CM યોગીએ જણાવ્યું, શા માટે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યુ
અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ મુખ્યમંત્રી યોગીએ પહેલીવાર ખુલીને મીડિયા સામે આ અંગે નિવેદન આપ્યું
Trending Photos
નવી દિલ્હી : અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ તેના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક લોકો તેનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે નામ બદલવાથી શું પ્રાપ્ત થવાનું છે. આ તમામ વાતો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ બદલવાનું કારણ ગણાવ્યું છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે નામ બદલી દીધું, નામથી શું થાય છે ? મે તેમને કહ્યું કે, તારા માં-બાપે તમારૂ નામ રાવણ અને દુર્યોધન કેમ ન રાખી દીધું ?
સીએમ યોગીએ કહ્યું કે, નામનું ખુબ જ મહત્વ હોય છે. આ દેશમાં સૌથી વધારે નામ રામ સાથે જોડાય છે. અનુસૂચિત સમાજમાં મહત્તમ લોકોનાં નામ રામ સાથે જોડાયેલા છે. નામ અમારી ગોરવમયી પરંપરા સાથે પણ જોડવામાં આવે છે.
ગત્ત દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન પણ મુખ્યમંત્રી યોગીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે, જેમને પોતાની પરંપરાની માહિતી નથી, જેમને સાંસ્કૃતિક ઓળખ અંગે માહિતી નથી તે લોકો આ નિર્ણય પર સવાલ પેદા કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એવા લોકો પાસેથી ઘણી આશા રાખી શકાય નથી. તે સમયે તેમણે કહ્યું હતું કે 500 વર્ષ પહેલા મુગળકાળમાં પ્રયાગરાજનું નામ બદલીને અલ્હાબાદ કરવામાં આવ્યું હતું. પ્રયાગ આ પવિત્ર સ્થળ છે જ્યાં બ્રહ્માજીએ પ્રથમ યજ્ઞ કર્યો હતો અને દેશની 7 મહત્વની નદીઓમાં ત્રણ નદીઓનો પવિત્ર સંગમ અહીં થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ શાસન દ્વારા 18 ઓક્ટોબર, 2018ના રોજ રાજ્યપાલ રામ નઇકને જિલ્લા અલ્હાબાદમાંથી નામ પરિવર્તિતન કરીને પ્રયાગરાજ કરી દીધું છે. અગાઉ 13 ઓક્ટોબરતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદ પ્રવાસ દરમિયાન એક બેઠકમાં અખાડા પરિષદના સભ્યો અને અન્ય લોકોએ મુખ્યમંત્રીને કુભળમેળા પહેલા જિલ્લાનું નામ પરિવર્તિત કરીને પ્રયાગરાજ કરવાની પણ માંગ કરી હતી. જેને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે