હિટ એન્ડ રન

રેઢીયાળ પોલીસતંત્ર : તંત્રથી અસંતુષ્ટ મહિલા 16 દિવસનાં બાળકને લઇને કમિશ્નરને મળવા પહોંચ્યા

શહેરમાં ગત ગુરૂવારે બુડિયા ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતાં બાઇક પર ઘરે પરત ફરી રહેલા બે દુકાનદાર મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સચિન જીઆઇડીસી પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવાર પોલીસ કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. 16 દિવસના દીકરાને લઈને મૃતકની પત્ની પરિવાર સહિતના લોકો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી. પોલીસ કમિશનરને અરજી કરી ડમ્પર ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

Feb 19, 2020, 08:10 PM IST

બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં હાઈકોર્ટે વિસ્મય શાહની 5 વર્ષની સજા યથાવત રાખી

BMW હિટ એન્ડ રન કેસ મામલો આરોપી વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ હાઈકોર્ટે (Highcourt) ફગાવી દીધી છે. વિસ્મય શાહ (Vismay Shah) ને હાઈકોર્ટે 4 થી 6 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો છે. સરકારે વિસ્મય શાહની સજામાં વધારાની માંગ કરતી અરજી કરી હતી, તે પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ત્યારે એક સમયના અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડબલ્યુ હિટ એન્ડ રન (hit and run) કેસમાં હવે વિસ્મયની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે વિસ્મય અને સરકારે હાઈકોર્ટમાં આમને સમને અરજી કરી હતી. હાઈકોર્ટે બંનેની અરજી ફગાવી છે. 

Feb 18, 2020, 08:32 AM IST

બોડેલી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાથી બાળકીનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

બોડેલીનાં જબુગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેનાં કારણે બાઇકમાં બેઠેલી 12 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાઇક ચાલક અને એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે જબુગામની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હિટ એન્ડ રનની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. 

Feb 8, 2020, 06:13 PM IST

અમદાવાદ: બોપલ રિંગરોડ પર વિશાળકાય ક્રેન યુવાન માટે બની યમરાજ

શહેરમાં તેજ ગતિથી આવતી એક ક્રેઈને એક યુવકનો ભોગ લીધો હતો. અમદાવાદના બોપલ શીલજ રિંગરોડ પર રવિવારે બપોરે આ દુર્ઘટના ઘટી હતી. ક્રેઇને એક્ટિવા ચાલક યુવકને અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા ચાલક રસ્તા પર પડી ગયો હતો. ક્રેઇનના ભારેભરખમ ટાયર આ યુવાન પરથી પસાર થયા હતા. ક્રેઇન ચાલકે અકસ્માત બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક ચાની કીટલી ચલાવતા દશરથજીએ ક્લીનરને પકડી પાડ્યો હતો. લોકોના ટોળા વળી જતા તેનો લાભ લઈને ક્લીનર પણ ફરાર થયો હતો..ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

Jan 26, 2020, 08:35 PM IST

ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રવધુ અકસ્માત કરીને ફરાર, આખરે પોલીસે સમાધાન કરાવ્યું

એસ જી હાઈવે પર મોડી સાંજે BMW કારે એક બલેનો કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બલેનો કારની બંને એર બેગ પણ ખુલી ગઈ હતી. ફરિયાદનો આક્ષેપ હતો કે, આ કાર મહિલા ચલાવી રહી હતી અને તે એક DGP ખંડવાવાલાના પુત્રવધુ હતી. કારને અકસ્માત સર્જી તે અન્ય કારમાં ફરાર થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પોહચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

Jan 23, 2020, 12:06 AM IST

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં 6 ઘાયલ, લોકોએ કારને સળગાવી દીધી

જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. ખલીલપુર રોડ પર હીટ એન્ડ રનની ઘટનામાં છ લોકોને અડફેટે લીધા હતા. ડસ્ટર કાર ચાલકે બેફામ સ્પીડથી ગાડી ચલાવીને 6 લોકોને અડફેટે લેતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનાં ટોળે ટોળા એકત્ર થવા લાગ્યા હતા. 

Jan 10, 2020, 11:48 PM IST

સુરતમાં હિટ&રન: શ્રમજીવી પરિવારનાં એક બાળકનું મોત, ચાલક ઘટના સ્થળેથી ફરાર

શહેરના ભટાર વિસ્તારમાં ખાડી રોડ પર પૂરપાટ ઝડપે કાર ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેથી 2 વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાથી મોટા 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલક કાર થોડે દૂર મૂકી ફરાર થઈ ગયો હતો. જેના પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Dec 28, 2019, 11:19 PM IST

વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા

ગુજરાતમાં વારંવાર હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. આજે જ અમદાવાદમાં ડમ્પરની અડફેટે એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાં જ વડોદરામાંથી વધારે એક અકસ્માતનાં સમાચારો સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાની પોલીટેક્નિક કોલેજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે આવેલી ગાડીએ એક જ પરિવારનાં 3 લોકોને અડફેટે લીધાનું સામે આવી રહ્યું છે. 

