ગુજરાતમાં કોંગ્રેસ સાફ પણ આ નેતાઓને પાવર ઉતરતો નથી, કોંગ્રેસને કંઈ ફરક નહીં પડે જેને જવું હોય તે જાય

 Loksabha Election 2024: કોંગ્રેસને ફટકા પર ફટકા પડી રહ્યા છે. એક બાદ એક નેતાઓ જઈ રહ્યા છે. ગુજરાતમાં ગ્રાફ પણ સતત નીચે જઈ રહ્યો છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના તેના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. જિલ્લા અને તાલુકાના ડેલિકેટથી લઈ ધારાસભ્યો અને સાંસદ પણ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. જો કાર્યકરો અને સંગઠનના નેતાઓની ગણતરી કરીએ તો આંકડો ગણી પણ ન શકાય તેટલો છે.

ગુજરાતમાં કોંગ્રેસ સાફ પણ આ નેતાઓને પાવર ઉતરતો નથી, કોંગ્રેસને કંઈ ફરક નહીં પડે જેને જવું હોય તે જાય

 Loksabha Election 2024: જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ તુટે છે. ચૂંટણી ગમે તે હોય પરંતુ કોંગ્રેસનું તુટવાનું જાણે નક્કી જ હોય છે. પછી તે વિધાનસભાની હોય કે લોકસભાની કે પછી રાજ્યસભાની....એટલું જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નાના નેતાઓ હાથનો સાથ છોડી દે છે. પરંતુ ન જાણે કોંગ્રેસને એવું તો શું ઘમંડ છે કે તેના મોટા નેતાઓ તુટતી કોંગ્રેસ ક્યારેય ગંભીરતાથી લેતા જ નથી? જ્યારે જ્યારે કોંગ્રેસ તુટી ત્યારે તેના મોટા નેતાઓ એવું કહેતા સંભળાય છે કે કોંગ્રેસને કંઈ ફરક નહીં પડે. જેને જવું હોય તે જાય...ગુજરાતમાં 13 પર આવી ગયેલી કોંગ્રેસ ક્યારેય બોધપાઠ લેશે નહીં. ફરી એકવાર તેના એક મોટા નેતાએ તુટતી કોંગ્રેસ પર નિવેદન આપ્યું છે. કોણ છે આ નેતા? શું બોલ્યા તેઓ?

  • ગુજરાતમાં કોંગ્રેસનો સતત ઘટતો ગ્રાફ
  • 2017ની વિધાનસભામાં જીતી 78 બેઠક
  • 2022માં ઘટીને થઈ ગઈ માત્ર 17 બેઠક 
  • જે 17 જીતી હતી તે પણ ઘટીને થઈ 13

હજુ પણ 13માંથી ઘટાડો થાય તે નવાઈ નહીં
કોંગ્રેસને ફટકા પર ફટકા પડી રહ્યા છે. એક બાદ એક નેતાઓ જઈ રહ્યા છે. ગુજરાતમાં ગ્રાફ પણ સતત નીચે જઈ રહ્યો છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના તેના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. જિલ્લા અને તાલુકાના ડેલિકેટથી લઈ ધારાસભ્યો અને સાંસદ પણ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. જો કાર્યકરો અને સંગઠનના નેતાઓની ગણતરી કરીએ તો આંકડો ગણી પણ ન શકાય તેટલો છે. તેમ છતાં કોંગ્રેસ કોઈ શીખ કે પછી બોધપાઠ લેવાની તૈયારીમાં નથી. નતો તેના રાષ્ટ્રીય નેતાઓ ગંભીર છે નતો તેના પ્રદેશના નેતાઓ ગંભીર છે. બધા જ એવું જ કહે છે કે એક બે નેતાના જવાથી કોંગ્રેસને કંઈ ફરક નહીં પડે. એક જશે તો બીજા માટે રસ્તો ખુલશે.

તો સાંભળ્યું તમે?, આ છે કોંગ્રેસ દિગ્ગજ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ. હાઈકમાન્ડના આ નેતાઓને ગુજરાતમાં સાફ થઈ રહેલી કોંગ્રેસ મામલે થોડો પણ અફસોસ નથી. નતો કોઈ ગંભીરતા...ડૂબતી કોંગ્રેસની નૈયાને ઉગારવાનો તેમને જરા પણ રસ નથી. પોતાના જ વર્ષો જૂના પીઠ કાર્યકરો, પીઠ નેતાઓ આખરે કેમ છોડીને જઈ રહ્યા છે તેનું ક્યારેય મંથન કરવાનો સમય નથી. હાઈકમાન્ડના નેતાઓને તો એવું જ છે કે કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક નહીં...અરે ભાઈ તમે સામાન્ય લોકોને પણ દેખાય છે કે ગુજરાતમાં કોંગ્રેસ પતી ગઈ છે પરંતુ તમને કેમ દેખાતું નથી.

