સુરતથી સૌરાષ્ટ્ર સુધીના આખા ગુજરાતના કોરોનાના અપડેટ્સ જાણો એક જ ક્લિકમાં....
ગુજરાતના 32 જિલ્લામાં કોરોનાનો ફેલાવો થઈ ચૂકોય છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં કોરોના કાબૂ બહાર ગયો છે, તો કેટલાક જિલ્લા કોરોનાને ડામવામાં સફળ રહ્યાં છે. ગુજરાતના અનેક જિલ્લામાં રોજ છૂટાછવાયા કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. લોડાઉનમાં કેટલાક જિલ્લાઓની કામગીરી અત્યંત સફળ નીવડી છે. ત્યારે જો તમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોરોનાના અપડેટ્સ જાણવા હોય તો જોઈ લો નીચેના સમાચાર....
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના 32 જિલ્લામાં કોરોનાનો ફેલાવો થઈ ચૂકોય છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં કોરોના કાબૂ બહાર ગયો છે, તો કેટલાક જિલ્લા કોરોનાને ડામવામાં સફળ રહ્યાં છે. ગુજરાતના અનેક જિલ્લામાં રોજ છૂટાછવાયા કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. લોડાઉનમાં કેટલાક જિલ્લાઓની કામગીરી અત્યંત સફળ નીવડી છે. ત્યારે જો તમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કોરોનાના અપડેટ્સ જાણવા હોય તો જોઈ લો નીચેના સમાચાર....
અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા કેન્સર હોસ્પિટલમાંથી અત્યાર સુધી 154 ડોકટર સહિત પેરામેડીકલ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી અત્યાર સુધી 69 ડોકટર સહિત પેરામેડીકલ સ્ટાફના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ 69 કેસમાંથી 45 એસિમ્ટોમેટિક અને 24 કોરોનાના સિમેટોમેટિક દર્દી છે. અત્યાર સુધી 9 કર્મચારીઓ સારવાર બાદ સાજા થયા છે. કેન્સર હોસ્પિટલમાં કોઈ કર્મચારીમાં કોરોનાના લક્ષણ દેખાય તો તેમના માટે હાલ કેન્સર હોસ્પિટલમાં જ અલાયદો વોર્ડ શરૂ કરાયો છે. ત્યાંથી જ તમામના ટેસ્ટ કરીને સારવાર કરવાનો લેવાયો નિર્ણય છે. કેન્સર હોસ્પિટલના કુલ કરાયેલા 154 રિપોર્ટમાંથી 120 જેટલા એસિમ્ટોમેટિક ડોકટર અને પેરામેડિકલ સ્ટાફના કોરોના રિપોર્ટ કરાવાયા છે. 120 એસીમટોમેટિક લોકોમાંથી 75ના રિપોર્ટ નેગેટિવ અને 45ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
હવે કોરોનાના દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં નહિ રહેવુ પડે, નવી ડિસ્ચાર્જ આવી ગઈ...
સાબરકાંઠા જિલ્લામાં વધુ એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગરની 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 19 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે જિલ્લામાં એક પોઝિટિવ આરોપી યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જિલ્લામાં અત્યાર સુધી 3 કોરોના પોઝિટિવના મોત થઈ ચૂક્યા છે. જિલ્લામાં અત્યારે હાલમાં 14 પોઝિટિવ દર્દીઓ આઈસોલેશનમા સારવાર હેઠળ છે.
ગોધરામાં આજે વધુ 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ગોધરાના લીમડી ફળીયા વિસ્તારના 44 અને 54 વર્ષીય બે રહીશોના પોઝિટિવ કેસ આવ્યા છે. આજના દિવસમાં કુલ 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોધરામાં કુલ 61 કેસ થયા અને હાલોલના 5 સહિત જિલ્લાનો કુલ આંકડો વધીને 66 પર પહોંચ્યો છે.
વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે પોસ્ટ કરવી યુવકને ભારે પડી હતી. ફેસબુક પર અમિત શાહને લઈને યુવકે પોસ્ટ શેર કરી હતી. અમિત શાહને ગંભીર બીમારી થઈ ગઈ હોવાની બનાવટી અને એડિટિંગવાળી પોસ્ટ શેર કરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે જિતેન્દ્ર સોલંકી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચોખંડીમાં રહેતા હિતેન્દ્ર પટનીએ આ મામલે ફરિયાદ કરી હતી.
