9 may news 0 News

જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
May 9,2020, 21:02 PM IST
કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરતા અસામાજિક તત્વોને સાંખી લેવાશે નહિ : રાજ્ય પોલીસવડા
May 9,2020, 20:31 PM IST
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા
હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 
May 9,2020, 18:23 PM IST
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. તો સાથે જ અત્યાર સુધી કુલ 338 મોત નોંધાયા છે. ગુજરાતનું મેગા સિટી અમદાવાદ (Ahmedabad) એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોના કાબૂ બહાર ગયો છે. અહી કેસનો આંકડો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના દરેક ઝોનમાં કેટલા કેસ થયા છે તે જાણી લેવુ એક અમદાવાદી તરીકે જરૂરી છે. તમે તમારા ઝોન અહી અમદાવાદના સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોનના આંકડા આપ્યા છે. જેમાં કયા ઝોનમાં હાલ કેટલા કેસ છે, કેટલા લોકોના મોત નિપજ્યા છે અને કેટલાક દર્દીઓ રિકવર થયા છે તેની તમામ માહિતી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના આજે સવારે 9 વાગ્યા સુધીના વિસ્તાર આંકડા આ મુજબ છે. વાચકોએ નોંધ લેકી આ માત્ર અમદાવાદ શહેરના જ આંકડા છે, તેમાં અમદાવાદ ગ્રામ્યના આંકડા સામેલ નથી કરાયા. 
May 9,2020, 17:44 PM IST

Trending news