21 march news News

કેનેડાથી આવેલા ગુજરાતી યુવકે કોરોના સામે પગલાની સરકારી દાવાની પોલ ખોલી
આજે બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું હતુ કે, દરેક ખરાબમાં ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. ત્યારે ગુજરાત સરકારના આ દાવાને પોકળ સાબિત કરતી એક ટ્વિટ સામે આવી છે. હાલ ભારતમાં ગુજરાત સહિતના રાજ્યોમાં જે કોરોના પોઝિટિવ કેસ (corona virus) સામે આવ્યા છે, તેમાં વિદેશથી આવેલા દર્દીઓ વધુ છે. આવામાં તમામ એરપોર્ટ પર સઘન ચેકિંગ અને સ્ક્રીનિંગ વ્યવસ્થા મૂકાઈ છે. ત્યારે ગુજરાત સરકારની એરપોર્ટ પર ચેકિંગની પોલ ખૂલી છે. સાથે જ એરપોર્ટ સિક્યોરિટીના દાવા પણ પોકળ સાબિત થયા છે. કેનેડાથી આવેલા અભિમન્યુ નામના એક યુવકે ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર તેનું કોઈ જ પ્રકારનું થર્મલ ચેકિંગ ન થયુ, અને તેને જવા દેવાયો છે. સાથે જ ગુજરાતી ફિલ્મની એક એક્ટ્રેસ પણ અભિમન્યુની વાતને સાચી ગણીને કહ્યું કે, તેની સાથે પણ આવુ જ થયું છે. 
Mar 21,2020, 17:50 PM IST
કોરોનાને કારણે વધુ એક ફટકો, બોર્ડના પેપર ચકાસણીની કામગીરી કરાઈ સ્થગિત
ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus) ના 13 પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ તકેદારી રાખી રહ્યાં છે. આવામાં તકેદારીના ભાગરૂપે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ની (board exam)  ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કોરોના વાયરસને કારણે સ્થગિત કરાઈ છે. આ અંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખીને ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણી સ્થગિત રાખવા માંગ કરી હતી. ઉત્તરવહીઓની ચકાસણીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરી હતી.
Mar 21,2020, 17:15 PM IST
ગુજરાતમાં કોરોનાના 13 કેસ પોઝીટિવ, નાયબ મુખ્યમંત્રીએ માસ્ક પહેરીને માહિતી આપી
ગુજરાતમાં કોરોના પોઝીટિવ (corona virus)  દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દૂબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે. 
Mar 21,2020, 16:22 PM IST
જનતા કર્ફ્યૂમાં જોડાયો સુરતનો હીરા ઉદ્યોગ, બે દિવસ બંધ રાખશે તમામ કામ
Mar 21,2020, 12:40 PM IST
કોરોનાના ડર વચ્ચે સરહદી સૂઈગામમાં એકાએક આવેલી બે વિદેશી મહિલાઓ બની માથાનો દુખાવો
ભારતમાં હાલ જેટલા પણ કોરોનાના કેસ (corona virus) છે, જેમાં સૌથી વધુ વિદેશથી આવેલા લોકો છે. આવામાં વિદેશી નાગરિકોથી અને વિદેશથી આવેલા લોકોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે વિદેશી પ્રવાસી બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્પેનથી વિઝીટર વિઝા પર આવેલી બે વિદેશી મહિલાઓ બનાસકાંઠાના પ્રવાસે આવી હતી. 24 જાન્યુઆરીના રોજ ભારતના પ્રવાસે પરિભ્રમણ કરતાં સુઇગામના મોરવાડા ગામમાં આ વિદેશી મહિલાઓ આવી પહોંચી હતી. બંન્ને વિદેશી મહિલાઓ મોરવાડા ખાતે વેરાઈ માતાજીના મંદિરે રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે વિદેશી મહિલાઓ ગામમાં બે દિવસ રોકાઈને જતી રહી હોવા છતાં આરોગ્ય તંત્ર અજાણ રહ્યું હતું. આવામાં હવે ગામલોકોમાં કોરોનાનો ડર વ્યાપી ગયો છે.
Mar 21,2020, 12:12 PM IST
કોરોનાનો કહેર, ગુજરાતની 36 RTO કચેરીઓ માટે લેવાયો મોટો નિર્ણય
કોરોના વાયરસ (corona virus) ના ગુજરાતમાં પગપેસારા વચ્ચે રાજ્યભરમાં આગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જાહેર સ્થળો, પબ્લિક ગેધરિંગ, ખાણીપીણીના બજારો બધુ જ બંધ કરાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ સૂચનો રોજેરોજ બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે ગુજરાતની આરટીઓ (RTO) કચેરીઓ પણ બંધ કરવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી તારીખ 29 માર્ચ, 2020 સુધી સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે, રાજ્યની તમામ 36 આરટીઓ ઓફિસ 29 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના અપાઈ છે.
Mar 21,2020, 11:03 AM IST
ગુજરાતમાં જીવન જરૂરી વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ, રીતસરની પડાપડી થઈ
Mar 21,2020, 10:26 AM IST
CoronaVirus : ‘થાય એટલું ભેગુ કરો...’ની વૃત્તિ ગુજરાતમાં પણ શરૂ, માસ્કની કાળાબજારી થ
Mar 21,2020, 9:25 AM IST

Trending news