babulal gaur

BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલી સભામાં સાંસદનું વિચિત્ર નિવેદન

Aug 26, 2019, 03:59 PM IST

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપા નેતા બાબુલાલ ગૌરનું આજે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. ગત કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના પરિસ્થિતિ બહુ જ નાજુક હતી અને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

Aug 21, 2019, 09:18 AM IST

જેટલી બાદ આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

Aug 17, 2019, 09:19 AM IST

બાબુલાલ ગોરે પોતાના ઘરમાં લગાવી કમલનાથની તસ્વીર, ભાજપ અધ્યક્ષનું અલ્ટીમેટમ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બબુલાલ ગૌર વિધાનસભા ચૂંટણી બાદ એકવાર ફરીથી ચર્ચામાં છે. પોતાનાં ડ્રોઇંગ રૂમમાં કોંગ્રેસ નેતા અને સીએમ કમલનાથની તસ્વીર લગાવનારા ગોર પર ભાજપની આંખ લાલ થઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, કોઇને પણ પાર્ટીના અનુશાસનનાં વર્તુળની બહાર જવા માટેની પરવાનગી નથી. જે અનુશાસનની બહાર જશે તો અમને અનુશાસનાત્મક પગલા ઉઠાવવા પડશે. એવી સ્થિતીમાં પાર્ટી આકરા પગલા ઉઠાવવામાં પાછી નહી હટે.

Jan 25, 2019, 07:50 PM IST

BJP નેતા બાબુલાલ ગોરે કોંગ્રેસ ધારાસભ્યને કહ્યું સરકાર તો તમારી બની રહી છે

ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી રહી ચુકેલા બાબુલાલ ગૌરે એવો દાવો ભલે મજાકમાં કર્યો હોય, પરંતુ તેના કારણે રાજકીય વર્તુળમાં હલચલ પેદા થઇ ગઇ છે

Nov 29, 2018, 09:58 PM IST