caution

CORONA ને હળવાશથી લેનારા સાવધાન: વેન્ટિલેટર પર રહેલા દર્દીની સંખ્યામાં 243 ટકાનો ઉછાળો

રાજ્યમાં કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. કોરોનાના કેસ આજે 20 જાન્યુઆરીએ પહેલીવાર 1 લાખને પાર થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાને પગલે સ્થિતિ કથળી રહી છે. ગુજરાતમાં એક્ટિવ કેસની બાબતે 1 લાખનો આંકડો બીજીવાર પાર થઇ ચુક્યો છે. અગાઉની તુલનાએ આ લહેર વધારે ભયાનક થઇ રહ્યો છે. 11 દિવસમાં કોરોનાની પીક આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ તો કોરોનાનો આંકડો હદપાર થઇ ચુક્યો છે. જો કે નાગરિકો હજી પણ આ કોરોનાના વેરિયન્ટને હળવાશથી લઇ રહ્યા છે. આ કોરોનાથી માત્ર શરદી-તાવ અને ઉધરસ થાય છે અને પછી તે ઝડપથી સાજા થઇ જાય છે તેવું લોકો માની રહ્યા છે. 

Jan 21, 2022, 04:36 PM IST

સાવધાન! જો રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો રોકડ રકમ સાથે નહી રાખતા નહી તો...

કાલુપુર રેલવે પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા પેસેન્જરોને સરકારની અલગ અલગ સ્કીમના નામે ઠગાઈ કરતી હતી. જો તમે રેલવેમાં મુસાફરી કરો છો તો ચેતજો કેમ કે એક ગેંગ સક્રિય થઇ છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પરિચય કેળવી એમનો વિશ્વાસ જીતતા હતા. ત્યાર બાદ જણાવતા કે, ભારત સરકારે એક કાયદો બનવ્યો છે. જેમાં હવે તમે રેલવેની મુસાફરી દરમિયાન રોકડ રકમની હેરફેર કરવા માટે એક કાર્ડ બનાવવાનું રહેશે. 

Aug 2, 2021, 06:59 PM IST

સાવધાન ! સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની મિત્રતાની કિંમત યુવાને પોતાનો જીવ ગુમાવીને ચુકવી પડી

નરોડામાં ટુર્સ એન્ડ ટાર્વેલ્સના માલીકના આપઘાત કેસમા આવ્યો નવો વળાંક. સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીએ હરીભકતોને નેપાળની ટુર કરાવીને પૈસા નહિ આપતા યુવકે આપઘાત કરવાનો વારો આવ્યો છે. સ્યુસાઈડ નોટ અને અંતિમ વિડીઓથી ખુલાસો થયો. પોલીસે સ્વામી અને મૃતકના પિતરાઈ ભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધી પુરાવા મેળવા તજવીજ હાથ ધરી છે. સ્વામી ભગવાન કા રૂપ હોતે હૈ ઉન્સે કયા પૈસા લેના, આ શબ્દો છે આત્મહત્યા કરનાર જૈમિન પટેલના... સ્વામીને ભગવાન સમજવાની સજા જૈમિને જીવ ગુમાવીને મળી. તેણે આત્મહત્યાનુ અંતિમ પગલુ ભર્યુ હતું. 

Sep 29, 2020, 08:25 PM IST

સાવધાન! અમદાવાદમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ફરી સક્રિય, માત્ર ચોરી નહી હિંસા પણ આચરે છે

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ગ્રામ્ય  તથા આસપાસના અન્ય જિલ્લાઓમાં ચોરી તથા લૂંટની ઘટનાઓ વધી રહી હતી. જેને લઇને ગ્રામ્ય LCB એ તપાસ કરતા ચોક્કસ હકીકત મળતા  ચડ્ડી-બનિયાનધારી ગેંગ સક્રિય થઇ હોવાના પુરાવા પોલીસના હાથ લાગ્યા. જે અંગે LCB ટીમે તપાસ કરતાં દાહોદના બે લોકોની ધરપકડ કરી 15થી વધુ ગુનાઓના ભેદ ઉકેલ્યો છે.

Sep 15, 2020, 09:13 PM IST