તો સાંભળ્યું તમે?, આ છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી, UPA સરકારમાં મંત્રી રહેલા મુકુલ વાસનીક...તેઓ ગુજરાતના પ્રભારી બન્યા ત્યારથી અત્યાર સુધી કયા કયા નેતાઓએ કોંગ્રેસ છોડી તેની વાત કરીએ તો,  6 માર્ચે માણાવદરના અરવિંદ લાડાણી, 4 માર્ચે પોરબંદરના અર્જૂન મોઢવાડિયા, 19 જાન્યુઆરીએ વીજાપુરના સી.જે.ચાવડા અને 19 ડિસેમ્બરે ખંભાતના ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પણ કોંગ્રેસ છોડી ભાજપને કેસરી ખેસ પહેરી લીધો છે. તો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોનું પણ ઘણું લાંબુ લિસ્ટ છે. પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓ ક્યારેય કોઈ બોધપાઠ તો નહીં જ લે તે નક્કી છે. 

કોંગ્રેસના કયા MLAના રાજીનામાં? 

  • 6 માર્ચ 2024, માણાવદરના અરવિંદ લાડાણી
  • 4 માર્ચ 2024, પોરબંદરના અર્જૂન મોઢવાડિયા
  • 19 જાન્યુઆરી 2024, વીજાપુરના સી.જે.ચાવડા
  • 19 ડિસેમ્બર 2023, ખંભાતના ચિરાગ પટેલ

કોંગ્રેસનો સતત ઘટતો ગ્રાફ હજુ ઓછો હોય તેમ વધુ કેટલાક નેતાઓ કોંગ્રેસને ટાટા-બાય-બાય કહી શકે છે. અનેક નામ લિસ્ટમાં છે. તેઓ ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કહેવાની તૈયારીમાં છે. હવે આપણે છેલ્લી 5 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર પણ નજર કરી લઈએ તો 182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં 2002ની વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસ મળી હતી 51 બેઠક, જ્યારે ભાજપ જીત્યું હતું 127 બેઠક, 2007ની ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી 59 અને ભાજપને મળી હતી 117, 2012માં કોંગ્રેસને મળી હતી 61 અને ભાજપને મળી હતી 115 બેઠક, 2017માં કોંગ્રેસ ભાગે આવી હતી 78 બેઠક અને ભાજપ 99 પર સમેટાયું હતું પરંતુ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો અને માત્ર 17 બેઠક મળી...જ્યારે ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠક જીતી...વિધાનસભા જ નહીં લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ કંઈ કરી શકી નથી. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. જેમાં 2004ની લોકસભામાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠક મળી હતી, 2009માં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠક મળી હતી. 2014માં કોંગ્રેસને જીરો અને ભાજપ તમામ 26 બેઠક જીત્યુ, 2019માં પણ કોંગ્રેસ ભાગે શૂન્ય બેઠક આવી અને ભાજપે ક્લીનસ્વીપ કરતા 26 બેઠક જીતી હતી.

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
વિધાનસભા ચૂંટણી-2002 
કુલ બેઠક-182

કોંગ્રેસ- 51 બેઠક
ભાજપ- 127 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
વિધાનસભા ચૂંટણી-2007
કુલ બેઠક-182

કોંગ્રેસ- 59 બેઠક
ભાજપ- 117 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ (
વિધાનસભા ચૂંટણી-2012 
કુલ બેઠક-182

કોંગ્રેસ- 61 બેઠક
ભાજપ- 115 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
વિધાનસભા ચૂંટણી-2017 
કુલ બેઠક-182

કોંગ્રેસ- 78 બેઠક
ભાજપ- 99 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
વિધાનસભા ચૂંટણી-2022 
કુલ બેઠક-182

કોંગ્રેસ- 17 બેઠક
ભાજપ- 156 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
લોકસભા ચૂંટણી-2004 
કુલ બેઠક-26

કોંગ્રેસ- 12 બેઠક
ભાજપ- 14 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
લોકસભા ચૂંટણી-2009 
કુલ બેઠક-26

કોંગ્રેસ- 11 બેઠક
ભાજપ- 15 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
લોકસભા ચૂંટણી-2014 
કુલ બેઠક-26

કોંગ્રેસ- 00 બેઠક
ભાજપ- 26 બેઠક

કોંગ્રેસનો ઘટતો ગ્રાફ 
લોકસભા ચૂંટણી-2019 
કુલ બેઠક-26

કોંગ્રેસ- 00 બેઠક
ભાજપ- 26 બેઠક

હવે આવી ખરાબ દશાના આંકડા છતાં પણ કોંગ્રેસના નેતાઓ કોઈ શીખામણ લેતા નથી. જેને કંઈ શીખવું જ ન હોય, પોતાની જ મનમાની કરવી હોય તેની પ્રગતી ક્યારેય થતી નથી. ગુજરાત કોંગ્રેસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. જોવાનું રહેશે કે આ વખતની લોકસભામાં કોંગ્રેસનો કરુણ રકાસ જ થાય છે કે પછી કોઈ કમાલ કરે છે?...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news