covid 19 2

ધારાવીના લોકો માટે Ajay Devgn કર્યું આ કામ

સમગ્ર દેશ તાજેતરમાં કોવિડ-19 મહામારીથી લડી રહ્યો છે. આ મહામારીના સંક્રમણમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે. ત્યારે મુંબઇ સ્થિત એશિયાની સૌથી મોટી ઝોપડપટ્ટી ધારાવીને રેડ સ્પોર્ટ માનવામાં આવી છે. એવા સમયમાં બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગન અહી રહેતા લોકો માટે કોઈ મસીહાની જેમ સામે આવ્યા છે. અજય દેવગન હાલમાં કોરોનાની જંગ સામે તેમનું યોગદાન આપી રહ્યા છે.

Jun 1, 2020, 07:50 PM IST

‘મારું હોમ ક્વોરેન્ટાઈન પૂરુ થાય એટલે બમણા જુસ્સાથી કોરોનાના દર્દીઓની સારવારમાં ફરી જોડાવવું છે’

‘બસ આ હોમ ક્વૉરન્ટાઇનનો સમયગાળો પૂરો થવાની રાહ જોઉં છું. પછી ફરીથી હોસ્પિટલે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં જોડાઈ જવું છે, એ પણ બમણા જોશથી...’  કામ પ્રત્યેની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારીથી ભારોભાર છલકાતા આ શબ્દો છે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતાં ડૉ. નિધિ છૈંયાના. મૂળ ઉપલેટાનાં ડૉ. નિધિ સતત છેલ્લા ચાર મહિનાથી પરિવારથી દૂર રહીને હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન, આઇસોલેશન વૉર્ડમાં ડ્યુટી વખતે અન્ય ચાર આરોગ્યકર્મીઓની સાથે ડૉ. નિધિનો COVID-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ સારવાર બાદ સ્વસ્થ થતાં હાલ તેમને હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.

May 30, 2020, 03:07 PM IST

અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોનાનું એપિ સેન્ટર બનેલા અમદાવાદમાં વધુને વધુ લોકો કોરોનાના શિકાર બની રહ્યાં છે. જેમાં રાજકીય નેતાઓ પણ બાકાત નથી. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. સાથે જ તેમનો પુત્ર અર્પણ શર્મા પણ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે. હાલ બંનેને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. 

May 30, 2020, 02:27 PM IST

માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ડૉ. ક્રતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડૉ. ક્રતિ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફજ પર હાજર થયા હતા. ડૉ. ક્રતિ હાલ કોવિડ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની વ્હાલસોયી દીકરીનું મોઢું પણ જોયું નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી. 

May 29, 2020, 11:21 AM IST

ફ્રન્ટલાઈન વોરિયર્સ પર કોરોનાનો કહેર, અમદાવાદના 197 ડોક્ટરો ઝપેટમાં આવ્યા

જ્યારથી કોરોનાનો કહેર શરૂ થયો છે, ત્યારથી ડોક્ટર, પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ સૌથી વધુ આ કોરોના વોરિયર્સ જ કોરોનાના શિકાર થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાએ ફ્રન્ટલાઇન વોરિયર્સને ઝપેટમાં  લીધા છે. શહેરના 197 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ 197 ડોક્ટરમાં સરકારી અને ખાનગી ડોક્ટરનો સમાવેશ થાય છે. ખાનગી પ્રેક્ટિસ કરતા 38 ડોક્ટર કોરોનાના સંક્રમણમાં આવેલા છે. તો સરકારી હોસ્પિટલના 150 વધારે તબીબોને કોરોનાની અસર થઈ છે. 

May 29, 2020, 08:47 AM IST

ગુજરાતના 2 જજોની બદલી અંગે મોટી સ્પષ્ટતા: બદલી નહિ, માત્ર રોસ્ટર ચેન્જ થયું છે

ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પારડીવાલા પોતાનાં સ્પષ્ટ મત્ત અને જનતાભિમુખ અભિગમના કારણે સામાન્ય લોકોમાં પણ ચર્ચામાં રહે છે. વખતો વખત તેઓ તંત્રની પણ ઝાટકણી કાઢતા રહેતા હોવાથી તેઓ માધ્યમોમાં ચમક્યાં કરે છે. ત્યારે આ બદલીથી અનેક સવાલો ઉભા થયા હતા. જોકે, બાદમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પષ્ટતા એ છે કે, હાઈકોર્ટના બે જજનું રોસ્ટર ચેન્જ થયું છે. જજ આઈજે વોરા અને જેબી પારડીવાલાનું દર અઠવાડિયે રોસ્ટર ચેન્જ થાય છે. 

May 29, 2020, 08:10 AM IST

મલ્ટીપ્લેક્સ એસોસિએશને સીએમને લખ્યો પત્ર- સિનેમાઘરો શરૂ કરવાની કરી માગ

ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, વહેલી તકે સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માંગ કરી છે. રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાને પણ તેઓએ રજુઆત કરી છે. 

