Accused will be found News

ગુજરાત પોલીસ પાસે આવી આધુનિક ગાડી કે, આરોપીને સાતમાં પાતાળમાંથી પણ શોધી કઢાશે
રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમ જોવા મળ્યો હતો. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. 
Oct 26,2021, 22:44 PM IST

Trending news