જેટલી બાદ આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

Updated By: Aug 17, 2019, 09:42 AM IST
જેટલી બાદ આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક
તસવીર સાભાર- ટ્વીટર @ChouhanShivraj

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

શિવરાજ સિંહ ચૌહાણે આ અંગેની જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપતા લખ્યું કે 'મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુલાલ ગોરજીના નર્મદા હોસ્પિટલ જઈને હાલચાલ જાણ્યાં. તમે જલદી સ્વસ્થ થાઓ અને અમને બધાને પૂર્વવત પોતાનું માર્ગદર્શન પ્રદાન કરીને પ્રદેશના વિકાસ અને ઉત્થાનમાં યોગદાન આપતા રહો, એવી કામના.'

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરની ઉંમર 89 વર્ષ છે અને હાલ તેઓ ફેફસાના ઈન્ફેક્શન સામે ઝઝૂમી રહ્યાં છે. જેના કારણે તેમની હાલત ખુબ ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે. જો કે ગોરના શરીરમાં હજુ પણ કોઈ હલનચલન જોવા મળી નથી અને તેઓ બોલવામાં પણ સક્ષમ નથી. બુધવારે હાલત ગંભીર હોવાના પગલે સોશિયલ મીડિયા પર અનેક એવી અફવાઓ ઉડી હતી પરંતુ તેમની સારવાર કરી રહેલા ડો.રેણુએ આ તમામ અફવાઓ ફગાવી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. 

તેમણે જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું છે પરંતુ એટલો સુધાર નથી જેટલો થવો જોઈએ. તેમના શરીરમાં હળવી હલચલ છે પરંતુ સ્થિતિ અત્યંત ગંભીર છે. હાલ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે અને સ્વાસ્થ્યમાં સુધારા માટે કોશિશો ચાલુ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...