May 28, 2020, 03:38 PM IST

ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય કોરોનાના ઝપેટમાં, જગદીશ પંચાલ એપોલો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદમાં હવે જાણીતી સેલિબ્રિટીઝ પણ કોરોનાના ઝપેટમાં આવી રહી છે. હવે રાજકીય નેતાઓ પણ તેનાથી બાકાત નથી. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના

May 28, 2020, 02:59 PM IST

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક યોજાઈ, ગુજરાતને ફરીથી ધબકતુ કરવા ચર્ચા કરાઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પુનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી આર.સી. ફળદુ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ તેમજ ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. 6 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરાયો છે, તેમાં વિજય રૂપાણીએ આ સમિતીમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્સ કન્સલટન્ટ મુકેશ પટેલ, ફાયનાન્સીયલ એકસપર્ટ પ્રદીપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુક્તિ કરી છે. 

May 28, 2020, 02:27 PM IST

ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી

સાયન્સ માટે પડકાર રૂપ અને 80 વર્ષ અન્ન જળ વગર જીવનાર ગુજરાતના પ્રખ્યાત ચુંદડીવાળા માતાને આજે સમાધિ આપવામાં આવી હતી. લોકડાઉન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. પરંતુ ભારે હૃદય સાથે ભક્તોએ ચુંદડીવાળા માતાને વિદાય આપી હતી. અંબાજીના ગબ્બરમાં તેમના આશ્રમ ખાતે સમાધિ સ્થળ બનાવાયું હતું. બ્રાહ્મણો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તો ભક્તોએ ઘરે રહીને માતાજીના અંતિમ દર્શન કરવાની અપીલ કરી હતી. આ માટે આશ્રમ દ્વારા લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમમાં તેમની ગાદીની નજીક સમાધિ આપવામાં આવી હતી. 

May 28, 2020, 01:47 PM IST

રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, લોકડાઉનમાં આજથી રાજકોટ-મુંબઇ વચ્ચે શરૂ

કોરોના સંક્રમણને રોકવા માટે પૂરા દેશમાં થયેલા લોકડાઉનને હળવું કરાયું છે. જેને પગલે સોમવારથી દેશભરમાં હવાઈ સેવા શરૂ થઈ ત્યારે રાજકોટ એરપોર્ટ પરથી પણ બે માસ બાદ આજથી મુંબઈની પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરી રાજકોટ પહોંચી હતી. સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઈની સવારના સમયે ફ્લાઇટ શરૂ થઈ હતી. જેમાં આજે પ્રથમ ફ્લાઈટમાં 122 માંથી 75 સીટ પર મુસાફરોએ મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરતાની સાથે જ તેઓને રાજકોટ એરપોર્ટ પર હેલ્થ ચેકઅપ કરી બહાર જવા દેવામાં આવ્યા હતા. સાથે જ રાજ્ય બહારથી પ્રયાણ છતાં તમામને નહિ, પરંતુ કોરોનાના લક્ષણો ધરાવનારાઓને જ ક્વોરેન્ટાઈન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે એક પણ વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા નથી. 

May 28, 2020, 10:31 AM IST

રાજકોટમાં કોરોના 100ને પાર, લોકલ સંક્રમણ નહિ અટકે તો કોરોના રંગીલા રાજકોટ માટે ચિંતાજનક બની શકે છે

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આંક 100 ને પાર  થઈ ગયો છે. રાજકોટ શહેરમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમીનમાર્ગ, પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાંથી આ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 83 પર પહોંચ્યો છે. તો રાજકોટ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જામવાડી GIDC ગોંડલ ખાતે 18 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજસ્થાનથી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 20 મળી કોરોના કુલ પોઝિટિવ આંક 103 પહોંચી ગયો છે.

May 28, 2020, 10:10 AM IST

આજથી ગુજરાતમાં ધોરણ-12 સાયન્સની માર્કશીટનું વિતરણ શરૂ

આજથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ સહિત તમામ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી માર્કશીટ, કેરેક્ટર સર્ટિફિકેટ, બોનાફાઈટ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેળવી શકશે. શિક્ષણ વિભાગના દિશા-નિર્દેશો મુજબ તકેદારી રાખવા શાળાઓએ તૈયારીઓ કરી લીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, વિદ્યાર્થીઓ ફરજીયાત માસ્ક પહેરે અને શાળા પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરવા તેવી કડક સૂચનાઓ તમામ શાળાઓને શિક્ષણ વિભાગે આપી છે. માર્કશીટ આપવા માટે 10-10 ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. અડધા અડધા કલાકના અંતરે વિદ્યાર્થીઓને ફોન કરીને શાળાઓએ બોલાવવાના રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપ ફોટો, રાસ ગરબાનું આયોજન શાળામાં ન થાય તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે. 

