23, 2018, 03:41 PM IST