સુરતના અડાજણમાં કાળજુ કંપાવતી ઘટના, ગળેફાંસો લાગી જતાં 9 વર્ષની માસુમનું મોત
જ્હાનવીએ દરવાજો નહિ ખોલતા પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો હતો. જ્યા ઘરની અંદર જ્હાનવીના ગળા પર દુપટ્ટો વિંટળાયેલો હતો. જેથી પરિવારજનોએ જ્હાનવીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડી હતી.
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરતના અડાજણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દુપટ્ટાથી બનાવેલા જે હીંચકા પર ભાઈને ઝુલાવતી હતી તે જ હીચકાનો ગળામાં ફાંસો લાગી જતા 9 વર્ષની બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. માતા સ્કૂલ બેગ ખરીદવા માટે પુત્રીને ઘરે એકલી મુકીને ગઈ હતી ત્યારે હીચકો હીંચવાના પ્રયાસમાં આ દુર્ઘટના બની હોવાનું તારણ કાઢવામા આવી રહ્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમા આવેલી અક્ષર જ્યોત સોસાયટી ખાતે રહેતા વનરાજસિંહ નકુમ જનીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમને સંતાનમા એક 9 વર્ષની પુત્રી જ્હાનવી અને બે વર્ષનો પુત્ર છે. રવિવારે જ્હાનવની માતા તેના માટે સ્કુલ બેગ ખરીદવા માટે બજારમા ગઇ હતી. જ્યા ઘરે એકલી રોકાયેલી જ્હાનવીએ ઘરનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. દરમિયાન એકાએક હીંચકા પર હીચતી વખતે દુપટ્ટો તેના ભાગે આંટી ચઢી જતા તેને ફાંસો લાગી ગયો હતો. થોડા સમય બાદ માચા ઘરે પરત ફર્યા બાદ તેણીએ દરવાજો ખખડાવ્યો હતો.
જો કે જ્હાનવીએ દરવાજો નહિ ખોલતા પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો હતો. જ્યા ઘરની અંદર જ્હાનવીના ગળા પર દુપટ્ટો વિંટળાયેલો હતો. જેથી પરિવારજનોએ જ્હાનવીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડી હતી. જો કે હાજર તબીબ દ્વારા જ્હાનવીને મૃત ઘોષિત કરતા પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. બીજી તરફ અડાજણ પોલીસે પણ જ્હાનવીના રહસ્યમય મોત પર સવાલ ઉઠાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમા મોકલી આપી હતી. જો કે પોસ્ટમર્ટમ રિપોર્ટમા કઇ નહિ આવતા પોલીસે આકસ્મિત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે