24 મેના સમાચાર News

કોંગ્રેસ ‘નમસ્તે ટ્રમ્પ’ની જૂની કેસેટ વગાડીને તૃષ્ટીકરણનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે, કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસ વારંવાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની જૂની કેસેટ વગાડીને “તૃષ્ટીકરણ”નું રાજકારણ રમવા સતત પ્રયાસ કરે છે. ગુજરાતની જનતા જાણે છે કે, તા.24 ફેબ્રુના રોજ યોજાયેલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને અને કોરોનાને કશું જ, ક્યાંય લાગતું-વળગતું નથી. પરંતુ ગુજરાત કોંગ્રેસને કેન્દ્રની કોંગ્રેસની વારંવાર સૂચનાને કારણે બોલવું પડે છે. દિલ્હીમાં થયેલ તબલીગી જમાતના કાર્યક્રમ અને પછી જે તે સમયે કોરોના ફેલાયો તે ક્યાંથી ફેલાયો? કેવી રીતે ફેલાયો? અને ક્યાં કયાં ફેલાયો? તેનાં આંકડાઓ સાથે સમગ્ર મિડીયા જગતે બતાવ્યું એટલે મિડીયા અને ભાજપને કાઉન્ટર કરવા માટે તૃષ્ટીકરણનું રાજકારણ રમવા માટે કોંગ્રેસે ભાજપ ઉપર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંગે વારંવાર જૂઠ્ઠો, બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે. તે ગુજરાતની જનતા સારી રીતે સમજી ચુકી છે. 
May 26,2020, 8:14 AM IST
હવે સમગ્ર ગુજરાતમાં N-95 માસ્ક માત્ર 50 રૂપિયામાં મળશે
May 25,2020, 11:01 AM IST
અમદાવાદ : ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગુજરાતમાં હવે રાજકીય નેતાઓ, સેલિબ્રિટીઓ પણ કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. આજે અમદાવાદ (Ahmedabad) માં ભાજપ (BJP) ના પૂર્વ કાઉન્સિલરને કોરોના અમરાઈવાડીના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 દિવસ પહેલા જયેશ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો, આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોરોનાના શિકાર થયા  હોવાનું સામે આવ્યું છે. 19 તારીખથી એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ બેજાનદારૂવાલા ICUમાં દાખલ છે. તેમને શ્વાસની તકલીફ હતી ત્યારબાદ કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તરત જ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
May 24,2020, 19:34 PM IST
વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે
લોકડાઉનમાં અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃત્તિને ફરીથી કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. ugcની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલાઈન અનુસાર, યુજીસીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ  25 જૂન, 2020 થી શરૂ થશે. યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ કહેવાયું છે કે, પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમા પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે. જેને મેરિટ લિસ્ટ તરીકે ઓળખવામાં આવશે.
May 24,2020, 18:58 PM IST
નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજીનો મામલામાં હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને  કેમ કોરોના સારવારમાં લેવાઈ નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે જે અવલોકન અને ઓર્ડર કર્યા છે તે અંગે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને cmoના સિનિયર અધિકારીઓએ ચર્ચા કરી છે. તમામે હાઈકોર્ટના અવલોકન મામલે અભ્યાસ કર્યો. સરકાર આગામી અઠવાડિયે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. કેટલાક દૈનિક પત્રોમાં મારા નામ સાથે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. કોર્ટ માં જે બાબત વિચારાધીન હોય, એ મામલે મારે કઈ કહેવાનું રહેતું નથી. કેસની મુદત દરમ્યાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. મધ્યમોમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એ બાબતે મારી વાત કરું છું. 
May 25,2020, 11:02 AM IST
લોકડાઉનમાં પહેલીવાર ગુજરાતના એરપોર્ટ ધમધમતા થશે, આવતીકાલે 3 શહેરોમાંથી ફ્લાઈટ ઉડાન ભ
ટ્રેન, હાઈવે રાબેતા મુજબ ચાલુ થયા બાદ હવે ગુજરાતમાં એરપોર્ટ પણ ધમધમતા શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી આવતીકાલે ફ્લાઈટ ફરીથી કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સોમવારથી ફ્લાઈટ શરૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે amc તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ફક્ત એરપોર્ટ માટે કેબ-ટેક્સી સેવાને મંજૂરી અપાઈ છે. એરપોર્ટ એરિયા પૂર્વ વિસ્તાર હોવા છતાં શરતો આધીન મંજૂરી અપાઈ છે. અમદાવાદ એરપોર્ટ આવતીકાલથી ફ્લાઈટ શરૂ થઈ જશે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ફલાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવશે. તેના માટે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. એક ફલાઈટમાં આશરે 120 થી 130 જેટલા મુસાફરો સફર કરી શકશે.
May 24,2020, 16:15 PM IST
અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ
અમદાવાદમાં કોવિડ -19ની સારવારમાં ખાનગી હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ શરૂ કરી છે. હાઇકોર્ટ અને સરકાર, તથા Amcના આદેશની અવગણના કરી રહ્યાં છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલે (Tapan hospital) દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી છે તેવો પરિવારજનોનો આરોપ છે. 2 લાખ કહીને 5 લાખનું બિલ આપ્યું છે. 9 દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું, ત્યારે હોસ્પિટલ દ્વારા મૃતદેહ પણ આપવાનો ઇન્કાર કરાયો હતો. પહેલા રૂપિયા બાદમાં મૃતદેહ તેવું કહીને હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો નહિ. પરિવારજનોએ મૃતદેહ મેળવવા હોસ્પિટલ સત્તાધીશો સામે આજીજી કરી હતી. એએમસી દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19ની સારવાર માટેની 42 હોસ્પિટલમાં તપન હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. ત્યારે તપન હોસ્પિટલે સરકાર દ્વારા જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો ચાર્જ વસૂલ્યો છે. અમદાવાદના આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલની મનમાની સામે આવી છે. 
May 24,2020, 15:23 PM IST

Trending news