ગુજરાત પોલીસ પાસે આવી આધુનિક ગાડી કે, આરોપીને સાતમાં પાતાળમાંથી પણ શોધી કઢાશે

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમ જોવા મળ્યો હતો. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. 

Updated By: Oct 26, 2021, 10:44 PM IST
ગુજરાત પોલીસ પાસે આવી આધુનિક ગાડી કે, આરોપીને સાતમાં પાતાળમાંથી પણ શોધી કઢાશે

ગાંધીનગર : રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમ જોવા મળ્યો હતો. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. 

VADODARA માં પણ હવે ભરતીનું ભુત ધુણ્યું, બે જુથનો વિવાદ થતા મોટુ કૌભાંડ સામે આવ્યું

વાહનોનું પ્રસ્થાન કરાવતા રાજય ગૃહમંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી ૪૮ વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે. તેમજ  વાહન અકસ્માતમાં ધણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ ૪૨ વાહન પણ વિવિધ શહેર- જિલ્લામાં આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે વિવિધ સુવિધા સાથેના ૧૧૦૦ જેટલા વિવિધ પ્રકારના જેવા કે ગાડી, ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવશે. 

AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ

ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલી ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરવામાં આવી છે.  તેમજ આ વાનમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે. ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે. આ ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ કિંમત રૂપિયા ૧૦ કરોડ ૪૬ લાખથી વધુની થાય છે. આ વાન અમદાવાદ શહેરને ૪, સુરત શહેરને ૩, રાજકોટ શહેરને ૨, વડોદરા શહેરને ૨ તથા જિલ્લાઓમાં એક- એક મળી કુલ- ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. 

GUJARAT CORONA UPDATE: નવા 30 કેસ, 18 સાજા થયા, એક પણ મોત નહી

હાઇવે પેટ્રોલ વાહન શહેર અને જિલ્લામાં આવેલા મુખ્ય ધોરીમાર્ગો ઉપર પ્રેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ તરીકે કામ કરશે. આ વાહન થકી વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને વ્યક્તિને બહાર કાઢવા અને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરશે. સમગ્ર રાજયમાં શહેર અને જિલ્લા યુનિટને એક- એક એ રીતે કુલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ૪૨ હાઇવે પેટ્રોલ વાન કુલ રૂપિય ૬ કરોડ ૫૬ લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હાઇવે પેટ્રોલ વાહનમાં હાઇડ્રોલીક રેસ્કયુ કીટ, સ્ટ્રેચર, પોર્ટેબલ ઇમરજન્સી લાઇટની બેગ, ઇલેકટ્રીક મોટર સાથે સ્ટીલ રસ્સી, હાઇડ્રોલિક જેક, વુડ કટર, માઇક અને સાયરન સાથે રૂફ લાઇટબાર અને પીએ સિસ્ટમ, પીટીઝેટ કેમેરા ડે- નાઇટ, અગ્નિશામક, રિચાર્જેબલ ટોર્ચ, ફર્સ્ટ એઇડ બોક્ષ, એલીડી મોનિટર, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકોર્ડર અને રીઅર કેમેરા જેવી સુવિધાથી સજ્જ બનાવવામાં આવી છે. 

કચ્છમાંથી મળી આવ્યા મંગળના ખડકો, NASA અને ISRO દ્વારા શરૂ કરાયુ સંશોધન

સચિવાલય સંકુલ ખાતે યોજાયેલ વાહન પ્રસ્થાન સમારંભમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ર્ડા. રાજીવકુમાર ગૃપ્તા, ગૃહ સચિવમતી નિપુણા તોરવણે, રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા, આયોજન અને આધુનિકરણના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમાર, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ, એડિશનલ ડી.જી.પી. નીરજા ગોટરૂરાવ, એડિશનલ ડી.જી.પી. આર.બી.બ્રહ્મભટ્ટ, રેન્જ આઇ.જી. અભય ચુડાસમા, આઇ.જી.પી અર્ચના શિવહરે અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube