5 may news News

કોરોનાના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં રોજ નવા 250થી વધુ કેસ આવી રહ્યાં છે
લોકડાઉનના 42મા દિવસે પણ અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો કહેર યથાવત છે. કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. જેમાં હાલ 3200થી વધુ એક્ટિવ પોઝિટિવ કેસ શહેરમાં છે. આમ, કોરોના (Coronavirus) ના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં દરરોજ 250 જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશને (AMC) જાહેર કરેલા આંકડાઓ મુજબ, અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાંથી 79, સાઉથ ઝોનમાંથી 50, નોર્થ ઝોનમાંથી 43, ઈસ્ટ ઝોનમાંથી 27, વેસ્ટ ઝોનમાંથી 23, સાઉથ વેસ્ટ ઝોનમાં 15 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 14 કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં વધી રહેલા સંક્રમણને જોતા અમદાવાદના 48માંથી 10 વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર અને ગોમતીપુર વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનના 5, સાઉથ ઝોનના 3, નોર્થ ઝોનનો 1, ઈસ્ટ ઝોનનો 1 વોર્ડ હાલ રેડ ઝોનમાં સામેલ છે.
May 5,2020, 9:03 AM IST

Trending news