covid 19 india 1

દેશમાં રિકવરી રેટ 60 ટકાથી વધારે, છેલ્લા 24 કલાકમાં સાજા થયા 20 હજારથી વધુ કોરોના દર્દી

દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે, કોવિ઼ડ-19 થી સાજા થતા દર્દીઓનો રિકવરી રેટ 60 ટકાથી પણ વધારે થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના મામલે જલદી ખબર પડવા પર તેમને સમયસર ક્લીનિકલ પ્રબંધ થવાના કારણથી સાજા થવાના લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શુક્રવારના દેશમાં કોરોના વાયરસ દર્દીઓના સાજા થવા પર રિકવરી રેટ 60 ટકાથી વધુ થયો છે.

Jul 3, 2020, 07:48 PM IST

Coronavirus: 24 કલાકમાં સામે આવ્યા સૌથી વધુ કેસ, મોતનો આંકડો પણ 4 હજારને પાર

કોરોના વાયરસ (Coronavirus)ના મામલે દેશમાં સતત ઝડપથી વધી રહ્યા છે. ગત 24 કલાકમાં અત્યાર સુધી કોરોના (COVID-19)ના સૌથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 38 હજારને પાર થઇ ગઇ છે સાથે જ મોતનો આંકડો પણ વધી ગયા છે. 

May 25, 2020, 11:04 AM IST

DGPની ચેતવણી, આવતીકાલથી ખુલનારી દુકાનોમાં નિયમોનું પાલન નહિ થાય તો ગુનો દાખલ થશે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનની સ્થિતિનો ચિતાર આપતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય અમલ કરવાના પુરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગાડીમાં બે અને બાઇક પર એક જ વ્યકિતને જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજુરી છે. 100 નંબર પર લોકડાઉનની મળેલી ફરિયાદના આધારે 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આઇબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગગ વધારવામાં આવુ છે, ખાનગી વાહનો અને ફુટ પેટ્રોલિંગ અને બાઇક પર પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે. લોકડાઉન ભંગની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર હુમલાના કેસમાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ પર કરલો હુમલો, પાટણમાં એલઆરડી પર થયેલો હુમલો, રાજકોટમાં પણ પોલીસ પર હુમલો, ભરૂચમાં પણ પોલીસ પર થેયેલા હુમલમાં પાસા કરાઇ છે. કુલ 13 ગુનામાં 35 આરોપીઓને અત્યાર સુધી પાસા કરાયા છે. 

Apr 25, 2020, 04:23 PM IST

કોરોનાથી નાગરિકોને બચાવવા ગુજરાત સરકારે અપનાવ્યો આર્યુવેદ-હોમિયોપેથનો રસ્તો

કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ-હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.

Apr 25, 2020, 03:47 PM IST

સરકારે દુકાન ખોલવાના આદેશ તો આપ્યા, પણ શું ખૂલશે અને શું નહિ તે પણ જાણી લેજો

આજથી દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કેટલીક દુકાનો ખોલવાના સૂચનો આપવામાં આવ્યા છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે પણ દુકાનો ખોલવા બાબતે છૂટછાટ આપી છે. પરંતુ તમામ દુકાનો ખોલવાના આદેશ થયા નથી. સરકારે કેટલાક પ્રકારની દુકાનોને જ ખોલવાના આદેશ આપ્યા છે. આ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા પણ કરી છે કે, કયા પ્રકારની દુકાનો ખૂલશે અને કયા પ્રકારની નહિ. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ત્યારે આ માટે તમારે માહિતી મેળવી લેવી જરૂરી છે. 

Apr 25, 2020, 03:12 PM IST

ગુજરાતના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તારીખ 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી છે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

Apr 25, 2020, 02:15 PM IST

ભીષ્મ પિતામહની પાછળ દેખાયેલ Coolerની હકીકત પરથી ઉંચકાયું રહસ્ય

દેશભરમાં કોરોના વાયરસના કહેરને કારણે થયેલા લોકડાઉનમાં લોકોને ઘરની અંદર રહેવાની પ્રેરણા આપવા માટે તમામ પોતપોતાના પ્રયાસો કરી રહ્યાં છે. આ કારણે જ દૂરદર્શને દર્શકોના મનોરંજન માટે 90ના દાયકાના રામાયણ (Ramayan) અને મહાભારત ફરીથી શરૂ થઈ ગયું છે. હાલ આ બંને સીરિયલએ લોકોનું દિલ જીતી લીધું છે, તેથી જ તે ટીઆરપી રેટમાં સૌથી આગળ પહોંચી ગઈ છે. તો સોશિયલ મીડિયા પર આ સીરિયલને લઈને ધૂમ મચેલી છે. પરંતુ હવે મહાભારત(Mahabharat) ના એક સીનમાં લોકોને કૂલર જેવી ચીજ નજર આવી છે. જેના બાદ તેના પર અનેક MEME બની રહ્યા છે. પરંતુ આ તસવીર પાછળ એક હકીકત છે.

