સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સાસુ જે ન કરી શક્યાં તે વહુએ કરી બતાવ્યું, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્લિન સ્વિપ કરી અધ્યક્ષ બન્યા

નગરપાલિકામાં આજે પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરી સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલા શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ઉમેદવારી માટેનાંનવા માપદંડોને કારણે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી. શિતલબેન વિજય બનતા આજે તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે. 

Mar 15, 2021, 06:38 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો અંતિમ તબક્કામાં જોરશોરમાં પ્રચાર પ્રસાર

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન થનાર છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં રેલી યોજીને મત માગ્યા હતા અને સાથે જીત થવાની છે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા જીલ્લા પંચાયતની ૩૬ બેઠક માટે ૯૭ ઉમેદવારો, આઠ તાલુકા પંચાયતની ૧૭૨ બેઠક માટે ૪૫૦ ઉમેદવારો અને ત્રણ નગરપાલિકાની ૬૨ બેઠક માટે ૧૨૨ ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાવવાની છે, ત્યારે આજે સાંજે ૫ વાગે ચુંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે ત્યારે પાચ વાગ્યા બાદ ઉમેદવારો ખાટલા બેઠક યોજશે ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પ્રચારના અંતિમ દિવસ જેને લઈને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો. 

Feb 26, 2021, 05:05 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

  • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
  • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
  • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

AIMIM સાથે હાથ મિલાવનાર છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને અમને કંઈ ન મળ્યું

  • સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, ભાજપ અને કોંગ્રેસથી નારાજ વ્યક્તિઓ માટે અમારા દરવાજા ખુલ્લા છે
  • છોટુ વસાવાએ જણાવ્યું , સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડીશું

Jan 2, 2021, 02:38 PM IST

Breaking : ગુજરાતના રાજકારણમાં ઔવેસીની એન્ટ્રી થશે

ગુજરાતમાં ચૂંટણી લડવા માટે અસુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટીએ વસાવા બંધુઓ સાથે હાથ મિલાવ્યા છે. આવતા મહિને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અસુદ્દીન ઔવેસીની એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen) અને છોટુ વસાવા (chhotu vasava) ની પાર્ટીનું ગઠબંધન થયું છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે મળીને લડશે તેવી જાહેરાત છોટુ વસાવાએ કરી છે. 

Dec 26, 2020, 03:31 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંભવિત કાર્યક્રમ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતી 20મી જાન્યુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (sthanik swarajya election) નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં 20મી જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ જશે. જાન્યુઆરીના અંત સુધીમાં ઉમેદવારી પત્રો ભરાઈ જશે. ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થઈ જશે અને ફેબ્રુઆરીના મધ્યમાં જ ચૂંટણીનું પરિણામ આવી જશે. 

Dec 22, 2020, 08:54 AM IST

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી વહીવટદારોનું 'રાજ' જોવા મળશે

આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થશે. નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી મનપા કમિશનર વહીવટ સંભાળશે. આ શહેરોના મેયર આજથી ઘરે બેસશે. ત્યારે આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતમાં ભાજપની ચિંતન બેઠકનો આજે બીજો દિવસ છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે બેઠકમાં ચિંતન થશે.  

Dec 13, 2020, 12:26 PM IST

નવા સીમાંકનથી ગાંધીનગર તાલુકા પંચાયતનું ચિત્ર બદલાયું, સત્તા પરિવર્તનની જોવાઈ રહી છે રાહ...

ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગામડા અને એક નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો હવે સભ્ય તરીકે નહિ ગણવામાં આવે

Sep 8, 2020, 08:04 AM IST

નવા સીમાંકનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રસ્તો ક્લિયર થયો, વોર્ડ દીઠ બેઠકનો નક્શો બદલાયો

ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો 

Sep 4, 2020, 08:43 AM IST

રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ: રાજભા ઝાલા AAPમાં જોડાશે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી!

રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 

Mar 2, 2020, 12:14 PM IST
Gujarat Congress Local elections PT3M37S

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસે કમર કસી, જુઓ વીડિયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસે કમર કસી, જુઓ વીડિયો

Nov 19, 2019, 11:45 PM IST