ગુજરાતી ન્યૂઝGujaratગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક અને ગોવિંદાની ધર્મપત્ની મા અંબાના શરણે! લીધો આ પ્રણ

ગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક અને ગોવિંદાની ધર્મપત્ની મા અંબાના શરણે! લીધો આ પ્રણ

આજે ગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક તેમજ હિન્દી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર કહેવાતા ગોવિંદાની ધર્મપત્ની સુનિતા આજે માતાજીના દર્શાનાર્થે પહોંચ્યા હતા, ત્યાં ચાચરચોકમાં મંદિરના વહીવટદાર ધ્વરા ખેસ પહેરાવી આ બંને કલાકારો ન સન્માન કરાયું હતું.

ગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક અને ગોવિંદાની ધર્મપત્ની મા અંબાના શરણે! લીધો આ પ્રણ

ઝી બ્યુરો/બનાસકાંઠા: આજે લાભ પાંચમ છે ને લાભ પાંચમને લઇ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એટલું જ નહિ આમ તો ભાઈ બીજના દિવસે અનેક ફિલ્મ કલાકારો અંબાજી દર્શને આવવાની એક પરંપરા જોવા મળતી હતી, પણ એ પરંપરા તૂટી જતા હવે આ વખતે લાભપાંચમથી નવી પરંપરા શરુ થાય તેવું જોવા મળી રહ્યું છે. 

Add Zee News as a Preferred Source

આજે ગુજરાતી ફિલ્મ જગતની એક્ટ્રેસ રોમા માણેક તેમજ હિન્દી ફિલ્મ જગતના મોટા ગજાના કલાકાર કહેવાતા ગોવિંદાની ધર્મપત્ની સુનિતા આજે માતાજીના દર્શાનાર્થે પહોંચ્યા હતા, ત્યાં ચાચરચોકમાં મંદિરના વહીવટદાર ધ્વરા ખેસ પહેરાવી આ બંને કલાકારો ન સન્માન કરાયું હતું. ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીને નતમસ્તક થઇ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. 

જોકે અંબાજીમાં પહોંચેલા ફિલ્મ સ્ટાર ગોવિંદાની ધર્મપત્ની સુનિતાજીએ જણાવ્યું હતું કે મારા દીકરાની ફિલ્મ શરુ થઇ રહી છે અને તે પિક્ચર સુપર હિટ થાય તે માટે પૂજા કરવા આવી છું. સાથે જણાવ્યું હતું કે મારો દિકરો પોતાના પિતા કરતા પણ મોટો એક્ટર બને તેવી કામના કરી હતી અને તેની પિક્ચર સુપર ડુપર થશે. ત્યારે ફરી અંબાજીમાં આવી માતાજીને ધજા ચઢાવવાનો પ્રણ લીધો હતો.

જોકે આ પ્રંસગે રોમા માણેકે જણાવ્યું હતું કે આજે લાભપાંચમ છે ને માતાજી તમામ ની મનોકામના પૂર્ણ કરે સૌ નું કલ્યાણ થાય તેવી અપેક્ષા સાથે રોમા માણેક અને ફિલ્મ સ્ટાર ગોવિંદા નિ ધર્મપત્ની સુનિતાજી એ માતાજી ના મંદિર ના શિખરે ધજા પણ ચઢાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news