Apr 25, 2020, 01:50 PM IST

કોરોનામુક્ત રાજકોટ કરવા 37 ડિગ્રી ગરમીમાં સાધુની તપસ્યા

રાજકોટ (Rajkot) ને કોરોના મુક્ત બનાવવા હવે સાધુ-સંતો મેદાને આવ્યા છે. રાજકોટનાં આજીડેમ નજીક આવેલા દાદા હનુમાન મંદિરે 37 ડિગ્રી તાપમાનમાં મંદિરનાં મહંત સહિત ત્રણ સાધુ ઘુણી ઘખાવી છે. દરરોજ આકરા તાપમાં ત્રણ કલાક સુધી સાધુઓ ગુજરાત કોરોના (Coronavirus) મુક્ત બને તેને લઇને તપસ્યા કરી રહ્યાં છે.

Apr 25, 2020, 12:34 PM IST

સુરતમાં કોરોનાના વધુ 8 કેસનો વધારો, કેન્દ્રની ટીમ નિરીક્ષણ માટે પહોંચી

અમદાવાદ બાદ હવે કોરોના (Coronavirus) એ સુરતનો વારો પાડ્યો છે. કેન્દ્ર સરકારે કોરોનાના નવા હોટસ્પોટ બનેલાં શહેરો અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ ખૂબ ગંભીર ગણાવી છે. અહીંની સ્થિતિ પર દેખરેખ માટે ગૃહ મંત્રાલયે નવી 4 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રચી છે, જેમાંથી બે ગુજરાત આવશે. ત્યારે આજે સુરત (Surat) માં વધુ 8 કેસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 8 પૈકી 1 મનપાનો કર્મચારી છે. તો અન્ય લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના દર્દી છે. આ સાથે જ સુરતના પોઝિટિવ કેસનો આંકડો 465 પર પહોંચ્યો છે. 

Apr 25, 2020, 12:14 PM IST

રમજાન મહિનો ગુજરાત પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જિંગ બની રહેશે

આજથી રમજાન મહિનાની શરૂઆત થઈ છે. ગઈકાલે રમજાનનો ચાંદ નજર આવી ગયો છે. શિયા ચાંદ કમિટીએ ચાંદ દેખાયાની પુષ્ટિ કરી છે. ઈદગાહ લખનઉના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ એલાન કર્યો કે, 24 એપ્રિલ 2020ના રોજ રમજાનુલ મુબારક ચાંદ થઈ ગયો છે. પહેલો રોજા આજે શનિવારથી રાખવામા આવશે. તો બીજી તરફ, ગુજરાત પોલીસ માટે રમજાન મહિનો વધુ ચેલેન્જિંગ બની રહેશે. આ માટે પોલીસે ઘરમાં રહીને જ ઈબાદત કરવાની સલાહ આપી છે. તેમજ પોલીસ આ મામલે સખત બનીને કડક પગલા લઈ રહી છે. 

Apr 25, 2020, 11:25 AM IST

સરકારનો ખુલાસો : ગુજરાતના 3 જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોંચ્યો

કોરોનાના કેસ મામલે હવે ગુજરાત દેશમાં બીજા સ્થાન પર સરકી ગયું છે, જે ગંભીર બાબત કહી શકાય. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ. 

Apr 25, 2020, 10:50 AM IST

વડોદરાના માથા પરથી હટી રહ્યાં છે કોરોનાના વાદળો, વધુ 4 દર્દી રિકવર થયા

વડોદરામાંથી સતત રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ વડોદરામાં એકસાથે 45 દર્દીઓ રિકવર થયાના સમાચાર આવ્યા હતા. જેના બાદ બીજા વધુ એક રાહતના સમાચાર મળ્યા છે. કોરોના સંક્રમિત તબીબ સહિત ચાર દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ડો.ફેઝાન કુરેશી સહિત ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. પાણીગેટની નીલકંઠ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.ફેઝાન કુરેશીને ચેપ લાગ્યો હતો. ત્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ડો.ફેઝાને વડોદરાના આરોગ્ય તંત્રના વખાણ કર્યા હતા. વડોદરામાં કોરોનાથી અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા છે. 

Apr 25, 2020, 09:09 AM IST

આજના સૌથી મોટા સમાચાર : કેન્દ્ર સરકારે દુકાનો ખુલ્લી રાખવા આપી છૂટ, પણ શરતો લાગુ...

લોકડાઉન (Lockdown) વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને સૌથી મોટી રાહત આપી છે. અંદાજે એક મહિનાથી બંધ થયેલી દુકાનો આજથી શરતોની સાથે ખોલવાની પરમિશન આપવામાં આવી છે. તો  આ પહેલા જાણી લો કે, આ છૂટ મામલે ક્યાં રાહત મળશે અને કયા નિયમો લાગુ કરાયા છે. 

