Adajan News

સુરતનાં અડાજણમાં અશાંતિ ધારો લાગુ કરવા માટે સ્થાનિકોની ઉગ્ર રજુઆત
સુરતના અડાજણ અને રાંદેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં આવતી મોટાભાગની સોસાયટીઓમાં તથા હાઇરાઇઝ રેસીડેન્સી બિલ્ડીંગોમાં હિન્દુ સમાજના લોકો રહે છે. અહીં મોટા પ્રમાણમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મના મંદિર અને દેરાસર પણ આવેલા છે. જો કે અન્ય ધર્મના લોકો દ્વારા આ વિસ્તારમાં મકાનો ભાડેથી લીધા બાદ ખરીદવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં હિન્દુ સમાજને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેના અનુસંધાને વિસ્તારની શાંતિ ભંગ થઈ જવાની તથા અશાંતિ ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે.
Oct 17,2019, 23:03 PM IST

Trending news