24 જુલાઈના સમાચાર News

સીઆર પાટીલ પહોંચ્યા સુરત, 1000 કારની રેલી યોજીને ભવ્ય સ્વાગત કરાશે
Jul 24,2020, 14:05 PM IST
ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ
રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) ને હવે એક્સટેન્શન નહિ મળે. ત્યારે ગુજરાતના નવા ડીજીપી માટે કેન્દ્રને કેટલાક નામોની યાદી મોકલવામાં આવી છે. ડીજીપીની પસંદગી માટે 13 નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે. કેન્દ્રમાંથી લીલીઝંડી મળ્યા બાદ નવા ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલના ડીજીપી શિવાનંદ ઝા 31 જુલાઈના રોજ નિવૃત્ત થવાના છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝાને અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. 
Jul 24,2020, 12:08 PM IST
એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જ
Jul 24,2020, 11:10 AM IST
24 કલાકમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ, ઉમરપાડા અને ઉંમરગામમાં 4 ઈંચ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ભાવનગર સિટીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી રાજ્યના આઠ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વત્રિક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. 
Jul 24,2020, 9:22 AM IST
કોરોનાના બીકે ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી ભરાઈ, 3 મહિનામાં 7.05 લાખ લોકોએ જીવન વીમો
કોવિડ 19નો ડર લોકોમાં એટલો પ્રસરી ગયો છે કે, અનેક લોકોને નજર સામે મોત દેખાઈ રહ્યું છે. કોવિડ ૧૯ ના કહેરના કારણે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ તરફ વળ્યા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેડિક્લેઈમની નવી ઇન્કવાયરીમાં 5૦ ટકાનો વધારો થયો છે. ૧૦૦ ગ્રાહકો પૈકીના ૬૦ ટકા ગ્રાહકો કોવિડ માટે હેલ્થ ઇન્સ્યોરન્સની ઇન્કવાયરી કરી રહ્યાં છે. કોવિડ પોલિસી માટે લોકોનો ધસારો વધારો છે. તો બીજી તરફ, કોરાનાના ડરે હેલ્થ ઇન્સ્યોરન્સ અને મેડીક્લેમ કંપનીઓને બખ્ખા થઈ ગયા છે. અનેક કંપનીઓએ મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સની નવી પોલીસી લોન્ચ કરી છે. ૪ મહિના ૬ મહિના અને વર્ષની પોલીસી લોન્ચ કરાઇ છે. 
Jul 24,2020, 8:43 AM IST
અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી
Jul 24,2020, 8:09 AM IST

Trending news