Apr 25, 2020, 07:55 AM IST

જે દેશે વાયરસ આપ્યો, એ જ દેશમાંથી મંગાવેલી કોરોના ટેસ્ટ કિટ ખરાબ નીકળી, આપ્યો આવો જવાબ....

કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે હાલમાં જ કેન્દ્ર સરકારે ચીનથી ટેસ્ટ કિટ મંગાવ્યા હતા. હાલમાં જ લગભગ 5.5 લાખ લિક્વીડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ભારત મોકલવામાં આવ્યા હતા. પરંતુ વિવિધ રાજ્યોમાં આ કીટ ખરાબ સાબિત થયા છે. હવે ચીની કંપનીઓએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. 

Apr 25, 2020, 07:36 AM IST

ચાર અમદાવાદીઓએ શોધ્યો જાદુઈ પિટારો, ધારો એ વસ્તુ અંદર મૂકીને સેનેટાઈઝ કરી શકશો

કોરોના વાયરસ એક એવી બીમારી છે જે સ્પર્શથી ફેલાતી બીમારી છે. તમે હોમ ક્વોરેન્ટાઈન હોઈએ પણ શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે બહારથી ઘરની અંદર આવતી હોય છે. તો આવી વસ્તુઓને કેવી રીતે સેનેટાઇઝ કરવી એ મોટો સવાલ હોય છે. આવું જ કઈક નવું સંશોધન કર્યું છે ચાર અમદાવાદીઓએ. જે દરેક વ્યક્તિને કામમાં આવી શકે છે. માત્ર 22 દિવસમાં આ પ્રકારનું બોક્સ બનાવવામાં સફળતા મળી છે. 

Apr 24, 2020, 03:32 PM IST

દસ્તાવેજની નોંધણી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

સીએમઓના સચિવ અશ્ચિની કુમારે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાની વિસ્તાર સિવાયની 98 સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે. જેના માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડશે. તો સાથે જ ઉદ્યોગોને મળેલી છૂટછાટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમાં અત્યાર સુધીમાં ૪૦ હજાર ઉદ્યોગો શરૂ થઇ ગયા છે અને એ ઉદ્યોગોમાં 5 લાખ કામદારો કામ કરી રહ્યા છે. 

Apr 24, 2020, 02:21 PM IST

....નહિ તો 15 મે સુધી અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 50 હજાર કેસ થઈ જશે : વિજય નહેરા

આજ રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રહેશે તો અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 8 લાખને પાર થઈ શકે છે. તો સાથે જ 15 મે સુધી અમદાવાદમાં 50 હજારથી વધુ કોરોનાના કેસ થઈ શકે છે. આવા દાવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા કરવામાં આવ્યો છે. 

Apr 24, 2020, 12:58 PM IST

Updates : ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના. સુરતમાં કોર્પોરેટરના માતાનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં નવા વિસ્તારો હવે કોરોના (Coronavirus) ના સંક્રમણમાં આવી રહ્યાં છે. આવામાં સરકારે દાવો કર્યો છે કે, ટેસ્ટીંગનો આંકડો વધારાયો છે. ત્યારે ગાંધીનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતા ફિઝીશયન ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમા આ તબીબ ફરજ બજાવતા હતાં. 30 વર્ષીય ફીઝિશિયનને કોરોનાં પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડાયા છે. 

Apr 24, 2020, 12:36 PM IST

hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરાતું હોવાનો ગુજરાત સરકારનો દાવો

ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના ટેસ્ટીંગની વ્યવસ્થા ધીમે ધીમે ગુજરાતમાં વધી રહી છે. દરરોજના સો જેટલા ટેસ્ટ કરાતા હત, પરંતુ પાંચમી એપ્રિલ પછી 400 જેટલા ટેસ્ટ કરાતા હતા. પછી 1500 જેટલા ટેસ્ટ કર્યા. તમામ જિલ્લામાં 100 કેસ કરીએ તેવો નિર્ણય લેવાયો હતો. ૧૮મીએ 2664 અને એ પછી 3000 સુધીના ટેસ્ટ ગુજરાત દ્વારા કરાયા છે. 

Apr 24, 2020, 10:59 AM IST

કોરોનાના ફફડાટથી સુરતમાં 101 રાશનધારકો હડતાળ પર ઉતરી ગયા, ગરીબો અટવાયા

સુરતમાં કોરોનાના ફફડાટ વચ્ચે રેશનિંગની દુકાનો બંધ રહેતા નોટિસ મોકલવામાં આવી છે. સસ્તા અનાજની દુકાનદારો સલામતીને પ્રાથમિકતા આપીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેથી 101 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ દુકાનદારો પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આવામાં Lockdownના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે. 

Apr 24, 2020, 10:30 AM IST