Dec 10, 2019, 09:24 PM IST
3 incidents of hit and run in 2 days in state PT1M4S

રાજ્ય 2 દિવસમાં હિટ એન્ડ રનની 3 ઘટના

રાજ્ય 2 દિવસમાં હિટ એન્ડ રનની 3 ઘટના

Dec 3, 2019, 11:40 PM IST
Car demise of MLA become a cause of death, mourn the deceased family PT6M1S

MLAની કાર મોત બની મોતનું કારણ, મૃતક પરિવારમાં આક્રંદ

MLAની કાર મોત બની મોતનું કારણ, મૃતક પરિવારમાં આક્રંદ

Dec 3, 2019, 10:15 PM IST
100 Gaam 100 Khabar 03 December 2019 PT22M54S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો.

Dec 3, 2019, 08:50 AM IST

અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના: ગાડી કોંગ્રેસી MLAનું હોવાનું સામે આવ્યું

શહેરમાં હિટ એન્ડ રનની વધારે એક ઘટના સામે આવી છે. મેમનગર નજીક થયેલા અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં પોતાના દીકરાને ટ્યુશનથી પરત લેવા જઇ રહેલા પ્રફુલ પટેલ નામનાં 42 વર્ષનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી છુટ્યો હતો. GJ 1 RX 9972 નંબરની સફેદ કલરની ઇનોવાની આગળ એમએલએ ગુજરાત (MLA Gujarat) લખેલું હોવાનું પણ સામે આવ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાનો ડુચો થઇ ગયો હતો. 

Dec 2, 2019, 11:16 PM IST

અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.

Nov 11, 2019, 09:07 AM IST

ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવાનોના કરૂણ મોત

કચ્છમાં ભચાઉ-સામખીયાળી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોનાં કરૂણ મોત નિપજ્યા હતા

Oct 27, 2019, 06:41 PM IST

અમદાવાદ: નારોલ વિસ્તારમાં બની હિટ એન્ડ રનની ઘટના, બે જોડિયા બાળકોના મોત

બુધવારે મોડી રાત્રે નારોલ પાસે આવેલા ખોડિયાર મંદિર પાસે બાઇક ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંને જુડવા ભાઇઓનું મોત થયું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Oct 10, 2019, 12:06 AM IST
UP Hardoi Hit And run 28 09 2019 PT1M53S

હીટ એન્ડ રનની ઘટનામાં ગાડીએ યુવતીને ફુટબોલની જેમ ઉછાળી...

ઉત્તરપ્રદેશનાં હરદાઇમાં હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક ગાડી ચાલકે શાળાએથી પરત ફરી રહેલી વિદ્યાર્થીનીને ફુટબોલની જેમ ઉછાળી હતી. હાલ ઘાયલ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું.

Jul 28, 2019, 05:40 PM IST
Hit and Run Case on Ahmedabad SP Ring Road, 3 Death PT2M19S

અમદાવાદ: એસપી રિંગરોડ પર હિટ એન્ડ રન કેસમાં 3ના મોત

અમદાવાદ એસ.પી રીંગરોડ પર આવેલા વિનોબાભાવે નગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક લેબર કોન્ટ્રક્ટર સુરેન્દ્ર સિંઘ અને બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ડમ્પર ચાલકને અસલાલી પાસેથી ઝડપી લીધો છે.

Jun 20, 2019, 11:05 AM IST

અમદાવાદ: એસ.પી રીંગરોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં સ્થળ પર જ ત્રણના મોત

અમદાવાદ એસ.પી રીંગરોડ પર આવેલા વિનોબાભાવે નગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એક લેબર કોન્ટ્રક્ટર સુરેન્દ્ર સિંઘ અને બે બાળકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસે ડમ્પર ચાલકને અસલાલી પાસેથી ઝડપી લીધો છે. 

Jun 19, 2019, 09:52 PM IST

અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો. 

Jun 4, 2019, 09:35 PM IST

Kutch : મોડી રાત્રે ચા પીવા નીકળેલા ત્રણ યુવાનોના મોત, અજાણ્યુ વાહન ટક્કર મારી ફરાર

અંજાર તાલુકાના સિનુગ્રા ગામ નજીક મધરાત્રે સર્જાયેલાં હિટ એન્ડ રનનાં બનાવમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતાં નવયુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યાં છે. 

May 13, 2019, 09:06 AM IST