bike rider

નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો કર્યા

તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી. 

Jun 22, 2021, 05:07 PM IST

માનવભક્ષી દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો, 200 ફુટ ઉંડે લઇ જઇને ધડથી માથુ અલગ કર્યું

જિલ્લાના વિઠલપુરમાં દીપડાએ યુવાન ખેડૂતને ફાડી ખાધો તો હરમડિયા ગામે મહિલાને ઇજાગ્રસ્ત કરી હતી. ગીર વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમ ખોર બની રહયા છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાન પર પરત ફરી રહ્યા હતા. તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપ મારી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું છે.

Jan 2, 2021, 09:19 PM IST

90 દિવસમાં 19 દેશો બાઈક પર ફરીને 22 હજાર કિ.મીનો પ્રવાસ ખેડશે અમદાવાદી રાઈડર્સ

બાઈકને પરિવહનનું સાધન નહી પણ પોતાનું પેશન બનાવનાર શહેરના 48 વર્ષીય પ્રકાશ પટેલ અને 59 વર્ષના હિરેન પટેલે 25 એપ્રિલે ‘અમદાવાદ ટુ લંડન’નો 22 હજાર કિ.મીનો પ્રવાસ હિમાલિયન બાઈક પર ખેડશે. 

Apr 23, 2018, 08:18 AM IST