Gujarat Weather Alert: ગઈકાલે એક દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર વરસાદે વહેલી સવારથી ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે આગામી ત્રણ કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આગાહી મુજબ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદને કારણે પાલિકાની પોલ ખુલી ગઈ છે. સ્માર્ટ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ છે. અનેક લોકોના વાહનો અધવચ્ચે બંધ પડી ગયા છે. હજુ પણ આવતીકાલે શહેરમાં ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસ દરમિયાન તડકો રહ્યા બાદ મોડી સાંજે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
IMD Weather Alert : હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં આકાશી આફતે તબાહી મચાવી છે. હિમાચલમાં 366 લોકોના મોત થયા છે. પંજાબમાં 46 લોકોના મોત થયા છે. તો રવિવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી થે. ત્યારે જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું જ યોગ્ય છે.
Gujarat Rain Forecast : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક સાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આજથી 4 દિવસ દરમિયાન વરસાદ પડવાની આગાહી છે.
Ahmedabad : છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં ઠેર ઠેર પાણી ભરાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદના બાકરોલ પાસે નદીમાં 30થી વધુ લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે.
Flood In Sabarmati River Ahmedabad : ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. રિવરફ્રન્ટના વોક-વે ઉપર થઈને પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાયો, વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. તેથી સ્થાનિક લોકોને કાંઠે ન જવા સુચના અપાઈ છે.
Ahmedabad Sabarmati River Flood Alert : અમદાવાદની સાબરમતી નદીમાં આવ્યું ઘોડાપૂર. ધરોઈ ડેમના ઉપરવાસમાંથી સંત સરોવરમાં છોડાયું પાણી. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક
Ahmedabad Rain : અમદાવાદમાં ધમાકેદાર વરસાદ.. પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી.. હવામાન ખાતાએ કરી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી..
અમદાવાદ શહેરમાં બપોર પછી વાતાવરણ બદલાયું અને અનેક ઠેકાણે વરસાદ પડ્યો. ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા.
Gujarat Rain: રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54 ટકા વરસાદ નોંધાયો છે.
Gujarat Rains : આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ. બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું....છોટાઉદેપુર, નર્મદા, તાપી માટે રેડ અલર્ટ....સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં ઓરેન્જ અલર્ટ....
Ahmedabad Rain: અમદાવાદમાં ગત રાત્રે આવેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરમાં મોડી સાંજે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. બીજીતરફ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડી ગયા છે.
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે હાટકેશ્વર સર્કલ બે કલાકમાં જ બેટમાં ફેરવાયું છે. ખોખરા હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણી ભરાયા છે.
Gujarat HeavyRain Forecast: અરબ સાગર અને દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જતાં હવે સુરત, નવસારી અને વલસાડના નાગરિકોએ સારા વરસાદ માટે પાંચેક દિવસની રાહ જોવી પડશે. બીજી તરફ ચાર-પાંચ દિવસ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના હોવાથી ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે તેવી હાલના તબક્કે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
Ahmedabad Rain: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહનચાલકો અટવાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડરાવી નાંખે એવા વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી.
Gujarat Rain: ચોમાસાના આગમની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. વેરાવળ, ભાવનગર અને વડોદરાથી ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગે 17 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદના રેડ એલર્ટ અપાયું છે, તો સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. કાલે કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો 18થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
Ahmedabad Unseasonal Rains: અમદાવાદમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થયા. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળોએ વરસાદ પડ્યો હતો. SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે, તો નરોડા, નિકોલ, બાપુનગર, ગુરુકુળમાં વરસાદ પડ્યો. તો કેટલાક સ્થળોએ પાણી ભરાયા હોવાની માહિતી પણ સામે આવી છે.
Weather Forecast by Ambalal Patel: અંબાલાલ પટેલની ફરી એક મોટી આગાહી સામે આવી છે. હજૂ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સિવાય મહેસાણાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડીયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવાર સુધી કમોસમી વરસાદ રહેશે.
IMD Predicts Rain this weekend: હાલ ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ જોવા મળ્યો હતો. વરસાદના કારણે લોકો છત્રી લઈને પોતાની ઓફિસ જવા માટે નીકળ્યા હતા. કાતિલ ઠંડી વચ્ચે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે લોકો મુસ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મલ્યો છે. જ્યારે હવામાં પણ સુધારો નોંધાયો છે. રાજધાનીમાં સવારે બરફની ચાદર છવાયેલી છે અને શીતલહેર ચાલી રહી છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા હતા.
Gujarat Weather Report: ગુજરાતમાં વરસાદને લઈ મહત્ત્વપૂર્ણ આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.