ગુજરાતના 2 જજોની બદલી અંગે મોટી સ્પષ્ટતા: બદલી નહિ, માત્ર રોસ્ટર ચેન્જ થયું છે

ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પારડીવાલા પોતાનાં સ્પષ્ટ મત્ત અને જનતાભિમુખ અભિગમના કારણે સામાન્ય લોકોમાં પણ ચર્ચામાં રહે છે. વખતો વખત તેઓ તંત્રની પણ ઝાટકણી કાઢતા રહેતા હોવાથી તેઓ માધ્યમોમાં ચમક્યાં કરે છે. ત્યારે આ બદલીથી અનેક સવાલો ઉભા થયા હતા. જોકે, બાદમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પષ્ટતા એ છે કે, હાઈકોર્ટના બે જજનું રોસ્ટર ચેન્જ થયું છે. જજ આઈજે વોરા અને જેબી પારડીવાલાનું દર અઠવાડિયે રોસ્ટર ચેન્જ થાય છે. 
ગુજરાતના 2 જજોની બદલી અંગે મોટી સ્પષ્ટતા: બદલી નહિ, માત્ર રોસ્ટર ચેન્જ થયું છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પારડીવાલા પોતાનાં સ્પષ્ટ મત્ત અને જનતાભિમુખ અભિગમના કારણે સામાન્ય લોકોમાં પણ ચર્ચામાં રહે છે. વખતો વખત તેઓ તંત્રની પણ ઝાટકણી કાઢતા રહેતા હોવાથી તેઓ માધ્યમોમાં ચમક્યાં કરે છે. ત્યારે આ બદલીથી અનેક સવાલો ઉભા થયા હતા. જોકે, બાદમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. સ્પષ્ટતા એ છે કે, હાઈકોર્ટના બે જજનું રોસ્ટર ચેન્જ થયું છે. જજ આઈજે વોરા અને જેબી પારડીવાલાનું દર અઠવાડિયે રોસ્ટર ચેન્જ થાય છે. 

ગઈકાલે બપોરે જ્યારે પહેલીવાર આ સમાચાર સામે આવ્યા હતા, ત્યારે ભૂલથી બદલી લખાયેલુ હતું. બાદમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ બદલી નથી, પણ માત્ર રોસ્ટર ચેન્જ છે. બદલીના સમાચાર વહેતા થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. સિનીયર એડવોકેટ અજયકુમાર ચોક્સીએ આ અંગે કહ્યું કે, અગાઉ પણ આ પ્રકારના ઓર્ડર થયેલા છે. બંનેની કોઈ બદલી નથી. આ એડમિનીસ્ટ્રેટિવ ઓર્ડર છે. આ રુટિન પ્રોસેસ છે. સામાન્ય સંજોગોમાં ત્રણ મહિનાના ચેન્જ હોય છે. કેટેગરી અનુસાર તેઓને રોસ્ટર અપાતુ હોય છે. જે ત્રણ મહિનાનું હોય છે. બદલી અંગેનો ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news