May 28, 2020, 09:07 AM IST

ગોધરા : પિતાની હત્યાના આરોપી દીકરાએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં આત્મહત્યા કરી

ગોધરા ખાતે સરકારી ક્વોરેન્ટાઇનમાં આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. હત્યાંના એક આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેના સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો હતો. કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ હત્યાના આરોપીને કોરોના પરીક્ષણ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના બાદ તેણે અહી જ ગળેફાંસો ખાધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિરીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

May 28, 2020, 08:44 AM IST

ભરૂચ : રમઝાનની ઉજવણી કરવા હજારો લોકો નર્મદા કાંઠે એકઠા થયા, પોલીસ આવતા નાસભાગ મચી

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, તો બીજી તરફ કોરોનાનો કહેર છે. આવામાં વારંવાર અપીલ કરવામાં આવે છે કે, રમઝાન (ramadan 2020) ની ઉજવણી ઘરમાં રહીને કરવી. કોરોના સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતા વાર લાગતી નથી. તેમ છતાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે ગઈકાલે મોડી સાંજે  ભરૂચમાં આવી જ એક ઘટના બની હતી. ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદર નર્મદા નદી કાંઠે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મોટી માત્રામાં ભેગા થયેલા લોકો પાછળ પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. જેના બાદ નાસભાગ મચી હતા. પોલીસે અસંખ્ય લોકોને નદી કાંઠેથી ભગાડ્યા હતા. 

May 28, 2020, 08:13 AM IST

ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે

સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજી (chundadi vala mataji) ના નામે ઓળખાતા અન્ન અને જળ વગર છેલ્લા 80 વર્ષથી રહેલા પ્રહલાદ જાની ગઈકાલે દેવલોક પામ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.  

May 27, 2020, 02:52 PM IST

બિયારણના વધુ રૂપિયા વસૂલતી કંપની સામે કાર્યવાહી કરાશે : કુંવરજી બાવળિયા

ગુજરાત રાજ્યની કેબિનેટ કક્ષાની આજ રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા અને કુંવરજી બાવળિયા જોડાયા હતા. લોકડાઉનના પગલે કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સ મારફત કરવામાં આવી રહી છે. આજે રાજકોટ ખાતે વીડિયો કોંફોરન્સ મારફત કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કુંવરજીભાઇ બાવળીયા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાઇ તે માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પીવાના પાણી ની અછત હતી ત્યાં અધિકારીઓને સાથે રાખી પીવાના પાણી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં પાઇપલાઇન મારફત પાણી આપવામાં આવે છે અને જ્યાં પાઇપલાઇન ન હોય ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવા નિર્ણય કરવામાં આવ્યો છે. 

May 27, 2020, 01:47 PM IST

ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ દેશમાં સૌથી વધુ

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ એક સપ્તાહમાં વધી ગયો છે. એક સપ્તાહ પહેલા આ રેટ દેશમાં સૌથી ઓછો હતો, જે હવે વધીને દેશમાં સૌથી વધી ગયો છે. પ્રદેશમાં કોરોના વાયરસના ઉપચારથી દર્દીઓમાં એક દિવસમાં 500થી વધુ દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ (recovery rate) 40.89 ટકા હતો, જે હવે વધીને 48.13 ટકા થઈ ગયો છે. દેશમાં હાલ આ રેટ 41.60 ટકા છે, જેથી હવે ગુજરાતમાં રિકવરી રેટ હવેદ દેશમાં સૌથી વધુ છે. 

May 27, 2020, 12:54 PM IST

પતિ-પુત્ર સાથે મુંબઈથી પરત ફરેલી બોટાદની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

સૌરાષ્ટ્રના બોટાદમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 56 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બરવાળાના ચોકડી ગામના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. હાલ તેઓને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. આ વૃદ્ધ મુંબઈથી પરત આવ્યા હતા. બોટાદમાં હાલ બે કેસ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસ 58 નોંધાયા છે. 

May 27, 2020, 12:06 PM IST

અમદાવાદ : કાલુપુર માર્કેટ ખૂલતા જ પાન-મસાલાના છૂટક વેપારીઓની ભીડ ઉમટી, બાઉન્સર મૂકવા પડ્યા

આજથી અમદાવાદમાં આવેલું કાલુપુર પાન માર્કેટ ફરીથી ધમધમતુ થયું છે. આજથી કાલુપુરમાં અનાજનું હોલસેલ માર્કેટ ખૂલી ગયું છે. તો બે મહિના બાદ કાલુપુરનું પાન માર્કેટ પણ આજે ખુલ્યું છે. સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેપારીઓ વેપાર કરી શકશે. માર્કેટ ખૂલતા જ છૂટક વેપારીઓ મોટી સંખ્યામાં પાન, મસાલા, બીડી, સિગરેટ લેવા માટે વહેલી સવારે જ પહોંચી ગયા હતા.

May 27, 2020, 10:48 AM IST