Child mortality rate News

રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા
રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો મામલો વિવાદ સર્જી રહ્યોં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં 85 જેટલા નવજાત શિશુના મોત સામે આવ્યા છે. અને છેલ્લા ત્રણ મહિનામાં આ આંક 253એ પહોંચતા વિવાદ વધુ વકર્યો છે.આ તરફ હોસ્પિટલના સત્તાધીશો ગતવર્ષની સરખામણીમાં બાળકોનો મૃત્યુ દર ઘટ્યો હોવાનું જણાવી રહ્યાં છે. એટલુ જ નહિ બાળકોના મત માટે જવાબદાર કારણો અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે ગર્ભવતી માતાને પ્રી મેચ્યોર ડિલિવરી, જન્મ સમયે બાળકનું ઓછુ વજન મહત્વના કારણો છે. આ ઉપરાંત ગર્ભવતી માતામાં કુપોષણ પણ અગત્યનો ભાગ બાળકના મોત પાછળ ભજવે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને બીજી અન્ય સરકારી હોસ્પિટલમાંથી ક્રિટિકલ કન્ડીશનમાં બાળકોને સિવિલમાં રિફર કરાય છે જેથી સિવિલમાં બાળકનો મૃત્યુ આંક વધે છે.
Jan 5,2020, 22:00 PM IST

Trending news