12 may news News

‘માત્ર પાંચ રોટલી દ્વારા પણ હજારો લોકોના પેટનો ખાડો પૂરી શકાય છે’
‘અમે તો અમારા પરિવારના ભોજનની સાથે પાંચ-દસ રોટલી વધારે બનાવીએ છીએ, આ કંઈ ભારણ થોડું કહેવાય! આ તો આપણી ફરજ કહેવાય. આજે આ મુશ્કેલીના સમયમાં કોઈને આટલીય મદદ કરી શકીએ, તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે!’ આ લાગણી છે સુરતમાં રહેતાં પ્રીતિ શુક્લ અને તેમની આસપાસ રહેતાં તેમનાં જેવાં અન્ય મહિલાઓની. જેઓ પરપ્રાંતીયો અને વિસ્થાપિતો માટે દરરોજ પોતાના પરિવારની જરૂરિયાત ઉપરાંત વધુ પાંચ-દસ રોટલી બનાવીને અનેરો ‘રોટી યજ્ઞ’ કરી રહી છે. આ રીતે સમગ્ર શહેરમાંથી દરરોજ આશરે 1,50,000 રોટલી એકત્ર કરી વિસ્થાપિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલા સશક્તીકરણના માધ્યમથી આ મહાયજ્ઞ શરૂ કર્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમાજસેવી સંસ્થા ‘છાંયડો’ આ મોટું સેવાકાર્ય કરે છે. 
May 12,2020, 13:07 PM IST
ભાજપના સંકટમોચન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો ચુકાદો રૂપાણી સરકારના માથે મોટું રાજકીય સંકટ
રાજ્યમાં રૂપાણીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ગુજરાત વિધાનસભાની 2017ની ધોળકા બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે. ત્યારે આ ચુકાદો રૂપાણી સરકાર (Vijay Rupani) માટે મોટુ રાજકીય સંકટ લાવી શકે છે. રાજ્યમા પોતાની સરકાર હોય ત્યારે આ પ્રકારનો ચુકાદો આવે રાજકીય પક્ષ માટે મોટો ચુકાદો ગણી શકાય. સતત લાંબી મજલ કાપીને સત્તા પર આવેલા ભાજપે (BJP) ગત અનેક ચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે તેમના પક્ષના નેતાની જીતને આ રીતે પડકારવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ પોસ્ટલ ચૂંટણી જીત પર અનેક સવાલો ઉભા થયા હતા. અઢી વર્ષથી આ કાયદાકીય લડાઈ
May 12,2020, 14:40 PM IST
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના ચૂંટણી રદના ચુકાદા પર સરકારની આવી છે પ્રતિક્રિયા...
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama) ની ધોળકા બેઠક પર જીતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટ ચૂંટણી રદ કરતા રૂપાણી સરકાર (Vijay Rupani) ને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં આ ચુકાદા મામલે કોંગ્રેસ પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે આ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)  તરફથી પ્રતિક્રીયા આવી હતી. તેઓએ જણાવ્યું કે, નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 41 કાયદાકીય સલાહ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. નામદાર સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હાઈકોર્ટના
May 12,2020, 12:34 PM IST

Trending news