18 જૂનના સમાચાર News

મધ્ય ગુજરાતમાં પાદરા બન્યું કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ, 20 શાકભાજીના વેપારીઓ ઝપેટ
Jun 18,2020, 15:59 PM IST
અમદાવાદની જગન્નાથ રથયાત્રા કેન્સલ થઈ શકે છે : સૂત્ર
ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળનારી ઓરિસ્સાની રથયાત્રાની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે તેના આયોજન પર સુપ્રિમ કોર્ટે બ્રેક લગાવી છે. તો ગુજરાતમાં નીકળતી રથયાત્રા પર પણ તેની અસર થઈ શકે છે. રથયાત્રાને મંજૂરી ન આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે, કોરોનાના સંકટને કારણે રથયાત્રાની મંજૂરી પર પ્રતિબંધ મૂકો. જો રથયાત્રાને મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને સ્થિતિ વધુ વકરશે. હાઈકોર્ટમાં કરાયેલા આ અરજી પર જલ્દીથી સુનવણી કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.  
Jun 18,2020, 14:32 PM IST
ગુજરાતીઓએ જિનપિંગના પૂતળા બાળ્યા, ઠેરઠેર ચીનની વસ્તુઓને બાળી-તોડીને કરાયો વિરોધ
Jun 18,2020, 13:09 PM IST
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણીપંચે કરી લીધી તૈયારીઓ....
રાજ્યસભાની આવતીકાલે યોજાનાર ચૂંટણી (Rajyasabha Election 2020) ની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી લીધી છે. રાજ્યસભાની ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા પછી મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ચોથા માટે મતદાન અને મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન મથકની બહાર રાજ્ય સભાના પાસે ઉમેદવારોના ફોટા સાથેની માહિતી પણ લખવામાં આવ્યા છે. તો સાથે જ ભાજપ અને કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા છે. મતદાન મથકની બહાર આપવામાં આવેલા ક્રમાંકમાં પહેલો ક્રમાંક તરીકે અભય ભારદ્વાજ ભાજપના ઉમેદવાર છે. આ ક્રમાંકની આધારે બાકીના મેન્ડેટ પ્રમાણે ધારાસભ્યો મતદાન કરશે. 
Jun 18,2020, 11:26 AM IST

Trending news