Ayodhya me aaj kya kya khas hai News

24 લાખ દિવડા, લેઝર શો અને નવો વર્લ્ડ રેકોર્ડ, જાણો અયોધ્યામાં આજે શું-શું છે ખાસ? 
Ayodhya Deepotsav World Record: અયોધ્યા (Ayodhya) માં આ વખતે બે વાર દિવાળી (Diwali) મનાવવામાં આવશે. એક દિવાળી 12મી નવેમ્બરે અને બીજી દિવાળી 22મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જ્યારે ભવ્ય રામ મંદિર  (Ram Mandir) નું ઉદ્ઘાટન થશે. બંને તહેવારો અયોધ્યા માટે ઐતિહાસિક ક્ષણ હશે. અયોધ્યામાં આ બંને દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યાને દિવ્ય દિવાળી માટે શણગારવામાં આવી રહી છે અને રામ મંદિરના ઉદ્ઘાટનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પણ પહેલા આ દિવાળીની વાત કરીએ. જેના માટે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામજન્મભૂમિ માર્ગથી લઈને રામ મંદિર સુધી બધું જ અનોખું છે. અયોધ્યામાં એક અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
Nov 11,2023, 10:18 AM IST

Trending news