Assembly by election 1 News

અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Videoમાં આખી પ્રોસેસ
મેગા રોડમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો. આ વેળાએ દિગ્ગજ નેતાઓ શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે, ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુમ જેટલી, મનસુખ માંડવીયા ઉદ્ધવ ઠાકરે, પરિમલ નથવાણી, ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતા સમયે તેમની સાથે રહ્યો હતો. તેમની પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો. તો સાથે જે તેમની પુત્રવધૂ પણ નાનકડી દીકરીને લઈને હાજરી રહી હતી.
Mar 30,2019, 14:30 PM IST
Video : ચૂંટણીના દિવસો નજીક આવતા ચૂંટણી પંચની કામગીરી શરૂ
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જેને લઇને ચૂંટણી પંચની કામગીરીમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતની 26 બેઠકો માટે આગામી 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લામાં આવતી લોકસભાની બેઠકો માટે સ્થાનીક ચૂંટણી પંચ દ્વારા ઇવીએમની વહેંચણીની કામગીરી હાથ ધરાઈ. શહેરના અસારવા વિસ્તારમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાં બનાવાયેલા સ્ટ્રોંગરૂમમાંથી અમદાવાદ શહેર-જિલ્લાની 21 જેટલી વિધાનસભા બેઠકોના 5247 બુથ ઉપર 15000 થી વધુ ઇવીએમની વહેંચણી પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે ઉપરાંત અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી સંબંધી વિવિધ વસ્તુઓની વહેંચણી કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાજર રહેલા સેંકડો કર્મચારીઓને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇવીએમ અને ચૂંટણી પ્રક્રીયા સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓની વહેંચણી કરાઇ.
Mar 26,2019, 14:30 PM IST

Trending news