કોરોનાના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં રોજ નવા 250થી વધુ કેસ આવી રહ્યાં છે

લોકડાઉનના 42મા દિવસે પણ અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો કહેર યથાવત છે. કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. જેમાં હાલ 3200થી વધુ એક્ટિવ પોઝિટિવ કેસ શહેરમાં છે. આમ, કોરોના (Coronavirus) ના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં દરરોજ 250 જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશને (AMC) જાહેર કરેલા આંકડાઓ મુજબ, અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાંથી 79, સાઉથ ઝોનમાંથી 50, નોર્થ ઝોનમાંથી 43, ઈસ્ટ ઝોનમાંથી 27, વેસ્ટ ઝોનમાંથી 23, સાઉથ વેસ્ટ ઝોનમાં 15 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 14 કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં વધી રહેલા સંક્રમણને જોતા અમદાવાદના 48માંથી 10 વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર અને ગોમતીપુર વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનના 5, સાઉથ ઝોનના 3, નોર્થ ઝોનનો 1, ઈસ્ટ ઝોનનો 1 વોર્ડ હાલ રેડ ઝોનમાં સામેલ છે.

કોરોનાના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં રોજ નવા 250થી વધુ કેસ આવી રહ્યાં છે

અતુલ તિવારી/અમદાવાદ :લોકડાઉનના 42મા દિવસે પણ અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો કહેર યથાવત છે. કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર થઈ ગઈ છે. જેમાં હાલ 3200થી વધુ એક્ટિવ પોઝિટિવ કેસ શહેરમાં છે. આમ, કોરોના (Coronavirus) ના વિસ્ફોટ પર બેસેલા અમદાવાદમાં દરરોજ 250 જેટલા કોરોનાના નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશને (AMC) જાહેર કરેલા આંકડાઓ મુજબ, અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાંથી 79, સાઉથ ઝોનમાંથી 50, નોર્થ ઝોનમાંથી 43, ઈસ્ટ ઝોનમાંથી 27, વેસ્ટ ઝોનમાંથી 23, સાઉથ વેસ્ટ ઝોનમાં 15 અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી 14 કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં વધી રહેલા સંક્રમણને જોતા અમદાવાદના 48માંથી 10 વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા, દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, સરસપુર અને ગોમતીપુર વોર્ડનો રેડ ઝોનમાં સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનના 5, સાઉથ ઝોનના 3, નોર્થ ઝોનનો 1, ઈસ્ટ ઝોનનો 1 વોર્ડ હાલ રેડ ઝોનમાં સામેલ છે.

  • અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો 4000ને પાર
  • અત્યાર સુધી સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 1300 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 40% જેટલી
  • સાઉથ ઝોનમાં 800 કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 25% જેટલી
  • નોર્થ ઝોનમાં 400 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 12% જેટલી
  • વેસ્ટ ઝોનમાં 310 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 9% જેટલી
  • નોર્થ ઝોનમાં 300 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 8% જેટલી
  • સાઉથ વેસ્ટ ઝોનમાં 105 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 3.5% જેટલી
  • નોર્થ વેસ્ટ ઝોનમાં 90 જેટલા કેસ નોંધાયા છે, કુલ કેસ સામે આ ઝોનની ટકાવારી આશરે 2.5% જેટલી

ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો

સોમવારે અમદાવાદમાં જે નવા કેસ નોંધાયે તેમાં જમાલપુર અને ખાડિયામાં જ 50 કેસ છે. તો મણિનગરમાં સ્થિતિ થોડી ગંભીર બનતી જાય છે. મણિગરમાં 12 કેસ નોંધાયા હતા. બે દિવસ પહેલા જ તંત્ર દ્વારા મણિનગરને રેડ ઝોનમાં સામેલ કરાયું હતું. 29 એપ્રિલથી 4 મે સુધી સતત રોજ 200થી વધુ કેસોનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં જ આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે. જાણવા મળ્યું કે, અમદાવાદમાં શરૂઆતમાં માત્ર કો-મોર્બિડ એટલે કે હૃદયરોગ, ડાયાબિટીસ ને હાઈબ્લડપ્રેશરવાળા દર્દીઓના જ મોત થતા હતા. પરંતુ હવે અન્ય બીમારી ન હોય તેવા દર્દીઓના મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. 

અમદાવાદમાં હવે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં મોતનો આંકડો 26નો હતો. 29 એપ્રિલના રોજ અમદાવાદમાં 9 લોકોના મોત કોરોનાથી થયા હતા, જેના બાદ 4 મેના રોજ સીધા જ લગભગ ત્રણ ગણા મોતના કેસ વધી ગયા છે. 

કેસનો ડબલિંગ રેટ 12 દિવસનો
અમદાવાદ મ્યુનિ કમિશનર વિજય નહેરાએ અમદાવાદમાં કેસ ડબલિંગ રેશિયો પર માહિતી આપતા જણાવ્યું હતું કે, સોમવારે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. હાલ શહેરમાં કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થી ગયો છે. એકસાથે મોટી સંખ્યામાં કેસ આવે છે. 15 થી 20 એપ્રિલે દર ત્રીજા કે ચોથા દિવસે કેસ ડબલ થઈ રહ્યા હતા. જેના બાદ 27-28 એપ્રિલે આ કેસ ડબલિંગ રેટ ઘટીને 8 દિવસનો થયો હતો. હવે આ રેટ 12 દિવસ પર પહોંચી ગયો છે. આ વૃદ્ધિને ઘટાડીને 0 પર લઈ જવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news