વડનગરમાં Gmers હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાળ આખરે આજે સમેટાઈ હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી હડતાળ સમેટાવાની જાહેરાત કરાઈ હતી. ટર્મિનેટ કરાયેલ 16 સ્ટાફને પરત લેતા મામલો થાળે પડ્યો હતો. ગાંધીનગરથી આરોગ્ય વિભાગમાંથી CEOની દરમ્યાનગીરીથી હડતાળ સમેટાઈ હતી.
જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો. જંબુસરના વડ ગામનો 18 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં જણાવ્યું. આજે વધુ શંકાસ્પદ 42 દર્દીના સેમ્પલ લેવાયા હતા. તો અમદાવાદના એક ટ્રક ચાલકને પણ સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાં રજા અપાઈ. તો અન્ય એક ટ્રક ચાલક સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગની 326 ટીમ દ્વારા 2,૯૦,૦૩૯ વ્યક્તિઓનું સર્વેલન્સ કરાયું છે. ભરૂચ જિલ્લામાં કુલ 28 પોઝીટીવ કેસ છે, જે પૈકી 2 દર્દીના મોત, 25 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે 1 એક્ટિવ કેસ છે.
વડોદરામાંથી આર્મીનો બોગસ જવાન ઝડપાયો છે. વડોદરાના શહીદ આરીફના મામાના ઘરે આ યુવક સેનાના જવાન તરીકે ની ઓળખ આપી રહેતો હતો. આ બોગસ જવાન શહીદ આરીફના મિત્ર તરીકે ઓળખ આપી તેમના ઘરે પણ મળવા જતો. બોગસ જવાન સલમાન અહેમદની આર્મી ઇન્ટેલિજન્સે ધરપકડ કરી છે. વડોદરાથી યુપીના જોનપુર જતી ટ્રેનમાં બેસવા જતા રેલ્વે સ્ટેશનથી પરથી તેની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી આર્મીનું બોગસ કાર્ડ પણ ઝડપાયું છે. યુપી જવા ન મળતા બે દિવસ પહેલા બોગસ આર્મી જવાને હોબાળો પણ મચાવ્યો હતો.
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા, દોડાવી દોડાવી માર્યાં
વારીના ચલા વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઈનની કામગારી કરવા ગયેલી આરોગ્ય વિભાગની ટીમ સાથે દાદાગીરીની ઘટના બની હતી. ચલા વિસ્તારના આર્યા હાઈટ્સ નામની બિલ્ડિંગના ફ્લેટમાં રહેતી એક યુવતી સુરતથી પરત આવી હતી. આરોગ્ય વિભાગને જાણ થતાં ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. તેના પરિવારને ક્વોરેન્ટાઈન કરવાનું કહેતા પરિવારે દાદાગીરી કરી હતી. તેના પરિવારે આરોગ્ય વિભાગ અને પોલીસ ટીમ સાથે ઉદ્ધત વર્તન કરી કરી હતી. જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આજે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં વેપાર-ધંધા ચાલુ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધની ડેરી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. શાકભાજી ફળોની લારી સાંજે 5 વાગ્યા સુધી ફેરવી શકાશે. મેડિકલ આખો દિવસ ખુલ્લા રાખી શકાશે. અન્ય વેપાર-ધંધાની દુકાનો અને ઓફિસો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
દ્વારકા જિલામાં દુકાનો ઑફિસોનાં સમયમાં ફેરફાર કરાયો છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી હવે દુકાનો ઑફિસો ખુલ્લી રહેશે. આ જાહેરનામુ બફર ઝોન/કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયનાં વિસ્તારોમાં લાગુ પડશે. આં જાહેરનામુ આગામી 17 તારીખ સુધી લાગુ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીજા જીલ્લાથી અપ ડાઉન કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. જે તે તાલુકામાં જ લોકોને રહેવું પડશે. ભાણવડ 3 પાટિયાંથી જામજોધપુર જતા રોડ સહિત વધુ 5 રોડ બંધ કર્યા છે. કુલ 18 રોડ બંધ કરવામાં આવ્યા છે.
અરવલ્લીના ધનસુરા નગર સોમવારથી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. 14 મેં સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ધનસુરા વેપારી એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય લીધો છે. ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતા આ નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે