આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી

અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે

Updated By: Oct 14, 2020, 08:26 AM IST
આ એક્ટ્રેસ કરશે એક્ટિંગમાં એન્ટ્રી, એક સમયે થવાની હતી સુશાંતની સાળી

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડેને બધા ઓલખે છે. હવે અંકિતા લોખંડે ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો બની ગઈ છે. સુશાંતના મોત બાદ અંકિતા (Ankita Lokhande) ફરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે તેના ઘરમાંથી એક્ટિંગની દુનિયામાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થવાની છે. ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના માધ્યમથી નામ કમાવી ચૂકેલી અંકિતા લોખંડેની નાની બહેન પણ એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવવા તૈયાર છે. અંકિતાની નાની બહેન અશિતા લોખંડે સોશિયલ મીડિયા ક્વીન છે. હાલમાં જ અશિતા (Ashita lokhande) એ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવીને સનસની મચાવી દીધી છે. 

Ashita 5

અશિતાના લેટેસ્ટ ફોટોશૂટ શેર કરીને અંકિતા લોખંડેએ બહેનના જોરદાર વખાણ કર્યાં છે. અંકિતાએ પોતાની નાની બહેનને કરિયરમાં આગળ વધવા માટે શુભકામનાઓ આપી છે. 

અશિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરીને ખલબલી મચાવી છે. 

Ashita 2

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોશિયલ મીડિયા પર અશિતા એટલી એક્ટિવ રહેતી ન હતી. પરંતુ આજકાલ તેની તસવીર વાયરલ થઈ છે. 

Ashita 11

અશિતા લોખંડેનું આ પહેલીવાર પ્રોફેશનલ ફોટોશૂટ છે. આ ફોટોશૂટમાં અશિતાનો કોન્ફિડન્સ પરફેક્ટ છે. 

Ashita 13

લોખંડે પરિવારમાં બધા અશિતાને જ્યોતિના નામથી બોલાવે છે. ઘરમાં બધા તેને જ્યોતિના નામથી જ બોલાવે છે.